Home /News /business /

સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના રવિ ગોપાલક્રિશ્નને કહ્યું, 'કરોડોપતિ બનવું હોય તો આ જ છે સમય 15 વર્ષમાં ભારતીય ઈકોનોમી ત્રણ ગણી થશે'

સુંદરમ મ્યુચ્યુઅલ ફંડના રવિ ગોપાલક્રિશ્નને કહ્યું, 'કરોડોપતિ બનવું હોય તો આ જ છે સમય 15 વર્ષમાં ભારતીય ઈકોનોમી ત્રણ ગણી થશે'

મ્યુચ્યુઅલ ફંડના ટોચના એક્સપર્ટનું કહેવું છે ધીરજ ધરીને બસ નિયમિત રોકાણ કરતા રહો 15 વર્ષમાં તો ધનવાન બનાવી દેશે માર્કેટ.

ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર વૃદ્ધિની સંભાવનાઓ ઇક્વિટીને રોકાણકારો માટેનું બેસ્ટ સ્થાન બનાવે છે. જો કે, બજારમાં કેટલાક અસ્થિર તબક્કાઓ આવશે પરંતુ લાંબાગાળાના અભિગમ સાથે તૈયાર રહો તો ફાયદો જ ફાયદો છે. બસ શિસ્તબદ્ધ રહેવાની જરુર છે. ગમે તેવા બજારમાં પણ તમારું ફોકસ રોકાણ પર હોવું જોઈએ, તો લાંબાગાળે તગડી સંપત્તિ બનાવશો.

વધુ જુઓ ...
મુંબઈઃ સુંદરમ એસેટ મેનેજમેન્ટ (sundaram mutual fund) કંપની (એએમસી)ના સીઆઈઓ-ઇક્વિટી રવિ ગોપાલક્રિષ્નન  (Ravi Gopalakrishnan) મ્યુચ્યુઅલ ફંડ્સની ઇક્વિટી સ્કીમ્સમાં નાણાંનું મેનેજમેન્ટ કરવાનો લાંબો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેમણે આશરે છ વર્ષ સુધી કેનરા રોબેકો એએમસી ખાતે ઇક્વિટીઝ ફંડ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ પહેલાં તેમણે પ્રામેરિકા એએમસી (પાછળથી તેનું નામ બદલીને પીજીઆઈએમ એએમસી) સાથે ઇક્વિટી ફંડ મેનેજમેન્ટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. વર્ષ 2019માં ગોપાલકૃષ્ણન ફંડ હાઉસની ઇક્વિટીઝ ટીમના વડા તરીકે પ્રિન્સિપાલ એએમસીમાં જોડાયા હતા. 2021માં જ્યારે સુંદરમ મ્યુચ્યુઅલ ફંડે પ્રિન્સિપલ મ્યુચ્યુઅલ ફંડ હસ્તગત કર્યું હતું, ત્યારથી ગોપાલકૃષ્ણન સંયુક્ત પેઢીના ઇક્વિટી ફંડ્સનું ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (સીઆઈઓ) ઇક્વિટી તરીકે નેતૃત્વ કરી રહ્યા છે.

Stock Market Update: આજે બજારમાં કેવી સ્થિતિ રહેશે? આટલું જાણી લેશો તો ફાયદામાં રહેશો

નાણાંકીય 2022માં શેર બજારમાં જોરદાર ઉતારચઢાવ જોવા મળ્યા છે. અમેરિકા વ્યાજના દરમાં વધારો કરે સંભવિત અપેક્ષાને પગલે ઇક્વિટીમાં કડાકો બોલવાનું શરૂ થયું હતું. આ દરમિયાન રશિયા-યુક્રેન કટોકટી શરૂ થતા ઇક્વિટી માર્કેટમાં ગંભીર ધોવાણ થયું હતું. ત્યારબાદ જૂનમાં બેન્ચમાર્ક માર્કેટ ઇન્ડેક્સ CNX નિફ્ટી 50 નાણાંકીય વર્ષ 2022ના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. હવે પાછો ઉછળીને ફરી 17,944ની સપાટીએ પહોંચ્યો છે. બજારના નિષ્ણાંતોની (Share Market Expert) ધારણા મુજબ ઇક્વિટી માટે હવેનો માર્ગ મોકળો થશે, 1 જુલાઈના રોજ નવા ફંડને લોન્ચ કરવા રસ્તો સાફ થયા બાદ મ્યુચ્યુઅલ ફંડ્સે તેજી સાથે નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાનું શરૂ કર્યું છે. સુંદરમ મ્યુચ્યુઅલ ફંડે સુંદરમ ફ્લેક્સી કેપ ફંડ નામની નવી સ્કીમ લોન્ચ કરી હતી. નવી ફંડ ઓફર 16 ઓગસ્ટ, 2022ના રોજ ખુલી હતી અને આગામી 30 ઓગસ્ટ, 2022ના રોજ બંધ થવા જઈ રહી છે.

પોતાની નવી સ્કીમના લોન્ચિંગ દરમિયાન મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં રવિ ગોપાલકૃષ્ણને આર્થિક પાસાઓ પર પકાશ પાડ્યો હતો. તેમણે શા માટે તેમને કેટલાક સેક્ટર પસંદ છે અને આ અસ્થિર સમયમાં રોકાણકારોએ શું કરવું જોઇએ? તે અંગે જાણકારી આપી હતી. અહીં તેના કેટલાક અંશો રજૂ કરાયા છે. વર્ષ 2022માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ મોટા ભાગે સેલિંગ કર્યું છે, બીજી તરફ સ્થાનિક રોકાણકારો ઇક્વિટી સેક્ટરમાં સક્રિયપણે પ્રવેશી રહ્યા છે, જોકે છેલ્લા એક મહિનામાં થાકના પ્રારંભિક સંકેતો મળી રહ્યા છે. તમે આનું અર્થઘટન કેવી રીતે કરો છો?

Expert views: દરેક ઘટાડે માર્કેટમાં ખરીદો, આગામી 6-12 મહિનામાં તગડી કમાણી થઈ શકે

સામાન્ય રીતે વિદેશી સંસ્થાકીય રોકાણકારો વેચાણ કરે ત્યારે સ્થાનિક રોકાણકારો પણ વેચાણ કરે છે. જ્યારે એફઆઈઆઈનું વેચાણ થતું હોય ત્યારે મેં પહેલી જ વાર સ્થાનિક રોકાણકારોને ઇક્વિટીમાં ખરીદી કરતા જોયા છે, અને તે રોકાણકારોની પરિપક્વતા દર્શાવે છે. ફુગાવો વધવાથી, વૈશ્વિક વ્યાજદરમાં વધારો થવાને કારણે અને ચીન અને બ્રાઝિલની સરખામણીએ ભારતીય વેલ્યુએશન મોંઘા હોવાને કારણે એફઆઇઆઇ ભારતીય ઇક્વિટીનું વેચાણ કરી રહી છે. એફઆઈઆઈ થોડો નફો બુક કરવા માંગે છે અને ભારતમાં તેઓ નાણાં કમાઇ રહ્યા છે, જ્યારે અન્ય બજારોમાં તેઓ નાણાં ગુમાવી રહ્યા છે.

પરંતુ સ્થાનિક રોકાણકારોને ભારતીય અર્થવ્યવસ્થા પર વિશ્વાસ છે. આગામી 15 વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાનો વ્યાપ ત્રણ ગણો વધવાની ધારણા છે. લાંબાગાળાની વૃદ્ધિની સંભાવના હોય, ત્યારે ભારતીય ઇક્વિટીમાં રોકાણ જાળવી રાખવા માટે મજબૂત પાસું છે. શેરબજારમાં વચગાળાની વોલેટિલિટી હોવા છતાં ઘણા રોકાણકારો આ તકને સમજી રહ્યા છે.

છેલ્લી બાજી પણ જીતી ગયા Rakesh Jhunjhunwala, આ શેરે બે દિવસમાં આપ્યું 45 ટકા રિટર્ન

તમે હવે ઇક્વિટી બજારોને કઈ રીતે જુઓ છો?

ભૌગોલિક-રાજકીય તણાવમાં વધારો થવાથી વિશ્વનું ધ્રુવીકરણ થાય છે. તે તબક્કામાં વૈશ્વિક વેપારને નુકસાન થાય છે. માલ અને સેવાઓની અવરજવર મુશ્કેલ બને છે. ઉપરાંત, પ્રતિબંધો સહિત વિવિધ અવરોધોને કારણે એક બજારમાંથી બીજા બજારમાં મૂડીનો પ્રવાહ અવરોધાય છે. જો કે, જો તમે ભારત તરફ નજર નાખો, તો લગભગ તમામ દેશો પ્રત્યેનું આપણું તટસ્થ વલણ મદદ કરે છે.  તેથી ભારતીયો માટે વિદેશમાં તેમજ વિદેશીઓ માટે ભારતમાં રોકાણ કરવું સરળ છે. ભારતીય કંપનીઓ વિશ્વના મોટાભાગના ભાગોમાં વેપાર કરી શકે છે. તે ભારતીય કોર્પોરેટરોને તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા અને વધુ સારી કમાણી માટે વધુ સારી સ્થિતિમાં મૂકે છે. આમ છતાં ફુગાવો હજી પણ નિયંત્રણમાં નથી, અને વ્યાજના દરમાં વધારો થવાની ધારણા છે. આથી વોલેટિલિટી બરકરાર રહેશે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં લિસ્ટેડ થયેલી અમુક કંપનીઓના શેરોના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં તે હજુ પણ મોંઘા છે. તેમનો બિઝનેસ સારો ન હોય તેવું નથી. વાત માત્ર એ છે કે, આ શેરોનું વેલ્યુએશન ઊંચું છે અને તેમાં ટાઇમ કરેક્શન (લાંબા સમય સુધી ભાવમાં સાઇડવે મૂવમેન્ટની સ્થિતિ) આવી શકે છે.

ઇક્વિટી બજારોમાં રોકાણની તકો શું છે? અર્નિંગ ગ્રોથ ક્યાંથી આવશે?

રોકાણ અને ખપત એ બે મુખ્ય સેગમેન્ટ્સ ઇક્વિટી રોકાણકારોને ઘણી તકો આપશે. બેંકિંગ અને નાણાકીય સેવાઓ, મેન્યુફેક્ચરિંગ અને અન્ય સેગમેન્ટ્સ સારા ફાયદાનો ક્ષમતા દર્શાવતા હોવાનું આપણે જોઈએ છીએ. દરેક ક્ષેત્રના વિકાસના ચાલકો જુદા જુદા હશે. વ્યાપક મેક્રો-ઇકોનોમિક વૃદ્ધિ, ગ્રામીણ અર્થતંત્રનું બહાર આવવું, ગ્રામીણ આવકોમાં વધારો એ કેટલીક હકારાત્મક બાબતો છે. બીજી તરફ કાચા માલના ભાવ નીચે જઈ રહ્યા છે અને તૈયાર પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આ તમામ પરિબળો આખરે માંગને પુનર્જીવિત કરશે.

Bitcoin છોડો હવે UPI છે નવા યુગમાં કમાણીનું સાધન, આ રીતે રોકાણ કરીને તિજોરી ભરી શકો છો

અત્યારે રોકાણકારોએ ધ્યાનમાં રાખવા જેવા મુખ્ય જોખમો કયા?

રશિયા-યુક્રેનમાં યુદ્ધની સ્થિતિનો અંત આવ્યો નથી. જો યુદ્ધની સ્થિતિ વધુ વણસે તો તે મોટું જોખમ હશે. ઓઇલના ભાવો મહત્વપૂર્ણ છે અને તે ભારતીય અર્થવ્યવસ્થાને અસર કરે છે. જો અર્થતંત્ર ટ્રેક્શન ગુમાવે છે અને ધારણા મુજબ વૃદ્ધિ પામે નહીં, તો નિરાશા સામે આવી શકે છે.

સુંદરમ એમએફ ખાતેની ઇક્વિટી ફંડ મેનેજમેન્ટ ટીમમાં તાજેતરમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. શું તે રોકાણની પ્રોસેસને અસર કરે છે?

ચેન્નાઇ અને મુંબઇમાં અમારી પાસે છ ફંડ મેનેજરો છે. અમે સંશોધન માટે વધુ લોકોની ભરતી કરવાની પ્રક્રિયામાં છીએ. સુંદરમ એએમસી અને પ્રિન્સિપાલ એએમસી બંનેમાં સમાન મેનેજમેન્ટ ફિલોસોફી અને પ્રક્રિયાઓ છે. કોઈ ગેપ ન રહે અને સાતત્યપૂર્ણ પરિણામો મળે તે માટે અમે ઇક્વિટી રોકાણ પ્રક્રિયા માટે છ આધારસ્તંભવાળું માળખું ઊભું કર્યું છે. જેમાં બિઝનેસ ડાયનેમિક્સ, ઓપરેટિંગ મેટ્રિક્સ, નફાકારકતા, વૃદ્ધિની ગુણવત્તા, મૂડી ફાળવણી અને મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. અમારી સંશોધન પ્રક્રિયા અને રોકાણનું માળખું સંપૂર્ણપણે નિર્ધારિત છે અને પરિણામના દ્રષ્ટિકોણથી બધું વધુ સુસંગત રહેશે તેવી આશા છે.

Gold Silver Rate Today: સોનાની કિંમતોમાં નજીવો ઉછાળો તો ચાંદી તૂટ્યું, જાણો આજનો ભાવ

રોકાણકારોને તમે શું સલાહ આપો છો?

ભારતની નોંધપાત્ર વૃદ્ધિની સંભાવનાઓ ઇક્વિટીને રોકાણકારો માટેનું સ્થાન બનાવે છે. જો કે, કેટલાક અસ્થિર તબક્કાઓ હશે, તેથી લાંબાગાળાનો અભિગમ રોકાણકારોને મદદ કરે છે. રિટેલ રોકાણકારો પાસે ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષનું રોકાણ હોવું જરૂરી છે. રોકાણકારોએ શિસ્તબદ્ધ રહેવું જોઈએ. નાણાકીય રોકાણ ફેશનને બદલે આદત હોવી જોઈએ. તમે ગમે તે પ્રકારના બજારમાં હોવ તો પણ તમારે રોકાણ કરવાની જરૂર છે. આ રીતે તમે લાંબાગાળે સારી સંપત્તિ બનાવો છો. તમે બજાર ફેશનેબલ હોય અથવા બધું સારું હોય ફક્ત ત્યારે જ રોકાણ કરતા હોવ તો નિરાશા મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Expert opinion, Indian Stock Market, Investment tips, Share market

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन