Home /News /business /અમેરિકામાં ફરી વધ્યા વ્યાજ દર, 15 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા; જોકે આ વખતે ફક્ત 0.50 ટકા જ વધ્યા

અમેરિકામાં ફરી વધ્યા વ્યાજ દર, 15 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચ્યા; જોકે આ વખતે ફક્ત 0.50 ટકા જ વધ્યા

યુએસ ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ

US Fed Repo Rate: અમેરિકમાં કેન્દ્રિય બેંક ફેડરલ રિઝર્વ દ્વારા ફરી એકવાર બેંચમાર્ક રેટમાં 0.50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે અને તેનાથી અમેરિકામાં રેપો રેટ 4.25 ટકાથી વધીને 4.75 ટકા પર પહોંચી ગોય છે. જે સાથે સતત 7મી વાર ઈન્ટરેસ્ટ રેટ વધી ગયો અને અને ફેડ દ્વારા એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે આગમી દિવસોમાં પણ હજુ વ્યાજ દરો વધી શકે છે.

વધુ જુઓ ...
ફેડ રિઝર્વે ફરી એકવાર પોલિસી રેટ વધારવાનો નિર્ણય લીધો છે. બુધવારે રાત્રે (ભારતીય સમય મુજબ), ફેડ રિઝર્વે પોલિસી રેટમાં 0.50% વધારો કરવાની જાહેરાત કરી હતી. ફુગાવાને કાબૂમાં રાખવા માટે અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે આ વર્ષે સતત સાતમી વખત પોલિસી વ્યાજ દરમાં વધારો કર્યો છે. જોકે આ વખતે વ્યાજ દરમાં વધારો પહેલા કરતા ઓછો થયો છે. પરંતુ ફેડ રિઝર્વે આગળ પણ દરમાં વધારાનો સંકેત આપ્યો છે.

આ પણ વાંચોઃ Smart Business Ideas: સ્માર્ટ જમાનાનો સ્માર્ટ બિઝનેસ આઈડિયા, ઘરે બેઠા એક ક્લિકમાં લાખોની કમાણી

અમેરિકાની કેન્દ્રિય બેંક દ્વારા પોતાના વ્યાજ દરમાં અડધા ટકા પોઈન્ટના વધારા પછી, યુએસમાં બેન્ચમાર્ક રેટ 4.25% થી વધીને 4.75% થયો છે. જે છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ, ફેડ રિઝર્વે વ્યાજ દરમાં 0.75%નો વધારો કર્યો હતો.

ફેડ રિઝર્વના પોલિસીમેકર્સે એવી પણ આગાહી કરી છે કે ટૂંકા ગાળામાં 2023ના અંત સુધીમાં બેન્ચમાર્ક દર 5% અને 5.25% ની વચ્ચે પહોંચી શકે છે. એવું માનવામાં આવે છે કે આગામી ત્રણ ક્વાર્ટર માટે ફેડ રિઝર્વ દરમાં 1% વધારો કરી શકે છે અને તેને આવતા વર્ષના અંત સુધી જાળવી રાખી શકે છે. વ્યાજ દર વધવાથી અમેરિકામાં ગ્રાહક અને બિઝનેસ લોન મોંઘી થશે. તેનાથી મંદીનું જોખમ વધુ વધી શકે છે.



કેટલાક અર્થશાસ્ત્રીઓ એવું પણ માને છે કે હવે ફેડ રિઝર્વ આગળ પણ માત્ર અડધા ટકાનો વધારો કરશે. ફેડ રિઝર્વના દરમાં વધારાની જાહેરાતના એક દિવસ પહેલા જ અમેરિકામાં નવેમ્બરના ફુગાવાના આંકડાનો અહેવાલ સામે આવ્યો હતો. અમેરિકામાં સતત પાંચમા મહિને ફુગાવાનો દર ધીમો પડ્યો છે. યુએસ મોંઘવારી દર નવેમ્બરમાં 7.1% હતો. જ્યારે જૂનમાં સૌથી વધુ 9.1% હતો.
First published:

Tags: Business news, Repo rate, Share market, US Market

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો