1 નવેમ્બરથી વેપારીઓ માટે પેમેન્ટની સુવિધામાં થશે બદલાવ

News18 Gujarati
Updated: October 26, 2019, 11:15 AM IST
1 નવેમ્બરથી વેપારીઓ માટે પેમેન્ટની સુવિધામાં થશે બદલાવ
28 ઑક્ટોમ્બર સુધી dirtp14@nic.in પર આવેદન મોકલી શકાશે.

28 ઑક્ટોમ્બર સુધી dirtp14@nic.in પર આવેદન મોકલી શકાશે.

  • Share this:
જો તમે તમારો ધંધો કરતા હોય તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે 1 નવેમ્બરથી પેમેન્ટનો નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. આવતા મહિનાથી વેપારીઓએ ડિજિટલ પેમેન્ટ લેવું ફરજિયાત થઈ જશે. નાણા મંત્રાલયે આ માહિતી આપી હતી. આ ઉપરાંત ગ્રાહકો અથવા વેપારીઓ પાસેથી આના માટે કોઈ ફી કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લેવામાં નહીં આવે. ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા અને બ્લેક મનીને કાબૂમાં લેવા સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. CBDTએ ઇચ્છુક બૅન્કો તથા પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સ પાસેથી પણ અરજી મગાવી છે, જેઓ આ પેમેન્ટ સિસ્ટમ્સનો ઉપયોગ કરવા માંગે છે.

નવા નિયમ અનુસાર 50 કરોડથી વધુના ટર્નઓવર વાળા બિઝનેસમેન પર આ નવો નિયમ લાગુ રહેશે. તેના હેઠળ હવે બિઝનેસ માટે ઈલેક્ટ્રોનિક મોડથી પેમેન્ટ લેવા પર કોઈ પણ રકમ કે ચાર્જ નહીં લાગે.

આ પણ વાંચો: ગ્રીન ફટાકડાને આ રીતે ઓળખો, આવા ફટાકડાની કિમત કેટલી હોય છે?ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમને જાહેર કર્યા બાદ આવેદન મોકલવાનું રહેશે. બૅન્કનું નામ, પુરુ સરનામુ, પેન, રજીસ્ટ્રેશન ડિટેલ્સને ઈમેલ કરવાનું રહેશે. 28 ઑક્ટોમ્બર સુધી dirtp14@nic.in પર તેને મોકલી શકાશે.

આ જાહેરાત પછી આવકવેરા કાયદાની સાથે સાથે પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007માં સુધારો કરવામાં આવ્યો હતો. સીબીડીટીએ એક પરિપત્રમાં કહ્યું છે કે નવી જોગવાઈઓ 1 નવેમ્બર, 2019 થી અમલમાં આવશે.
First published: October 26, 2019
વધુ વાંચો
अगली ख़बर