Home /News /business /નેશનલ પેન્શન સ્કીમમાં થઈ શકે છે મોટા ફેરફાર, સરકાર કરી રહી છે વિચાર

નેશનલ પેન્શન સ્કીમમાં થઈ શકે છે મોટા ફેરફાર, સરકાર કરી રહી છે વિચાર

પેન્શન સ્કીમમાં થઈ શકે છે ફેરફાર

જાણકારી અનુસાર, નવી પેન્શન યોજનાને હિમાચલમાં હારનું કારણ માનવામાં આવી રહ્યુ છે. રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબમાં જૂની પેન્શન યોજનાને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

  • CNBC
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ નેશનલ પેન્શન સ્કીમમાં ફેરફાર કરવા પર સરકાર વિચાર કરી રહી છે. CNBC આવાઝના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, સરકાર જૂની પેન્શન યોજનાની કેટલીક જોગવાઈઓને સામેલ કરવા પર વિચાર કરી રહી છે. જાણકારી અનુસાર, નવી પેન્શન યોજનાને હિમાચલમાં હારનું કારણ માનવામાં આવી રહ્યુ છે. રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબમાં જૂની પેન્શન યોજનાને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

નેશનલ પેન્શન યોજનામાં ફેરફાર પર વિચાર


પેન્શન યોજનાની તર્જ પર, નવી પેન્શન યોજનામાં રકમ નક્કી કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જૂની પેન્શન યોજનામાં રિટાયરમેન્ટ પછી છેલ્લા પગારના 50 ટકા પેન્શન મળે છે. પેન્શન યોજનામાં ફેરફારનો ભારે રાજનૈતિક દબાવ સરકાર પર છે.

આ પણ વાંચોઃ બોલિવૂડની આ મૂવીઝ જોઈને પણ તમે નથી શીખ્યા રૂપિયાના આ સિક્રેટ, તો નુકસાનથી કોઈ નહિ બચાવી શકે

OLD Vs New પેન્શન યોજના


નવી પેન્શન યોજનાની જગ્યાએ સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને સહમતી આપવાની માંગ પર અડગ છે. વાસ્તવમાં આ કર્મચારીઓનું માનવું છે કે જૂની પેન્શન યોજના, એનપીએસથી વધારે સારી છે.

વાસ્તવમાં જાન્યુ 2004માં નવી પેન્શન યોજના લાગૂ કર્યા પચી ઓપીએસને ખત્મ કરવામાં આવ્યો હતો. જૂની પેન્શન યોજના હેઠળ જ્યારે ક્મચારી રિટાયર થાય છે ત્યારે તેને છેલ્લા પગારના 50 ટકા રકમની ચૂકવણી પેન્શન તરીકે કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ 1 નહિ પણ 5-5 વિદેશી બ્રોકરેજ હાઉસે આપી સલાહ, આ શેરમાં કરો ખરીદી; આપી શકે દમદાર વળતર

જૂની પેન્શન યોજના કે ઓપીએમ સરકારી કર્મચારીઓને વધારે વિશ્વાસ અને સુરક્ષા પ્રદાન કરે છે. કારણ કે,આમાં સરકારની તરફથી નક્કી લાભ આપવામાં આવે છે.


પરંતુ 2004માં તત્કાલીન યુપીએ સરકારે ઓપીએસને તે કહીને બંધ કરી દીધું હતુ કે, તેનાથી સરકારના ખજાના પર ભાર વધે છે. એટલા માટે સરકારે તેનું જોખમ કર્મચારીઓ પર નાખ્યું છે.
First published:

Tags: Business news, India Government, New Pension Scheme