ટૂંક સમયમાં જ લોન્ચ થશે Tataથી લઇને Marutiની આ 5 CNG કાર, જાણો શું હશે ખાસ?
ટૂંક સમયમાં જ લોન્ચ થશે Tataથી લઇને Marutiની આ 5 CNG કાર, જાણો શું હશે ખાસ?
સીએનજી કારની પ્રતિકાત્મક તસવીર
upcoming CNG cars: જો તમે પણ આગામી દિવસોમાં કાર ખરીદવા વિશે વિચારી રહ્યા છો, તો અમે તમને ટાટાથી માંડીને મારૂતિ સુધીની તમામ કંપનીઓની લોન્ચ થનાર નવી પાંચ કારો વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેથી તમે તમારા પસંદની કાર ઘરે લઇ જઇ શકો.
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના (petrol diesel price in India) પ્રતિદિન વધી રહેલા ભાવના કારણે લોકોમાં હવે CNG અને ઇલેક્ટ્રિક (Upcoming CNG Cars) વ્હિકલ્સની માંગ સતત વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને દેશમાં ઘણી કંપનીઓ તહેવારોની સિઝનમાં (Festive season) પોતાની સીએનજી બ્રાન્ડ્સ માર્કેટમાં લોન્ચ કરશે. જો તમે પણ આગામી દિવસોમાં કાર ખરીદવા વિશે વિચારી રહ્યા છો, તો અમે તમને ટાટાથી માંડીને મારૂતિ સુધીની તમામ કંપનીઓની લોન્ચ થનાર નવી પાંચ કારો વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેથી તમે તમારા પસંદની કાર ઘરે લઇ જઇ શકો.
ફોર્ડ એસ્પાયર સીએનજી
ફોર્ડે પોતાની કોમ્પેક્ટ સેડાન કાર એસ્પાયરને CNG કિટ સાથે બજારમાં લાવી શકે છે. આ સેગમેંટમાં હ્યુન્ડાઇની ઔરા જ એકમાત્ર ફેક્ટરી ફિટેડ સીએનજી કિટ સાથે માર્કેટમાં છે. પહેલા પણ કંપનીએ આ કારના સીએનજી વેરિએન્ટ્સને માર્કેટમાં લોન્ચ કર્યુ હતું. જેને બાદમાં બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે કંપની ફરી એક વખત તેને તહેવારોની સિઝનમાં માર્કેટમાં લાવી શકે છે.
મારૂતિ સુઝુકી ડિઝાયર
મારૂતિ ફરી એકવાર પોતાની એક પ્રખ્યાત કારને એપડેટ કરવા જઇ રહી છે. કંપની આ કારને અપડેટ કરી સીએનજી ઓરિએન્ટેડ કરવા જઇ રહી છે. મારૂતિની એસ-સીએનજી(S-CNG) ટેક્નોલોજીને દેશમાં ખૂબ વિશ્વસનિય અને સુરક્ષિત માનવામાં આવે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર કંપની તહેવારોની સિઝન દરમિયાન પોતાની આ પોપ્યુલર કારના સીએનજી વેરિએન્ટને લોન્ચ કરી શકે છે.
મારૂતિ સુઝુકી સેલેરીઓ
કાર મેન્યૂફેક્ચરિંગ કંપની મારૂતિ પોતાના આ પોપ્યુલર હેચબેચ કારની નવી જનરેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેમાં પારંપરિક ફ્યૂલ એન્જિન સિવાય સીએનસજી ઓપ્શન પણ મળશે. નવા અપડેટમાં આ કાર પોતાના જૂના વેરિએન્ટની સરખામણીએ શાનદાર હશે. હાલના વેરિએન્ટમાં આ કાર સીએનજી પર 31 કિમી/કિગ્રાનું માઇલેજ આપે છે. આશા છે કે આવનાર નવી જનરેશન કારનું માઇલેજ તેનાથી વધુ સારું હશે.
ટાટા ટિગોર સીએનજી
ટાટા કંપની પોતાની વધુ એક કોમ્પેક્ટ સેડાન, ટિગોરને અપડેટ કરવા જઇ રહી છે. અહેવાલો અનુસાર કંપની પોતાની આ કારમાં સીએનજી ઓપ્શન આપવા જઇ રહી છે. આ સિવાય કંપની તેમાં 86 PS 1.2L પેટ્રોલ એન્જિન પણ આપશે. કહેવામાં આવી રહ્યું છે કે સીએનજી વેરિએન્ટ્સ પેટ્રોલની સરખામણીએ વધુ વ્યાજબી હશે. કંપની આ કારને પણ તહેવારોની સિઝનમાં લોન્ચ કરશે.
ટાટા ટિયાગો સીએનજી
દેશની વધુ એક ઓટો મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા પણ પોતાની કાર Tiagoનું સીએનજી મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલમાં જ તેનું સીએનજી વેરિએન્ટ ટેસ્ટિંગ દરમિયાન જાહેરમાં દેખાયું હતું. કંપની પોતાની આ કારમાં 1.2L રેવોટ્રોન એન્જીન આપશે. પરંતુ સાથે સીએનજી ઓપ્શન પણ હશે તેવી વાત પણ ચર્ચાઇ રહી છે. દિવાળીના તહેવારો પર કંપની આ કાર લોન્ચ કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર