Home /News /business /ભારતના ધનિકો વધુ ધનિક થયા; સંપત્તિ વધી 800 બિલિયન ડોલર થઈ, જાણો કારણ

ભારતના ધનિકો વધુ ધનિક થયા; સંપત્તિ વધી 800 બિલિયન ડોલર થઈ, જાણો કારણ

કોરોના પછી ભારતમાં સર્જાયેલી માંગના પગલે દેશની ઈકોનોમિ વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમિ બની છે.

કોરોના પછી ભારતમાં સર્જાયેલી માંગના પગલે દેશની ઈકોનોમિ વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમિ બની છે. ભારતે યુનાઈટેડ કિંગડમ(યુકે)ની ઈકોનોમિને પાછળ છોડી દીધી છે. જોકે દેશનું શેરબજાર ગત વર્ષે આ સમય કરતા ઘણું નબળું છે. આ પાછળનું એક મહત્વનું કારણ નબળો રૂપિયો પણ છે. જે ગત વર્ષના આ સમય કરતા 10 ટકા નબળો છે. જોકે તેમ છતાં ભારતના 100 ધનિકોની સંયુક્ત સંપત્તિમાં 25 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ સંપત્તિ વધીને 800 બિલિયન ડોલર થઈ છે.

વધુ જુઓ ...
  મુંબઈઃ કોરોના પછી ભારતમાં સર્જાયેલી માંગના પગલે દેશની ઈકોનોમિ વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમિ બની છે. ભારતે યુનાઈટેડ કિંગડમ(યુકે)ની ઈકોનોમિને પાછળ છોડી દીધી છે. જોકે દેશનું શેરબજાર ગત વર્ષના આ સમય કરતા ઘણું નબળું છે. આ પાછળનું એક મહત્વનું કારણ નબળો રૂપિયો પણ છે. જે ગત વર્ષના આ સમય કરતા 10 ટકા નબળો છે. જોકે તેમ છતાં ભારતના 100 ધનિકોની સંયુક્ત સંપત્તિમાં 25 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ સંપત્તિ વધીને 800 બિલિયન ડોલર થઈ છે.

  આ સંયુક્ત વધારો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા વધારાના પગલે થયો છે. વર્ષ 2008 પછી અદાણી આ વર્ષે ટોપ ક્રમે રહ્યાં હતા. વર્ષ 2021માં અદાણીની સંપત્તિમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો હતો. અદાણીની સંપત્તિ આ વર્ષે વધીને બે ગણી એટલે કે 150 બિલિયન ડોલર થઈ છે. તેના પગલે તેઓ ધનિકોના લિસ્ટમાં નંબર-1 પર રહ્યાં હતા. જ્યારે થોડા સમય માટે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ તરીકે પણ રહ્યાં હતા. તેઓએ આ વર્ષે ટકાવારી અને ડોલર બંન્ને રીતે સૌથી વધુ કમાણી કરી હતી. અદાણીએ જાહેરાત કરી હતી કે તે આગામી 10 વર્ષમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે અને આ પૈકીનું 70 ટકા ગ્રીન એનર્જીમાં કરશે.

  દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જેઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ( નેટવર્ક 18ના માલિક અને ફોર્બ્સ ઈન્ડિયાના પબ્લિશર)ના માલિક છે અને ઓઈલથી લઈને ટેલિકોમ સુધીના વિવિધ કારોબારમાં છે, તેઓ 88 બિલિયન ડોલરની સંપત્તિની સાથે બીજા નંબરે રહ્યાં હતા. તેમની સંપત્તિમાં ગત વર્ષની સરખામણીમાં 5 ટકાનો ઘટાડો થયો છે. ભારતના 100 ધનિકોની કુલ સંપત્તિમાં અદાણી અને અંબાણીનો હિસ્સો 30 ટકા છે.

  ભારતના રિટેલ કિંગ તરીકે જાણીતા રાધાક્રિષ્ન દામાણી જેઓ સુપરમાર્કેટ ચેન્સ ડીમાર્ટના માલિક છે, તેઓ ટોપ ત્રણમાં પ્રથમ વખત રહ્યાં હતા. જોકે તેમની નેટવર્થ 6 ટકા ઘટી 27.6 બિલિયન ડોલર રહી હતી. કોવિડ-19 વેક્સિનના કારણે સતત બીજા વર્ષે થઈ રહેલી ભારે કમાણીના પગલે સાયરસ પુનાવાલા 21.5 બિલિયન ડોલર સાથે ચોથા નંબરે છે.

  આ વર્ષે ટોપની યાદીમાં નવ જેટલા નવા ચહેરાઓ સામે આવ્યા છે. આ પૈકીના ત્રણ આઈપીઓ લાવનારાઓમાંથી છે. તેમાં ફાલ્ગુની નાયર જેઓ આ વર્ષે બ્યુટી અને ફેશન રીટેલર નાયકાનો આઈપીઓ લાવીને ભારતની સૌથી ધનિક સેલ્ફ મેડ વુમન બન્યા છે. આ સિવાય તેમાં એથેનિક ગારમેન્ટ મેકર રવિ મોદી અને રફિક મલ્લિક સામેલ છે. મલ્લિકે ગત ડિસેમ્બરમાં જ મેટ્રો બ્રાન્ડ્સને લિસ્ટ કરી હતી.

  આ વર્ષે જાણીતા ચહેરા રાહુલ બજાજ, રાકેશ ઝૂનઝૂનવાલા અને સાયરસ મિસ્ત્રીનું મત્યુ થયું છે. આ તમામ સામાન્ય રીતે આ લિસ્ટમાં ટોપ પર રહેતા. હાલ ઝૂનઝૂનવાલાએ શરૂ કરેલી આકાશા એરને હાલ તેમના પત્ની રેખા સંભાળી રહ્યાં છે. પલનોજી મિસ્ત્રીના 54 વર્ષીય પુત્ર સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. હાલ તેમની સંપત્તિ 14.2 બિલિયન ડોલર છે.

  આ પણ વાંચોઃ આ બેંકિંગ શેરમાં 35% કમાણીના ચાન્સ, નિષ્ણાતોને તો પૂરેપૂરો વિશ્વાસ; બ્રોકરેજ હાઉસે આપી રોકાણની સલાહ

  ચાર પુનરાવર્તન કરનારાઓ પૈકીના એક આનંદ મહિન્દ્રા છે. જેમની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ઈલેક્ટ્રિક એસયુવીને લોન્ચ કરીને માર્કેટમાં એક નવીનતા સર્જી હતી. ઘટાડાનો સામનો કરનાઓમાં ટોચ પર વિજય શેખર શર્મા હતા. વન97 કોમ્યુનિકેશન જેની પેરેન્ટ કંપની ફિનટેક પેટીએમના શેરમાં ઘટાડો થયો હતો. ટોપ 100નું કટઓફ આ વર્ષે 1.9 બિલિયન ડોલર રહ્યું હતું. જે લગભગ ગત વર્ષે રહેલા 1.94 બિલિયન ડોલર જેટલું જ રહ્યું હતું.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Gautam Adani, અબજોપતિ, મુકેશ અંબાણી

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन