Home /News /business /

આ સ્ટોક તેની ઇશ્યુ કિંમત કરતાં 54% વધ્યો, જૂન 2022માં જ થયું છે લિસ્ટીંગ

આ સ્ટોક તેની ઇશ્યુ કિંમત કરતાં 54% વધ્યો, જૂન 2022માં જ થયું છે લિસ્ટીંગ

લિસ્ટીંગ ડેથી અત્યાર સુધીમાં સ્ટોક 41 ટકા વધ્યો છે

કંપનીનો રૂ. 808 કરોડનો IPO તેની પબ્લિક ઓફર દરમિયાન 6.26 વખત સબસ્ક્રાઇબ થયો હતો. એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે એડવાન્સ અને ઇન્ટરમીડિએટસ જેવા વિશેષ રસાયણોનું ઉત્પાદન અને વેચાણ કરે છે

  દિલ્હી: જૂન 2022માં લિસ્ટિંગ થયા પછી એથર ઇન્ડસ્ટ્રીઝ (Aether Industries)ના શેરોએ તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. 19 જુલાઈ, 2022ના રોજ સ્ટોક તેની IPO કિંમત રૂપિયા 642થી લગભગ 54 ટકા વધીને રૂપિયા 987.45ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

  3 જૂન (લિસ્ટીંગ ડે)થી અત્યાર સુધીમાં સ્ટોક 41 ટકા વધ્યો છે. સ્ટોક તેની ઈશ્યુ કિંમત પર પ્રીમિયમમાં લિસ્ટ થયો હતો અને સમગ્ર દિવસ દરમિયાન 10% અપર સર્કિટમાં લૉક કરવામાં થયો હતો.

  કંપનીનો રૂ. 808 કરોડનો IPO તેની પબ્લિક ઓફર દરમિયાન 6.26 વખત સબસ્ક્રાઇબ થયો હતો. એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે એડવાન્સ અને ઇન્ટરમીડિએટસ જેવા વિશેષ રસાયણોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તે જટિલ અને વિભિન્ન રસાયણશાસ્ત્ર અને ટેક્નોલૉજી પર આધારિત એડવાન્સ રાસાયણિક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે ફાર્માસ્યુટિકલ, એગ્રોકેમિકલ, સામગ્રી વિજ્ઞાન, કોટિંગ, ફોટોગ્રાફી, એડીટિવ અને તેલ અને ગેસ જેવા ઉદ્યોગો સાથે જોડાયેલ છે.

  શેરના વધતા ભાવની સ્થિતિમાં બ્રોકરેજ હાઉસ HDFC સિક્યોરિટીઝે 'બાય' કૉલ સાથે સ્ટોક પર કવરેજ શરૂ કર્યું હતું. બ્રોકરેજ પાસે સ્ટોક માટે રૂ. 1,045નો ટાર્ગેટ ભાવ છે. આ તેની રૂ. 642ની ઈશ્યુ કિંમતથી 62 ટકા અને વર્તમાન સ્થિતિથી 6 ટકાની વૃદ્ધિ સૂચવે છે.

  બ્રોકરેજ ફર્મ મુજબ, એથર 2023ના અંત સુધીમાં તેની ઉત્પાદન ક્ષમતા બમણી કરતાં વધુ કરશે. HDFCએ ધ્યાન દોર્યું હતું કે તેની ક્ષમતામાં વધારો કરવાથી તે માત્ર હાલના ઉત્પાદનો માટે વર્તમાન અને સંભવિત ગ્રાહકોની માંગને પરિપૂર્ણ કરવા માટે સક્ષમ બનશે નહીં, પરંતુ નવી પ્રોડક્ટ્સ લોન્ચ પણ કરી શકશે.

  બિઝનેસ મોડેલ

  "એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસે ટેક્નોલોજીલક્ષી બિઝનેસ મોડલ છે અને તે રસાયણશાસ્ત્ર અને તકનીકોમાં નવીન ઉત્પાદનોનું વેચાણ કરે છે. આઠ પ્રકારના રસાયણશાસ્ત્ર અને આઠ તકનીકોમાં નિપુણતાએ કંપનીને તેના ત્રણેય બિઝનેસ વર્ટિકલ્સ-મોટા પાયે ઉત્પાદન, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ અને કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ મેન્યુફેક્ચરિંગ સર્વિસિસ (CRAMS)માં ઓપરેશનના છ વર્ષથી ઓછા સમયમાં સફળતાપૂર્વક નિર્માણ કરવામાં સક્ષમ બનાવ્યું છે "

  બ્રોકરેજએ વધુમાં જણાવે છે કે એથરનું બિઝનેસ મોડલ તેને નિયમિતપણે પ્રોડક્ટ્સ લોન્ચ કરવા અને યોગ્યતા ઉમેરવા માટે દબાણ કરે છે. વધુમાં આ ફર્મ તેના સંશોધન અને વિકાસ (R&D) ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ત્રણ ગણું વધારી રહી છે અને તેની ટીમના કદને મજબૂત બનાવી રહી છે જે તેના ગ્રોથને મદદરૂપ થશે.

  માર્કેટ લીડરશીપ

  બ્રોકરેજ મુજબ, નાણાંકીય વર્ષ 2022માં આવકમાં 75 ટકા યોગદાન આપનાર આઠ મુખ્ય ઉત્પાદનોમાંથી એથર ચાર ઉત્પાદનો માટે વૈશ્વિક સ્તરે માર્કેટ લીડર છે અને બે ઉત્પાદનો માટે વૈશ્વિક સ્તરે બીજા ક્રમની સૌથી મોટી ઉત્પાદક કંપની છે.

  કંપનીએ તેની મુખ્ય ક્ષમતાઓનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રોસેસ વિકસાવીને બજારમાં આ સ્થાન મેળવ્યું છે.

  CY25માં તેમની આઠ મુખ્ય પ્રોડક્ટ્સ માટેનું કુલ બજાર રૂ. 3,750 કરોડનું છે અને HDFC માને છે કે, આ પ્રોડક્ટ્સમાં તેની માર્કેટ લીડરશિપની સ્થિતિને કારણે કંપની બજારની તકોનો લાભ ઉઠાવવા માટે સારી સ્થિતિમાં છે.

  વફાદાર ગ્રાહકો

  બ્રોકરેજ ફર્મે વધુમાં જણાવ્યું હતું કે એથર પાસે 188થી વધુ મલ્ટીનેશનલ, પ્રાદેશિક અને સ્થાનિક ફાર્માસ્યુટિકલ, એગ્રોકેમિકલ, મટીરીયલ સાયન્સ, ઓઈલ એન્ડ ગેસ અને ટેક્સટાઈલ કંપનીઓના વફાદાર ગ્રાહકોનો સપોર્ટ છે.

  તેમજ ઉમેર્યું હતું કે ટોચના-20 ગ્રાહકોએ FY22માં કુલ આવકમાં 73 ટકાનું યોગદાન આપ્યું હતું અને કંપનીનો 70 ટકા ગ્રાહકો સાથે પાંચ વર્ષથી વધુનો સંબંધ છે. HDFC વધુમાં કહે છે કે આ ગ્રાહક સંબંધોએ એથરને તેની પ્રોડક્ટ ઓફરિંગ અને જીઓગ્રાફિકલ પહોંચને વિસ્તૃત કરવામાં મદદ કરી છે.

  HDFC FY22-25E દરમિયાન આ ફર્મની EBITDA અને PAT માટે અનુક્રમે 43 ટકા અને 45 ટકાના CAGRની અપેક્ષા રાખે છે.
  First published:

  Tags: Business news, Share market, Share price

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन