Home /News /business /Invest in Gold : સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, સરકારે લોકો માટે શરૂ કરી આ સ્કીમ
Invest in Gold : સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, સરકારે લોકો માટે શરૂ કરી આ સ્કીમ
સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક
વાસ્તવમાં ફરી એક વાર સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની (Invest in Sovereign Gold Bond) તક સામે આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ માહિતી આપી છે કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 20 જૂન, 2022થી પાંચ દિવસ માટે 2022-23ની પ્રથમ સીરીઝની ખરીદી (First series) ખુલવા જઈ રહી છે.
ભારતીય લોકોમાં સોના પ્રત્યે એક અલગ જ આકર્ષણ હોય છે. આપણા દેશમાં સદીઓથી સોનાને રોકાણ (Investment in Gold) કરવા માટે સુરક્ષિત અને ભવિષ્ય માટે સૌથી સારો બચત વિકલ્પ માનવામાં આવે છે. લોકોની આ માનસિકતાને ધ્યાનમાં સરકાર પણ લોકોને સસ્તું સોનું ખરીદવાના (Buy Gold) અનેક અવસરો આપતી રહે છે. ત્યારે સોનાના ભાવોમાં થઇ રહેલા રોકેટગતિના વધારા વચ્ચે ફરી સરકાર જનતાને સસ્તા દરે સોનું ખરીદવાની તક આપી રહી છે.
વાસ્તવમાં ફરી એક વાર સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાની (Invest in Sovereign Gold Bond) તક સામે આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ માહિતી આપી છે કે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 20 જૂન, 2022થી પાંચ દિવસ માટે 2022-23ની પ્રથમ સીરીઝની ખરીદી (First series) ખુલવા જઈ રહી છે. આ સમય દરમિયાન રોકાણકારોને બજારથી નીચા દરે સોનું ખરીદવાની સોનેરી તક મળશે.
આરબીઆઈએ કહ્યું કે, સોવરેન ગોલ્ડ બોન્ડ 22થી 26 ઓગસ્ટ દરમિયાન 2022-23 માટે અરજીઓની બીજી સીરીઝ માટે ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય બેંક ભારત સરકાર વતી બોન્ડ જાહેર કરે છે. તેને માત્ર નિવાસી વ્યક્તિઓ, અવિભાજિત હિન્દુ પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટીઓ અને સખાવતી સંસ્થાઓને જ વેચી શકાય છે. ગત નાણાંકીય વર્ષ 2021-22માં એસજીબીને કુલ 12,991 કરોડ રૂપિયાના 10 હપ્તામાં ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. "એસજીબીનો સમયગાળો 8 વર્ષ માટે હશે. જેમાં તે 5માં વર્ષ પછી અકાળે રિડેમ્પશન થઈ શકે છે. આ વિકલ્પનો ઉપયોગ તે તારીખે કરી શકાય છે કે જેના પર વ્યાજ ચૂકવવાપાત્ર છે."
સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં વ્યક્તિ એક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલો ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. લઘુત્તમ રોકાણ એક ગ્રામનું હોવું જોઈએ. સાથે જ ટ્રસ્ટ કે તેના જેવી સંસ્થાઓ 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે.
ઓનલાઇન ખરીદી કરવા પર તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું મળશે ડિસ્કાઉન્ટ
ડિજિટલ માધ્યમથી ગોલ્ડ બોન્ડ માટે અરજી કરનાર અને ચૂકવણી કરનારા રોકાણકારો માટે ઇશ્યૂ પ્રાઇસ 50 રૂપિયા પ્રતિ ગ્રામ ઓછી રહેશે. આરબીઆઈએ જણાવ્યું હતું કે રોકાણકારોને અર્ધવાર્ષિક ધોરણે નિયત કિંમત પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ આપવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર