Home /News /business /કેન્દ્રીય કર્મચારીઓની તો ચાંદી જ ચાંદી, DAમાં થયો આટલો વધારો; જાણો હવે કેટલો મળશે પગાર?
કેન્દ્રીય કર્મચારીઓની તો ચાંદી જ ચાંદી, DAમાં થયો આટલો વધારો; જાણો હવે કેટલો મળશે પગાર?
કેન્દ્રીય કર્મચારીઓની તો ચાંદી જ ચાંદી
ગત 6 મહિના એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે ગ્રાહક ભાવ સૂંચકાંક વચ્ચે ફુગાવો 4.4 ટકા વધ્યો. એટલા માટે આમાં 4 ટકાનો વધારો થયો છે. હવે મોંઘવારી ભથ્થુ 42 ટકાના દરે ચૂકવવામાં આવશે. જાન્યુઆરી પહેલા સુધી તેને 38 ટકાના દરથી ચૂકવવામાં આવતો હતો.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને હોળી પછી મોજ પડી ગઈ છે. જો તમે પણ પગાર વધવાની રાહ જોઈ રહ્યા હોવ, તો તમારા ખાતામાં મોટી રકમ આવવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છએ. મોંઘવારી ભથ્થાને 38 ટકાથી વધારીને 42 ટકા કરી દેવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થામાં આ વધારો જાન્યુઆરી 2023થી લાગુ થયેલો છે.
ગત 6 મહિના એટલે કે જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે ગ્રાહક ભાવ સૂંચકાંક વચ્ચે ફુગાવો 4.4 ટકા વધ્યો. એટલા માટે આમાં 4 ટકાનો વધારો થયો છે. હવે મોંઘવારી ભથ્થુ 42 ટકાના દરે ચૂકવવામાં આવશે. જાન્યુઆરી પહેલા સુધી તેને 38 ટકાના દરથી ચૂકવવામાં આવતો હતો.
મોંઘવારી ભથ્થુ એટલે કે DAને ભલામણો અનુસાર વધારવામાં આવે છે. શ્રમ બ્યુરો ગ્રાહક ભાવ સૂચકાંકના આધાર પર કેલક્યુલેશન કરે છે, કે ફુગાવો કેટલા પ્રમાણમાં વધ્યો છે? આ પ્રમાણમાં મોંધવારી ભથ્થુ આપવામાં આવે છે. દર 6 મહિને તેને રિવાઈસ કરવામાં આવે છે.
DAની ગણતરી બેસિક પગારના આધાર પર કરવામાં આવે છે. ડીએમાં વધારો કર્મચારીઓના પગારમાં વધારો થાય છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકારના એક કર્મચારીને દર મહિને 25,500 રૂપિયાનું બેસિક વેતન મળે છે. 38 ટકા પર તેમનું મોંઘવારી ભથ્થુ 9,690 રૂપિયા હતું. હવે DA વધીને 42 ટકા થવા પર તેમને મોંઘવારી ભથ્થાના રૂપમાં 10,710 રૂપિયા મળશે. એટલે કે હવે તેમના પગારમાં 10,710 - 9,690 = 1,020 રૂપિયાનો વધારો થઈ જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર