Home /News /business /

Stock Market: આગામી સપ્તાહમાં આ 10 ફેક્ટરની બજારના કામકાજ પર પડશે સીધી અસર

Stock Market: આગામી સપ્તાહમાં આ 10 ફેક્ટરની બજારના કામકાજ પર પડશે સીધી અસર

સોમવારથી શરું થતા શેરબજારના નવા સપ્તાહમાં કમાણી કરવી હોય તો આટલું ધ્યાનમાં રાખજો

Stock Market Prediction: આગામી સપ્તાહમાં બજારની નજર ગ્લોબલ માર્કેટ અને અર્નિંગ્સ જેવા સ્થાનિક ફેક્ટર્સ પર રહેશે. આ ઉપરાંત તાઈવાન ક્રાઈસિસના કારણે બજારમાં ઉતરા-ચઢાવ જોવા મળી શકે છે. તેમજ 9 ઓગસ્ટના દિવસે બજાર બંધ રહેશે.

  મુંબઈઃ ભારતીય શેરબજાર જુદા જુદા વૈશ્વિક સેન્ટિમેન્ટ વચ્ચે પણ આ સપ્તાહમાં શુક્રવારે 5 ઓગસ્ટના રોજ મજબૂતી સાથે બંધ થયું હતું. રિજર્વ બેંકના વ્યાજ દરોમાં વધારાના નિર્ણય અને તાઈવાનને લઈને અમેરિકા ચીન વચ્ચે તણાવ વચ્ચે બેન્ચમાર્ક ઇન્ડેક્સ 1.4 ટકા મજબૂત થઈને બંધ થયો હતો. બજારને જુલાઈ મહિનામાં વેચાણના સારા આંકડા, વિદેશી સંસ્થાગત રોકાણકારોના ફરી વધતા રોકાણ અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડાએ પણ સપોર્ટ કર્યું હતું. આ સપ્તાહમાં બીએસઈ ઈન્ડેક્સની વાત કરીએ તો ગત સપ્તાહની સરખાાણીએ 800 અંક મજબૂત થઈને 58,388 પર અને નિફ્ટી50 239 અંક વધીને 17,397 પર બંધ થયો હતો. બજારમાં આ તેજીને આઈટી, મેટલ, ઓટો અને તેલ-ગેસ ઈન્ડેક્સનો પણ સપોર્ટ મળ્યો હતો.

  તેવામાં આગામી સપ્તાહમાં બજારે કેવું રહેશે તેના અંગે જણાવતા રેલિગેર બ્રોકિંગના વાઈસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) અજીત મિશ્રાએ કહ્યું કે, આગામી સપ્તાહમાં બજાની નજર ગ્લોબલ માર્કેટ અને અર્નિંગ્સ જેવા સ્થાનિક ફેક્ટર્સ પર રહેશે. આ ઉપરાંત તાઈવા સંકટની પણ અસર બજારમાં ચઢાવ ઉતાર તરીકે જોવા મળશે. તો 9 ઓગસ્ટના મંગળવારના રોજ બજાર મુહર્રમના કારણે બંધ રહેશે. તેવામાં 8 ઓગસ્ટથી શરુ થઈ રહેલા બજારમાં આ સપ્તાહ દરમિયાન આ 10 ફેક્ટર્સની અસર જોવા મળી શકે છે.

  Stock Market: પરિણામ બાદ ક્યા સ્ટોક પર વરસશે બજારનો પ્રેમ, કોણે કમાણીની આશા જગાવી?

  કોર્પોરેટ અર્નિંગ્સ

  આગામી સપ્તાહમાં લગભગ 2400 કંપનીઓ પોતાનું પરિણામ જાહેર કરશે. જેમાં ભારતી એરટેલ, અડાણી પોર્ટ્સ, પાવરગ્રિડ, કોલ ઇન્ડિયા, આયશર મોટર્સ, હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ, ડિવીઝ લેબોરેટરીઝ, ગ્રેસિમ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ અને ઓએનજીસી જેવી મુખ્ય કંપનીઓ પણ સામેલ છે. આ ઉપરાંત એલઆઈસી, નાલકો, એસ્ટ્રાજેનેસિયા ફાર્માના પરિણામ પર પણ બધાનું ધ્યાન રહેશે.

  મોંઘવારી અને ઈન્ડસ્ટ્રિયલ આઉટપુટ

  જુલાઈમાં છૂટક ફુગાવો અને જૂન ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટના આંકડા આવતા સપ્તાહમાં શુક્રવારે જાહેર થશે. છૂટક મોંઘવારી માસિક આધારે જૂનમાં ઘટીને 7 ટકા પર રહ ગઈ હતી. જે એપ્રિલમાં 7.8 ટકા સાથે 8 વર્ષના સૌથી ઉંચા સ્તરે પહોંચી ગઈ હતી. આ ઉપરાંત અમેરિકમાં પણ મોંઘવારી તેના અત્યાર સુધીની ટોચ પર છે. તેવામાં મોટાભાગના એક્સપર્ટ્સ માને છે કે ગેસોલિન અને જેટ ફ્યુઅલની કિંમતોમાં ઘટાડાના કારણે ઘટીને 8.6થી 9 ટકાની આસપાસ રહી શકે છે. જૂનમાં અમેરિકામાં મોંઘવારી 9.1 ટકાની આસપાસ પહોંચી ગઈ હતી, જે નવેમ્બર 1981 બાદ અત્યાર સુધીનું સૌથી ઊંચુ સ્તર હતું.

  Mutual Fund: આ 3 ફંડે ત્રણ વર્ષમાં રોકાણકારોને લાખોપતિ બનાવ્યા, જાણી લો શું છે ફંડા

  ક્રૂડની કિંમતો

  આગામી સપ્તાહમાં બજારની નજર ક્રૂડની કિંમતોમાં ઘટાડા પર પણ રહેશે જેના કારણે ઈક્વિટી માર્કેટ પોઝિટિવ રહેવાની શક્યતા છે. જોકે બજાર અમેરિકા અને યુરોપમાં મંદીને જોતા સતર્ક છે. કારણ કે હાલ તેલની કિંમતો ડિમાન્ડ સાથે જોડાયેલી ચિંતાઓને કારણે ઘટી રહી છે. ભારત પોતાની ક્રૂડ જરુરત માટે મોટાભાગે આયત નિર્ભર છે તેથી ક્રૂડની કિંમતોના ફેરફારની ભારત પર સૌથી વધુ અસર થાય છે.

  વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)ની રુચી વધી

  ઓગસ્ટ મહિનાની શરુઆત પ્રમાણમાં ઘણી સારી રહી છે. પહેલા સપ્તાહ દરમિયાન વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા બજારમાં ધોમ ખરીદી જોવા મળી છે. જે પાછલા ઘણા સપ્તાહ બાદ પહેલીવાર જોવા મળ્યું છે. તેવામાં બજાર આગામી સપ્તાહમાં FIIના વલણ પર ધ્યાન જરુર રાખશે. ગત સપ્તાહમાં FII દ્વારા બજારમાં 7000 કરોડની ખરીદારી કરવામાં આવી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DII) એ 1766 કરોડ રુપિયાની વેચવાલી કરી હતી.

  Rakesh Jhunjhunwalaની આકાસા એરમાં શું અલગ હશે? કોની સામે હશે ટક્કર? જાણો બધું જ

  ટેક્નિકલ વ્યૂ

  બજારમાં બુલ્સ અને બીઅરની લડાઈમાં નિફ્ટી50એ પોતાને 17500ના સ્તરની ઉપર રાખવા માટે ખૂબ પ્રયાસો કર્યા છે, જોકે તે સફળ થયા નથી. તેવામાં હવે આખરે નિફ્ટીએ વીકલી ચાર્ટ પર બુલીશ કેન્ડલની પેટર્ન બનાવી છે. તો ડૈલી ચાર્ટ પર ડોઝી જેવી પેટર્ન બનાવી છે. તેનાથી બજારમાં અનિર્ણાયક સ્થિતિના સંકેત મળી રહ્યા છે. જોકે સારી વાત એ છે કે બુલ્સે પોતાના 17,158-17,243 ઝોનનો બચાવ કર્યો છે.

  આઈપીઓ

  લગભગ અઢી મહિનાના બ્રેક પછી આગામી સપ્તાહમાં પ્રાઈમરી માર્કેટમાં પણ હલચલ જોવા મળશે. ચેન્નઈ બેઝ્ડ એન્જિનિયરિંગ એન્ડ ડિઝાઈન કંપની Syrma SGS Technologyનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે આગામી 12 ઓગસ્ટના દિવસે ખુલશે. આ ઓફરમાં 766 કરોડના નવા ઈશ્યુ સામેલ હશે.

  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: BSE Sensex, Expert opinion, Share bazar, Stock market Tips, શેરબજાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन