Home /News /business /ઈનકમ ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર! હવે 7 લાખથી વધારે આવક પર પણ નહિ લાગે ટેક્સ
ઈનકમ ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર! હવે 7 લાખથી વધારે આવક પર પણ નહિ લાગે ટેક્સ
7 લાખથી વધારે આવક પર પણ નહિ લાગે ટેક્સ
જો આવક 7 લાખ રૂપિયાથી વધારે હોય છે, તો કરદાતાઓએ ટેક્સની ચૂકવણી કરવી પડે છે. આ ફેરફાર તે નાના ટેક્સપેયર્સ માટે બહુ જ કામની વસ્તુ છે, જેમની આવક 7 લાખ રૂપિયાથી પણ વધારે છે.
નવી દિલ્હીઃ જો તમે પણ એ વાતને લઈને મૂંઝવણમાં છો કે, નવા ટેક્સ રિજીમ હેઠલ તમારે કેટલી આવક પર ટેક્સ નહિ આપવો પડે, તો આ ખબર તમારા માટે ખૂબ જ મહત્વની છે.
1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટમાં ટેક્સને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. નવા ટેક્સ રિજીમ હેઠળ ઈનકમ ટેક્સ સ્લેબમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે મોટા ફેરફારની જાહેરાત કરી હતી. નવા ટેક્સ રિજીમમાં નાના ટેક્સપેયર્સને રાહત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નવા ટેક્સ રિજીમ હેઠળ હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહિ લાગે. આવો એક્સપર્ટ પાસેથી આ અંગે વિસ્તારમાં જાણીએ.
જો આવક 7 લાખ રૂપિયાથી વધારે હોય છે, તો કરદાતાઓએ ટેક્સની ચૂકવણી કરવી પડે છે. આ ફેરફાર તે નાના ટેક્સપેયર્સ માટે બહુ જ કામની વસ્તુ છે, જેમની આવક 7 લાખ રૂપિયાથી પણ વધારે છે. પરંતુ આ મુદ્દો એ છે કે, કેટલી આવક વધવા પર તમારે ટેક્સની ચૂકવણી કરવી પડશે? ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલે સીએનબીસી આવાઝની સાથે એક્સક્લૂસિવ વાતચીતમાં તેનો જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે, જો કોઈની આવક સાત લાખ રૂપિયા છે, ત્યારે તો ટેક્સ શૂન્ય હશે. પરંતુ જો કોઈ 7 લાખ રૂપિયાથી 1,000 રૂપિયા વધારે કમાય છે. તો તેને 7,01,000 પર 25,100 રૂપિયા ટેક્સ ચૂકવવો પડે છે.
એટલે કે 1 હજાર રૂપિયા આવક વધવાથી તમારે 25,100 રૂપિયા ટેક્સ ભરવો પડે, તો આ યોગ્ય નથી. એટલા માટે માર્જિનલ રિલીફ હેઠળ તે કહેવામાં આવ્યું છે કે, જો 1000 રૂપિયા ઈન્ક્રીમેન્ટસ આવક છે, તો તેના પર ટેક્સ લાગશે નહિ. મુકેશ પટેલે કહ્યું કે, 7 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયા આવક ધરાવતા લોકોને ટેક્સ રાહતનો ફાયદો મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર