નવા વર્ષે પૈસાદાર બનવામાં આ 5 આદતો તમારી મદદ કરશે

પ્રતિકાત્મક તસવીર

નવા વર્ષમાં પોતાની આ કેટલીક આદતોમાં ફેરફાર કરીને તમે પણ સારા એવા પૈસા બચાવી શકો છો.

 • Share this:
  પૈસાદાર બનવા માટે જરૂરી નથી કે તમારી સેલેરી ખૂબ જ હોય ધણીવાર સાચું રોકાણ પણ તમને પૈસાદાર બનાવી શકે છે. ઓછી સેલેરી અને સિસ્ટમેટિક બચતથી પણ લોકો પૈસાદાર બની શકે છે. આ માટે ખાલી તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવાનું છે. નવા વર્ષમાં આવી જ કેટલીક આદતો બદલીને તમે યોગ્ય બચત કરી શકો છો. આ માટે તમારે નાણાંકીય સલાહકાર સાથે ચર્ચા કરી શકો છો. સાથે જ જાણીતા નાણાંકીય સલાહકાર પૈસાદાર બનવા માટે યોજનાબદ્ધ રીતે પ્રયાસો કરવાની જરૂર છે. તમને જણાવી દઇએ કે આ 5 બાબતો તમને પૈસાદાર બનાવી શકે છે.

  પોતાના લક્ષ્ય પર ફોક્સ કરો : વેપાર કે નોકરીમાં સફળતા મેળવવા માટે તમારે તમારી ક્ષમતાના હિસાબથી લક્ષ્ય નિર્ધારિત કરવું પડશે. આ વિષે એક લક્ષ્ય બનાવ્યા પછી તમે તેને પ્રાપ્ત કરવા પર ફોક્સ કરી શકો છો. આમ તમે આવક મામલે પોતાને સુરક્ષિત અનુભવશો. એક શોધમાં જાણવા મળ્યું છે કે દુનિયાના 80 ટકા અમીર લોકો પોતે એક લક્ષ્ય બનાવીને તે મેળવવા માટે ખૂબ જ મહેનત કરી છે.

  સમયનો સદુપયોગ કરો- જો તમે તમારા સમયમાં સદઉપયોગ કરો તો તમે જલ્દીથી અમીર બની શકો છો. તેમાં ભણતર, કુશળતા વિકસિત કરવું, જાણકારી જોડવી સામેલ છે. જ્ઞાન દરેક સ્થિતિમાં તમારા કામમાં આવી શકે છે. જ્ઞાન મેળવો નવું નવું શીખતા રહો. પોતાની નોકરી, વેપારથી જોડાયેલી તમામ ગતિવિધિથી તમારે અપટેડ રહેવું જોઇએ. તમને તે સૂઝ હોવી જોઇએ કે કયા કામ પર ખોટો ખર્ચ કરવાનો મતબલ નથી. આવા કામમાં સમયનો વેડફાટ કરવાનો બંધ કરો.

  પોતાના પર વિશ્વાસ કરો- જો તમને તમારા પર ભરોસો છે. તો તમારે ભાગ્ય પર ભરોસો છોડવાના બદલે પ્રયાસો કરતા રહેવું પડશે. અને પોતાની આદત સુધારવી પડશે. પૈસાદાર લોકો પોતાની મહેનત પર ભરોસો કરે છે. અને તેમણે રિસ્ક લઇને જ મોટી સફળતા મેળવી છે.

  વધુ વાંચો : COVID-19 in India: દર્દીઓની સંખ્યા 95 લાખને પાર, 24 કલાકમાં નોંધાયા 35,551 કેસ

  બચત સાથે રોકાણ જરૂરી છે. - જો તમે નિયમિત બચત કરો છો તો તે એક ખૂબ જ સારી વાત છે. પણ આ સાથે જ યોગ્ય રોકાણ પણ જરૂરી છે. આ વર્ષે 100 રૂપિયાની જે કિંમત છે તે આવતા થોડા વર્ષોમાં નહીં જોવા મળે. માટે ક્યાં રોકાણ કરવાથી તમને ફાયદો મળે છે તે જાણો. અને પોતાની આવકમાંથી ઓછામાં ઓછી 15 થી 20 ટકાની રકમનું યોગ્ય રોકાણ કરવાનો પ્રયાસ કરો.r  કમાણીની તક પર ધ્યાન આપો- પૈસાદાર બનવા માટે સમયનું મહત્વ સમજવાની સાથે તકનું મહત્વ પણ સમજો. તમે પૈસાદાર બનવા માંગો છો તો પૈસા કમાવવા માટે વધુ તકો મળે તેવા અવસર શોધો. સાથે જ યોગ્ય સમયે રોકાણ કરી સહી વિકલ્પ પર ધ્યાન રાખો અને સકારાત્મક રહીને મહેનત કરતા રહો.
  Published by:Chaitali Shukla
  First published: