Home /News /business /Good News: સોનું સસ્તુ થવાના હવે બહુ દિવસ બાકી નથી, સરકાર બજેટમાં લઈ શકે છે આ મહત્વપૂર્ણ નિર્ણય
Good News: સોનું સસ્તુ થવાના હવે બહુ દિવસ બાકી નથી, સરકાર બજેટમાં લઈ શકે છે આ મહત્વપૂર્ણ નિર્ણય
સોનાનાં ભાવ ઘટવાની શક્યતા
Gold price: ભારત સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. એવામાં મોટા સ્તર પર ભારતમાં સોનું આયાત થાય છે. પરંતુ સોના પર આયાત જકાત વધવા પર ભારતમાં સોનાની દાણચોરીના કેસમાં વધારો થયો છે. તેને જોતા સરકાર સોના પર આયાજ જકાત 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવા પર વિચાર કરી રહી છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર હવે સોના પરની આયાત જકાત ઘટાડવાનું વિચારી રહી છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના સૂત્રો તરફથી મળેલી જાણકારી અનુસાર, સોનાની ગેરકાયદેસર શિપમેન્ટ રોકાવા માટે સરકાર આયાત જકાત ઘટાડવા પર વિચાર કરી રહી છે. ભારત સોનાનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. એવામાં મોટા સ્તર પર ભારતમાં સોનું આયાત થાય છે. પરંતુ સોના પર આયાત જકાત વધવા પર ભારતમાં સોનાની દાણચોરીના કેસમાં વધારો થયો છે. તેને જોતા સરકાર સોના પર આયાત જકાત 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવા પર વિચાર કરી રહી છે.
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, જો કે, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે, સોના પર આયાત જકાત ઘટાડવાની ભલામણોને સ્વીકારવામાં આવશે કે નહિ. જો સોનાં પર આયાત જકાતમાં કપાતનો નિર્ણય લેવામાં આવે છે તો શક્ય છે કે, બજેટમાં સરકાર તેની જાહેરાત કરે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆકી 2023ના રોજ બજેટ રજૂ કરશે.
સોના પર આયાત જકાત ઘટાડવાનો નિર્ણય એટલા માટે મહત્વનો હશે કારણ કે, સરકાર વેપાર ખાદ્ય ઘટાડવા માટે સરકાર આયાત ઘટાડવા માંગે છે. પરંતુ આ વચ્ચે સોની દાણચોરીના કિસ્સાઓમાં વધારાથી સરકારની આવક પર પણ અસર પડે છે. સરકારે જુલાઈ 2022માં જ ટેરિફમાં વધારો કર્યો હતો, ત્યારબાદથી જ સોનાની આયાતમાં મહદંશે ઘટાડો આવ્યો છે. જો કે, નાણા મંત્રાલયની તરફથી હજુ સુધી આ વિશે કોઈ જાણકારી સામે આવી નથી.
આ વર્ષે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાટરમાં સોનાની આયાતમાં લગભગ 23 ટકાનો ધટાડો થયો છે. World Gold Councilના આંકડા દ્વારા આ વિશે જાણકારી મળી છે. ટેરિફ વધાર્યા પછી જ આયાતમાં ઘટાડો થયો છે. બુલિયન ઈન્ડસ્ટ્રીઝની માંગ છે કે, જુલાઈ 2022માં લગાવવામાં આવેલી આયાત જકાતને ઘટાડવામાં આવે. ઇન્ડસ્ટ્રીએ તે પણ માંગ કરી છે કે, સોનાની માંગને 3 ટકાથી ઘટાડીને 1.25 ટકા કરવામાં આવે.
ગેર કાયદેસર રીતે સોનાની આયાત પણ વધી
એક્સપર્ટનું માનવું છે કે, સોનાની આયાત જકાતમાં વધારાને કારણે સ્થાનિક ઈન્ડસ્ટ્રીને નુકસાન થઈ રહ્યું છે અને ગેર કાયદેસર રીતે સોનાની આયાત પણ વધી છે. તેમનું માનવું છે કે, સોના પર આયાત જકાત 4-6 ટકાની વચ્ચે હોવી જોઈએ. તેનાથી સરકારની આવક પણ સારી થશે અને સાથે જ ગેરકાયદેસર રૂપથી સોનાની આયાતમાં પણ ઘટાડો થશે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર