Home /News /business /

Air Indiaનું સંચાલન લોઢાના ચણા ચાવવા જેવું, આ પડકારોને કઈ રીતે પહોંચી શકશે Tata ગ્રુપ?

Air Indiaનું સંચાલન લોઢાના ચણા ચાવવા જેવું, આ પડકારોને કઈ રીતે પહોંચી શકશે Tata ગ્રુપ?

ટાટા ગ્રુપે (Tata group)એર ઇન્ડિયાને (Air India)નવી પાંખો આપી છે

Air India Disinvestment- ટાટા ગ્રુપે (Tata group)એર ઇન્ડિયાને (Air India)નવી પાંખો આપી છે. જોકે એર ઇન્ડિયા જેવી એરલાઇન્સ ચલાવવી લોઢાના ચણા ચાવવા બરાબર છે. એર ઇન્ડિયાને દોડતી કરવા માટે ટાટા ગ્રુપને અનેક કોઠા વીંધવા પડશે. જે ટાટા (Tata)સારી રીતે જાણે છે

વધુ જુઓ ...
ટાટા ગ્રુપે (Tata group)એર ઇન્ડિયાને (Air India)નવી પાંખો આપી છે. જોકે એર ઇન્ડિયા જેવી એરલાઇન્સ ચલાવવી લોઢાના ચણા ચાવવા બરાબર છે. એર ઇન્ડિયાને દોડતી કરવા માટે ટાટા ગ્રુપને અનેક કોઠા વીંધવા પડશે. જે ટાટા (Tata)સારી રીતે જાણે છે. પરિણામે ટાટાએ એર ઇન્ડિયા ચલાવવા તેને જૂથના અન્ય કેરિયર સાથે મર્જ કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ત્યારે અહીં ટાટા ગ્રુપ માટે અગત્યની ત્રણ બાબતો એટલે કે બ્રાન્ડિંગ, સિસ્ટમનું સંકલન અને ફ્લાઇટના રુટ માટે તર્કસંગતતા અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે. ટાટા ગ્રુપ આ પડકાર સામે કઈ રીતે લડે છે તે જોવાનું રહ્યું.

બ્રાન્ડિંગ

એર ઇન્ડિયાનું સંચાલન હસ્તગત કર્યા બાદ હવે ટાટા ગ્રુપને એર ઇન્ડિયા, એર ઇન્ડિયા એક્સપ્રેસ, વિસ્તારા અને એરએશિયા ઇન્ડિયા સહિતની ચાર બ્રાન્ડ્સ સંભાળવી પડશે. એર ઇન્ડિયા અને વિસ્તારા ફુલ સર્વિસ કેરિયર છે. જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને એરએશિયા ઇન્ડિયા લો કોસ્ટ કેરિયર છે. ટાટા ગ્રુપે 2013માં એરએશિયા Bhd સાથે ભાગીદારી કરી એરએશિયા ઇન્ડિયા અને સિંગાપોર એરલાઇન્સ સાથે ભાગીદારી કરી વિસ્તારાની સ્થાપના કરી હતી.

આ દરમિયાન ટાટા જૂથે એરએશિયા ઇન્ડિયામાં પોતાનો હિસ્સો વધારીને 80 ટકાથી વધુ કરી દીધો છે. હવે તે એરલાઇનને એર ઇન્ડિયા એક્સપ્રેસ સાથે રિબ્રાન્ડ અથવા મર્જ કરવાની વિચારી શકે છે. બધી એરલાઇન્સનું સંકલન પૂર્ણ ન થાય ત્યાં સુધી એરએશિયા ઇન્ડિયા માત્ર ઓપરેટિંગ કેરિયર બની શકે છે. બીજી તરફ એર ઇન્ડિયા એક્સપ્રેસ માર્કેટિંગ કેરિયર રહેશે. અલબત્ત વિસ્તારા અને એર ઇન્ડિયા વચ્ચે આવી ગોઠવણ યોગ્ય રીતે ચાલશે નહીં. ભારતમાં અત્યારે એર ઇન્ડિયાનું સૌથી મોટું નેટવર્ક છે, જ્યારે વિસ્તારા હજી ભાખોડીયા ભરી રહ્યું છે. જેથી બંને વચ્ચેના સંકલનમાં થોડો સમય લાગશે. આ સમય દરમિયાન હોઉસ ઓફ ટાટા અથવા ટાટા એન્ટરપ્રાઇઝના નેજાનો ઉપયોગ થઈ શકે છે.

આ પણ વાંચો - 68 વર્ષ પછી એર ઇન્ડિયાની ઘર વાપસી, હવે રતન ટાટા સંભાળશે કમાન, સરકારે લગાવી મોહર

ટાટા ગ્રુપ સામે સૌથી મોટો પડકાર એર ઇન્ડિયા અને વિસ્તારા નેટવર્કને મર્જ કરવાનો છે. વિસ્તારા નવી બ્રાન્ડ હોવાથી હજr જાણીતી નથી. જ્યારે એર ઇન્ડિયા એક ખ્યાતનામ બ્રાન્ડ છે. જોકે ,બન્ને વચ્ચે એક સમાનતા છે. એર ઇન્ડિયા અને વિસ્તારા બંને બિઝનેસ ક્લાસને ભરવા સંઘર્ષ કરી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, હાલમાં એરએશિયા ઇન્ડિયા પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉડાન ભરવાના અધિકારો નથી. જ્યારે એર ઇન્ડિયા સ્ટાર એલાયન્સનો ભાગ છે. બીજી એર ઇન્ડિયા એક્સપ્રેસ તેનું સભ્ય નથી. પરિણામે એર ઇન્ડિયાની બે બ્રાન્ડ્સ એકબીજા સાથે સંકલિત નથી.

સિસ્ટમ્સ સંકલન

ટાટા ગ્રુપને સિસ્ટમમાં સંકલનમાં પણ પડકારોનો સામનો કરવો પડી શકે છે. એરલાઇન્સ અટપટી IT સિસ્ટમ્સ પર ચાલે છે. તેમાં પ્લાનિંગ, રેવન્યુ મેનેજમેન્ટ, ઓપરેશન્સ કંટ્રોલ, ક્રૂ રોસ્ટરિંગ જેવી ઘણી સિસ્ટમમાં કામમાં લેવાતા લોકોનો સમાવેશ થાય છે. ત્યારે ટાટા ગ્રુપની આ ચાર એરલાઇન્સમાં ઘણી સિસ્ટમ્સ છે. જેથી તેને એક જ સિસ્ટમ અથવા બે સિસ્ટમમાં બદલવાની બાબત પડકારજનક બની શકે છે. આ વાતને સમજવા માટે કિંગફિશર એરલાઇન્સ-એર ડેક્કન મર્જરનો દાખલો લઈ શકાય છે. આ બંનેના મર્જર બાદ સિસ્ટમ્સમાં સંકલન ન હોવના કારણે કિંગફિશર એરલાઇન્સને રેવન્યુ લોસ થતો હતો.

તર્કસંગત રીતે રુટ ગોઠવવા

ફ્લાઈટના રૂટની તર્કસંગત ગોઠવણ થાય નહીં તો નુકસાન થઈ શકે છે. એક જ ગ્રુપની બે એરલાઇન્સને ફ્લાઇટ્સ એક જ સમયે ઉડાન ભરે તો આવકમાં ગાબડું પડી શકે છે. આવું ન થાય તે માટે અલગ અલગ ટીમોને સાથે મળી કામ કરવાની જરૂર પડશે. અત્યારે ભૂતકાળના હરીફ હવે ભાગીદાર થઈ ગયા હોવાથી રેવન્યુ મેનેજમેન્ટ ટીમોએ એકબીજાની આવકમાં નુકસાન ન થાય તે રીતે સંકલન સાધવું પડશે. અલબત, રુટ માટેનું સંકલન રાતોરાત થઈ શકે નહીં.

પેશનથી પૈસા રળી ન શકાય

અત્યાર સુધીમાં ઘણી એરલાઇન્સ નિષ્ફળ ગઈ છે, છતાં પણ એર ઇન્ડિયાનું સંચાલન હાથમાં લેવાના નિર્ણય પાછળ રતન ટાટાનું પેશન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. પરંતુ ઉડ્ડયન ક્ષેત્રમાં જુસ્સો ભાગ્યે જ લાભ આપે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કિંગફિશર એરલાઇન્સનું છે. ટાટા ગ્રુપ માટે એરલાઇન્સ બાબતે આગામી સમય ખૂબ જ ઉથલપાથલ વાળો હોઈ શકે છે. બધી જ વ્યવસ્થાનું સંકલન થતા પાંચેક વર્ષે લાગી શકે છે. જેથી એર ઇન્ડિયા બાબતે ટાટા ગ્રુપે લીધેલા નિર્ણય બાબતે અત્યારથી કંઈ કહેવું મુશ્કેલ છે.
First published:

Tags: Tata group, એર ઇન્ડિયા, રતન ટાટા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन