નવી દિલ્હી : કોરોનાના વધતા કહેર વચ્ચે 1 મેથી વેક્સીનેશનના ત્રીજા ચરણનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્રીજા ચરણમાં 18 વર્ષથી વધુની તમામ વ્યક્તિને રસી આપવામાં આવશે. વેક્સીનેશનના ત્રીજા ચરણમાં સરકારે અનેક નિયમોમાં બદલાવ કર્યો છે અને અનેક નવા નિયમો ઉમેર્યા છે. વેક્સીનેશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા જરૂરી છે.
IRDAએ પોલિસી કવરની રકમને બમણી કરી
કોરોનાની બીજી લહેર વચ્ચે વીમા નિયામક IRDAએ આરોગ્ય સંજીવની પોલિસીની કવર રકમને બમણી કરવાનો આદેશ આપ્યો છે. વીમા કંપનીઓએ 1 મે સુધીમાં રૂ. 10 લાખ સુધીનું કવર ધરાવતી પોલિસી રજૂ કરવી પડશે. ગત વર્ષે 1 એપ્રિલથી શરૂ થયેલ આરોગ્ય સંજીવની સ્ટૈંડર્ડ પોલિસીની વધુમાં વધુ વીમા કવરેજ સીમા રૂ. 5 લાખ સુધીની જ હતી.
સરકારી તેલ કંપનીઓ મે મહિનાની 1લી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ કરી રહી છે. 1 મે થી ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે. ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે.
મે માં કુલ 12 દિવસ બેન્ક બંધ રહેશે. કેટલાક દિવસો એવા પણ છે, જ્યારે માત્ર અમુક રાજ્યોની બેન્ક જ બંધ રહેશે. RBIની વેબસાઈટ મુજબ, રજાઓના લિસ્ટમાં કેટલીક રજાઓ માત્ર સ્થાનિક રાજ્ય સ્તરને જ અસર કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર