Home /News /business /આગામી સપ્તાહમાં શેરબજાર કરાવશે દમદાર કમાણી, પણ આ 10 પરિબળોને ધ્યાનમાં રાખી કરજો રોકાણ

આગામી સપ્તાહમાં શેરબજાર કરાવશે દમદાર કમાણી, પણ આ 10 પરિબળોને ધ્યાનમાં રાખી કરજો રોકાણ

આગામી સપ્તાહમાં કેવું રહેશે બજાર?

2023નું પહેલું સપ્તાહ બજાર માટે સારું રહ્યુ નથી. 6 જાન્યુ એ સમાપ્ત સપ્તાહ દરમિયાન બેંચમાર્કમાં 1.5 ટકા નબળાઈ જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન, નાણાકીય સેવાઓ અને ટેકનોલોજી જેવા સેક્ટપોમાં વેચવાલી જોવા મળી.

 • moneycontrol
 • Last Updated :
 • New Delhi, India
  નવી દિલ્હીઃ 2023નું પહેલું સપ્તાહ બજાર માટે સારું રહ્યુ નથી. 6 જાન્યુ એ સમાપ્ત સપ્તાહ દરમિયાન બેંચમાર્કમાં 1.5 ટકા નબળાઈ જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન, નાણાકીય સેવાઓ અને ટેકનોલોજી જેવા સેક્ટપોમાં વેચવાલી જોવા મળી. સેન્સેક્સ 60 હજારની નીચે જ્યારે નિફ્ટી પણ 18 હજારની નીચેના સ્તરે ગબડી ગઈ. કુલ મળીને ગત ત્રણ સપ્તાહમાં માર્કેટ એક રેન્જમાં બનેલું રહ્યું. ક્વાટરના પરિણામો, મેક્રો ઈકોનોમિક જેટા અને સામાન્ય બજેટની આશાઓ પર જોરની સાથે આ ટ્રેન્ડ આગળ પણ ચાલું રહે તેવો અંદાજ છે.

  જિઓજિત નાણાકીય સર્વિસિઝના હેડ વિનોદ નાયરે કહ્યુ કે, ઈકોનોમિક ડેટા, ફેડ પોલિસી, ભારતીય કંપનીઓના ક્વાટરના પરિણામો અને બજેટની આશાઓની અસર શેરબજાર પર જોવા મળી રહી છે. તેમને લાગે છે કે, આગામી સપ્તાહમાં પરિણામોની સાથે સાથે મોંધવારી જેવા મુક્ય મેક્રોઈકોનોમિક ડેટા પર રહેશે.

  આ પણ વાંચોઃ આગામી સપ્તાહમાં આ કંપની આપશે 3 બોનસ શેર, જાહેર કરી રેકોર્ડ ડેટ

  આગામી સપ્તાહમાં આ 10 પરિબળો પર બજાર બતાવી શકશે અસર


  Corporate Earnings: સપ્તાહની શરૂઆતમાં દિગ્ગજ આઈટી કંપનીઓના પરિણામોની સાથે થશે. આ સપ્તાહમાં 60થી વધારે કંપનીઓના પરિણામ આવશે. દેશની સૌથી મોટી આઈટી કંપની ટીસીએસના સૌથી પહેલા સોમવરે પરિણામ આવશે, જેનું પ્રદર્શન સારું રહેવાની આશા છે. ત્યારપછી ગુરુવારે ઈન્ફોસિસ અને એચસીએસ ટેકનોલોજી પછી શુક્રવારે વિપ્રો પરિણામ જાહેર કરશે.. એચડીએફસી બેંક શનિવારે તેના પરિણામ જાહેર કરશે.

  CPI Inflation: મહિના માટે રિટેલ મોંઘવારીના આંકડા એક અન્ય મહત્વના પરિબળો છે, જેના પર બજારની નજર રહેશે. વિશ્લેષકોનો અંદાજ છે કે, ફૂડ પ્રોસેસિંગમાં ઘટાડા પછી મોંધવારીમાં લગભગ 6 ટકા રહેશે, જે ઘણી હદ સુધી આરબીઆઈની પ્રાથમિકતાના અનુરૂપ છે.

  ગુરુવારે જ ઈન્જસ્ટ્રીયલ અને મેન્યુફેક્ટરિંગ પ્રોડક્શનના ડેટા પણ જાહેર થશે. આ ઉપરાંત 6 જાન્યુઆરીએ સમાપ્ત સપ્તાહ માટે વિદેશી મુદ્રા ભંડારનો ડેટા શુક્રવારે જાહેર થશે.

  અમેરિકામાં મોંધવારીઃ અમેરિકાના મોંઘવારીના આંકડા ગુરુવારે જાહેર થશે. એક્સપર્ટને દુનિયાની સૌથી મોટી ઈકોનોમીમાં ડિસેમ્બરમાં 6.5-7 ટકાની રેન્જમાં રહેવાની આશા છે, જો નવેમ્બરમાં 7.1 ટકા રહ્યુ હતું.

  Global Macroeconomic Data: આગામી સપ્તાહમાં માટે આ છે મુખ્ય ગ્લોબલ મેક્રોઈકોનોમિક ડેટા પોઈન્ટ

  FII Flow: વિદેશી સંસ્થાગત રોકાણકારો 2023ના પહેલા સપ્તાહ દરમિયાન વેચવાલી કરતા જોવા મળ્યા. જો કે, ડોમેસ્ટિક રોકાણકારોએ ઘણી હદ સુધી તેની ભરપાઈ કરી દીધી છે. એટલા માટે, એફઆઈઆઈ પરત ન આવે ત્યાં સુધી બજારમાં શાનદાર રેલી જોવા મળી શકે છે.

  સપ્તાહ દરમિયાન એફઆઈઆઈએ 7,800 કરોડ રૂપિયાની વેચવાલી કરી. જ્યારે ડિસેમ્બર 2022માં 14 હજાર કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી. જો કે, ડીઆઈઆઈએ જાન્યુના પહેલા સપ્તાહમાં 2,700 કરોડ રૂપિયાની ખરીદી કરી, જ્યારે ગત મહિને 24 હજાર કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

  આ પણ વાંચોઃ બજેટ પહેલા સરકારે આપી અનોખી ભેટ, હવે આ લોકોએ નહિ ભરવું પડે ઈનકમ ટેક્સ રિટર્ન

  લિસ્ટિંગઃ સાહ પોલિમર્સના ઈશ્યૂ આગામી સપ્તાહમાં ગુરુવારે લિસ્ટ થવાની આશા છે. 66 કરોડ રૂપિયાના આ ઈશ્યૂને રોકાણકારો તરફથી તગડો રિસપોન્સ મળ્યો છે.

  ટેકનિકલ વ્યૂઃ નિફ્ટી50 એ 10 હજારના મનોવૈજ્ઞાનિતક સ્તરને તોડી દીધું છે, પરંતુ તેણે ડિસેમ્બરના લો 17,750 પર સપોર્ટ મળ્યુ છે. આવનારા સપ્તાહમાં આ એક મહત્વનું લેવલ હોઈ શકે છે. સપ્તાહની સાથે સાથે ડોઈલી ટાઈમ ફ્રેમ પર બેરિશ કેન્ડલ બની છે. જેનાથી ટ્રેડર્સની વચ્ચે ઘબરાહટના સંકેત મળી રહ્યા છે.

  F&O Cues: વીકલી બેસિસ પર, સૌથી વધારે કોલ ઓપન ઈન્ટરેસ્ટ 18,000 પર અને ત્યારપછી 19,000ની સ્ટ્રાઈક પર છે.

  પુટની વાત કરીએ તો, સૌથી વધારે પુટ ઓપન ઈન્ટરેસ્ટ 18,000 અને પછી 17,500ની સ્ટ્રાઈક પર છે. ઓપ્શન ડેટાથી સંકેત મળ્યા છે કે નિફ્ટી50 માટે 18,000 પર એક મહત્વની ટર્મ રેજિસ્ટેન્સ છે. જ્યારે, 17,500 પર સપોર્ટ છે.

  INDIA VIX: ઈન્ડિયા વિક્સ ગત સપ્તાહ દરમિયાન 1 ટકા મજબૂત થઈને 14.86 ટકાથી વધીને 15.02ના સ્તર પર પહોંચી ગયો છે.

  કોર્પોરેટ એક્શનઃ આગામી સપ્તાહમાં બજારની નજર આ મહત્વના Corporate Action પર રહેશેઃ


  (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Investment, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन