Home /News /business /લગ્નની સિઝનમાં ડિઝાઈનર ફૂટવેર કરાવશે જોરદાર કમાણી, જાણો કેવી રીતે શરૂ કરી શકાય આ બિઝનેસ

લગ્નની સિઝનમાં ડિઝાઈનર ફૂટવેર કરાવશે જોરદાર કમાણી, જાણો કેવી રીતે શરૂ કરી શકાય આ બિઝનેસ

લગ્નની સિઝનમાં પ્રારંભ કરો આ બિઝનેસ

બૂટ-ચપ્પલ એટલે કે પગરખા હવે તમારા પગને સુરક્ષિત રાખવા માટે જ નહિ પરંતુ એક ફેશન સ્ટેટમેન્ટ અને તમારું સોશિયલ સ્ટેટસ બનાવવાનો એક માર્ગ બની ગયા છે. જીવનધોરણમાં સુધારો થવાને કારણે પણ લોકો પગરખા પર વધારે ખર્ચા કરી રહ્યા છે.

  નવી દિલ્હીઃ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે અને મેરેજ પાર્ટી અને રિસેપ્શનમાં દરેક કોઈ ઈચ્છે છે કે તે સુંદર દેખાય. આ જ કારણ છે કે, વેડિંગ સીઝનમાં કપડાં, જ્વેલરી, મેકઅપ જેવી વસ્તુઓનું મહત્વ વધી જાય છે. પરંતુ આ બધાની સાથે જો યોગ્ય પગરખા ન હોય તો, પૂરો દેખાવ જ ખરાબ થઈ જાય છે. બૂટ-ચપ્પલ એટલે કે પગરખા હવે તમારા પગને સુરક્ષિત રાખવા માટે જ નહિ પરંતુ એક ફેશન સ્ટેટમેન્ટ અને તમારું સોશિયલ સ્ટેટસ બનાવવાનો એક માર્ગ બની ગયા છે. જીવનધોરણમાં સુધારો થવાને કારણે પણ લોકો પગરખા પર વધારે ખર્ચા કરી રહ્યા છે.

  CNBC-TV18 હિન્દીના અહેવાલ અનુસાર., આ કારણથી પગરખા ઈન્ડસ્ટ્રીના વેચાણમાં વધારો થયો છે. બજારનો વિસ્તાર થઈ રહ્યો છો. લગ્નની સિઝનમાં ડિઝાઈનર પગરખાની માંગ વધારે થઈ જાય છે. આ જ કારણ છે કે, પગરખા બિઝનેસને ઘણો નફાકારક માનવામાં આવે છે. એવામાં અમે ભારતમાં પગરખા બિઝનેસને કેવી રીતે શરૂ કરવો તે વિશે જણાવી રહ્યા છીએ.

  આ પણ વાંચોઃ ફાઇનાન્સિયલ ગોલ કઈ રીતે પ્રાપ્ત કરવા? જાણો આ સ્માર્ટ ટિપ્સ

  ઓનલાઈન કે ઓફલાઈન પગરખા બિઝનેસ


  ઓનલાઈન બિઝનેસ

  ઓનલાઈન બિઝનેસ ખોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેને નીચા સ્તરે શરૂ કરવા માટે શરૂઆતમાં કોઈ ભાડું, વીજળી. નિર્માણ અને રખેવાલી ખર્ચ સામેલ થતો નથી. એક ઓનલાઈન બિઝનેસ તમે ઘરમાં રહીને પણ ચલાવી શકો છો. તમારે બસ એક વેબસાઈટ જોઈએ અને તમે ઓછી મૂડીમાં જ આ બિઝનેસ શરૂ કરી શકો છો. ઓનલાઈન પગરખા બિઝનેસની સફળતા માટે એત સારું સોશિયલ મીડિયા માર્કેટિંગ જરૂરી છે.

  ઓફલાઈન બિઝનેસ

  ઓફલાઈન પગરખા બિઝનેસ માટે સૌથી પહેલા એક દુકાનની જરૂરત હશે, જ્યાંથી તમે તમારી પ્રોડક્ટને ગ્રાહકને વેચી શકો છો. આ દુકાનમાં ઓછામાં ઓછા 150-200 વર્ગ ફુટ ક્ષેત્રમાં હોવી જોઈએ.

  ફંડિગના સ્ત્રોત


  બિઝનેસ લોન, સરકારી અનુદાન, મિત્રો અને પરિવારની સહાયતા તે તમારી બચતના રૂપમાં ફંડના વિવિધ સ્ત્રોતો ઉપલબ્ધ છે. તમારી ફાઈનાન્શિયલ સ્થિતિ અને પસંદગીના આધાર પર ફંડના સ્ત્રોત નક્કી કરો.

  આ પણ વાંચોઃ ડીલર્સ લગાવી રહ્યા છે આ ગેસ સ્ટોક પર દાવ, શું તમારે પણ કરવું જોઈએ રોકાણ?

  સ્પર્ધકોને ઓળખો


  માર્કેટ સંશોધન કરો અને તમારા પ્રતિસ્પર્ધિએવા બિઝનેસ મોડલને જુઓ. પગરખા બિઝનેસ ઘણો સામાન્ય છે, જેનો અર્થ છે કે, ઘણા બધા સ્થાનિક અને વૈશ્વિક સ્પર્ધકો હશે. એટલા માટે, તે નક્કી કરવું મહત્વપૂર્ણ છે કે, તમે કોની સાથે સ્પર્ધા કરવા માંગો છો.

  લાયસન્સ અને પરમિટ


  કોઈ પણ બિઝનેસને શરૂ કરવા માટે આ સૌથી મહત્વપૂર્ણ કાનૂની વ્યવસ્થાઓમાંથી એક છે લાયસન્સ. તમે લાયસન્સ વગર તમારુ ઉત્પાદન વેચી શકતા નથી. આ લાયસન્સને ભારતમાં ગુમાસ્તા લાયસન્સના રૂપમાં ઓળખવામાં આવે છે. ગુમાસ્તા માટે નોંધણી પ્રક્રિયા તે રાજ્યના શોપ એક્ટ પ્રમાણે શોપ એક્ટ ફોર્મ ભરીને પૂરી કરી શકાય છે. આ ઉપરાંત તમારે બેંક એકાઉન્ટની પણ જરૂર હોય છે.


  સપ્લાયર્સ અને માર્કેટિંગ


  પગરખા શોપ ચલાવાવા માટે તમારે એક સારા સપ્લાયર્સની શોધ કરવી પડશે જેથી તમને સારી ગુણવત્તાની પ્રોડક્ટ અને માર્જિન પણ સારું મળી શકે. તમારી પાસે બધી જ પ્રકારના ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે પુરવઠો પણ હોવો જોઈએ. જ્યારે તમારે વેચાણ વધારવા માટે માર્કેટિંગ પર પણ રૂપિયા ખર્ચ કરવા પડશે. એટલા માટે જરૂરી છે કે જ્યારે તમે તમારો બિઝનેસ પ્લાન બનાવો ચો માર્કેટિંગ પ્લાનનો પણ તેમાં જરૂર સામેલ કરો.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business idea, Business news, Footwear

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन