Home /News /business /આગામી સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ? નફો મેળવવો હોય તો આ 10 પરિબળો પર રાખજો નજર

આગામી સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ? નફો મેળવવો હોય તો આ 10 પરિબળો પર રાખજો નજર

આગામી સપ્તાહમાં કેવું રહેશે બજાર?

યૂનિયન બજેટ ન માત્ર નાણાકીય માર્કેટ પરંતુ ઈકોનોમી માટે પણ મહત્વનું હશે. તેની નીતિગત જાહેરાતોને પગલે ઘણા સેક્ટર્સની ચાલ નક્કી થશે.

નવી દિલ્હીઃ 27 જાન્યુઆરીએ બંધ થયેલા સપ્તાહમાં ભારતીય ઈક્વિટી માર્કેટમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો. ગત સપ્તાહમાં યૂનિયન બજેટ પહેલા રોકાણકારો સતર્ક જોવા મળ્યા છે. જાણકારી અનુસાર, 1 ફેબ્રુઆરીએ ભારત યૂનિયન બજેટ રજૂ કરવામાં આવશે, તેની સાથે જ અમેરિકામાં યૂએસ ફેડની મીટિંગ પણ થશે. જેના પર બજારની નજર રહેશે. 27 જાન્યુએ ખત્મ થયેલા સપ્તાહમાં સેન્સેક્સ 1290.87 અંક એટલે કે 2.12 ટકાના ઘટાડાની સાથે 59330.09 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 432.3 અંક એટલે કે 2.34 ટકાના ઘટાડાની સાથે 17604.35ના સ્તર પર બંધ થયો.

BSEનો મિડકેપ ઈન્ડેક્સ 2.6 ટક તૂટીને બંધ થયો. જ્યારે સ્મોલકેપ 3.5 ટકા તૂટીને બંધ થયો. બીજી તરફ લાર્જ કેપ ઈન્ડેક્સ 3 ટકાના ઘટાડાની સાથે બંધ થયો. સ્મોલકેપ ઈન્ડેક્સ પર નજર કરીએ તો Kiri Inudustries, GTL Infrastructure, Doxon Technologies, PC Jeweller, Monarch Networth Capital, Power Mech Projects, Jayant Agro-Organics અને KBC Global 15-26 ટકા ઘટાડા સાથે બંધ થયો.

આ પણ વાંચોઃ નવો જમાનો આવ્યો! સાયકલની જગ્યાએ હવે ભાડે મળશે ઈ-સ્કૂટર, જાણો ક્યાં અને ક્યારે શરૂ થશે આ સુવિધા?

આગામી સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ


જિયોજીતના ફાઈનાન્શિયલ સર્વિસના વિનોદ નાયરનું કહેવું છે કે, બ્લૂચિપ કંપનીઓના સારા પરિણામો છતાય આ સપ્તાહમાં એશિયાના સૌથી ધનિક પ્રમોટર ગ્રુપ કંપનીઓ પર રિસર્ચ રિપોર્ટે બજારનું તંત્ર ખરાબ કરી દીધું છે. આ ઉપરાંત FIIની સતત વેચવાલીએ પણ બજાર પર દબાવ બનાવ્યો છે. તેમણે આગળ કહ્યું કે, જો બજેટમાં LTCG ટેક્સ દરમાં કે તેની મુદ્દતમાં કોઈ વધારો કરવામાં આવે છે તો, પછી આગામી ઈલેક્શનને જોતા લોકોને આકર્ષે તેવા નિર્ણયો વેલામાં આવી શકે છે. જેથી ટૂંકાગાળામાં બજારનું તંત્ર હજુ પણ ખરાબ થઈ શકે છે. આ ઉપરાંત ચીનમાં વધતી માંગને કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં થનારો વધારો ટૂંકાગાળામાં બજાર પર દબાવ બનાવી શકે છે.

સેમ્કો સિક્યોરિટીઝના અપૂર્વ સેઠનું કહેવું છે કે, ગત સપ્તાહામાં નિફ્ટીએ એક રિવર્સ ફ્લેગ ફોર્મેશન બનાવી અને તેના મુખ્ય સપોર્ટની નીચે જતો રહ્યો. આ તે વાતનો સંકેત છે કે, નિફ્ટીમાં આગળ આપણને દબાવ જોવા મળી શકે છે. જ્યારે ઉપરની તરફ 17,800 પર રેજિસ્ટેન્સ જોવા મળી શકે છે.

કોટક સિક્યોરિટીઝના અમોલ અઠાવલેનું કહેવું છે કે, 27 જાન્યુંએ ગત સપ્તાહમાં 17,800 નું મજબૂત સપોર્ટ તૂટી ગયો. વીકલી ચાર્ટ પર તેણે લોન્ગ વિયરિસ કેન્ડલ બનાવી. ટેકનિકલ દ્રષ્ટિથી જોઈએ તો, નિફ્ટી 17,650ના ઉપર ટકી રહેવામાં સફળ થઈ રહ્યો છે. આમાં એક હલ્કી પુલબેક રેલી જોવા મળી શકે છે. જો નિફ્ટી 17,550ની નીચે જાય છે તો, આ ઘટાડો 17,400 અને પછી 17,300 પર સ્થિત 200 SMA સુધી વધી શકે છે.

આ પણ વાંચોઃ ગોલ્ડન ચાન્સ! આ બેંકિગ શેર્સમાં મળી શકે 35% વળતર; બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ

આગામી સપ્તાહમાં આ 10 પરિબળો પર રહેશે બજારની નજર


- યૂનિયન બજેટ 2023: યૂનિયન બજેટ ન માત્ર નાણાકીય માર્કેટ પરંતુ ઈકોનોમી માટે પણ મહત્વનું હશે. તેની નીતિગત જાહેરાતોને પગલે ઘણા સેક્ટર્સની ચાલ નક્કી થશે.
-FOMC મીટિંગ
- ગ્લોબલ ઈકોનોમી ડેટા પોઈન્ટ્સ
- કોર્પોરેટ અર્નિંગ્સ
- ઓટો સેલ્સ
- ઘરેલૂ ઈકોનોમિક ડેટા પોઈન્ટ્સ
- એફઆઈઆઈ રોકાણ
- ટેકનિકલ વ્યૂ
-F&O સંકેટ અને ઈન્ડિયા વિક્સ
- કોર્પોરેટ એક્શન


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, Investment, Stock market

विज्ञापन