Home /News /business /Yes Bankની બરબાદીનું કારણ: એક પરિવારના ઝઘડાએ લાખો પરિવારોને રડતાં કર્યા!

Yes Bankની બરબાદીનું કારણ: એક પરિવારના ઝઘડાએ લાખો પરિવારોને રડતાં કર્યા!

વર્ષ 2004માં રાણા કપૂરે પોતાના સંબંધી અશોક કપૂરની સાથે મળીને બેન્કની શરુઆત કરી હતી. 26/11માં મુંબઈ હુમલામાં અશોક કપૂરનું મોત થયું હતું. ત્યારબાદ અશોક કપની પત્ની મધુ કપૂર અને રાણા કપૂર વચ્ચે બેન્કના માલિકી હક માટે લડાઈ શરૂ થઈ હતી.

વર્ષ 2004માં રાણા કપૂરે પોતાના સંબંધી અશોક કપૂરની સાથે મળીને બેન્કની શરુઆત કરી હતી. 26/11માં મુંબઈ હુમલામાં અશોક કપૂરનું મોત થયું હતું. ત્યારબાદ અશોક કપની પત્ની મધુ કપૂર અને રાણા કપૂર વચ્ચે બેન્કના માલિકી હક માટે લડાઈ શરૂ થઈ હતી.

    નવી દિલ્હીઃ Yes Bank બેન્ક ખાનગી ક્ષેત્રની મનપસંદ બેન્ક રહી છે. યસ બેન્ક સામાન્ય રીતે વધારે વ્યાજ આપવા માટે જાણિતી હતી. છેલ્લા કેટલાય સમયથી આ બેન્કનો ખરાબ સમય શરૂ થયો હતો. ભારતીય રિઝર્વ બેન્કે (RBI) ગુરુવારે નાણાંના સંકટ સામે લડી રહેલી ખાનગી ક્ષેત્રની યશ બેન્ક ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. તેના ડાયરેક્ટર બોડીને ભંગ કરી દીધી હતી. આ ઉપરાંત બેન્કમાં જમાકર્તાઓ માટે 50,000 રૂપિયા ઉપાડવાની સીમા નક્કી કરી દીધી હતી. અમે તમને જણાવીશું કે બેન્કોની દુનિયામાં ચમકતી બેન્ક ગર્તામાં કેમ ધકેલાઈ ગઈ.

    યશ બેન્કના શંકટનું આ છે કારણ

    પારિવારિક કારણ

    વર્ષ 2011માં જ્યારે અશોક કપૂરનું મોત થયું ત્યારે કપૂર પરિવારમાં કંકાસ શરૂ થયો હતો. અશોકની પત્ની મધુ અને પોતાની પુત્રી શગુનને બેન્કના બોર્ડમાં સમાવવા માંગતી હતી. આ કેસ મુંબઈની કોર્ટ સુધી પહોંચ્યો હતો. જેમાં જીત રાણા કપૂરના પક્ષમાં આવી. થોડા સમય સુધી આ યુદ્ધમાં વિરામ લાગી ગયો હતો. રણવીર ગિલને બેન્કા એમડી તરીકે નિમવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્પોરેટ ગવર્નસના સમજૂતિનાકિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. બેન્ક દેવાના ઝપેટમાં આવી ગઈ. ધીરે ધીરે સમય બદલાયો અને પ્રમોટર્સે પોતાની ભાગીદારી વેચવાનું શરુ કરી દીધી હતું.

    રાણા કપૂરને વેચવા પડ્યા શેર
    રાણા કપૂર બેન્કમાં પોતાના શેરને હીરા-મોતી ગણાવતા હતા. તેઓ ક્યારે શેરને વેચવા માંગતા ન્હોતા. પરંતુ ઓક્ટોબર 2019માં આ પરિસ્થિતિ આવી ગઈ અને રાણા કપૂર અને તેમના ગ્રુપની ભાગીદારી ઘટીને 4.72 રહી ગઈ છે. 3 ઓક્ટોબર સીનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ રજત મોંગાએ રાજીનામું આપ્યું હતું. તેમણે સપ્ટેમ્બરમાં પોતાની ભાગીદારી વેચી દીધી હતી.

    આ પણ વાંચોઃ-આડેધડ વોટ્સએપ ગ્રૂપમાં એડ થવાની સમસ્યાથી પરેશાન છો? આવી રીતે રહો સમસ્યાથી દૂર

    કોર્પોરેટ ગ્રાહકોએ ડૂબાડી
    યશ બેન્કના ગ્રાહકોની લિસ્ટમાં રીટેલથી વધારે કોર્પોરેટ ગ્રાહક છે. યશ બેન્ક જે કંપનીઓને લોન આપી હતી તેમાંથી મોટાભાગની ખોટમાં છે. કંપનીનું દેવાળું ફૂંકાવાના આરે છે એટલે લોન પરત મળવાની શક્યતાઓ ઓછી છે. જ્યારે કંપનીઓ ડૂબવા લાગી તો બેન્કની હાલત પણ વધારે ખરાબ થતી ગઈ હતી.

    આ પણ વાંચોઃ-પતિ-પત્ની ઓર વોની દર્દભરી આ કહાની વાંચીને તમે પણ આંસુંને નહીં રોકી શકો

    બેન્ક ઉપર 24 હજાર કરોડ ડોલરનું દેવું
    યશ બેન્ક ઉપર કુલ 24 હજાર કરોડ ડોલરનું દેવું છે. બેન્ક પાસે આશરે 40 અરબ ડોલર (2.85 લાખ કરોડ રૂપિયા)ની બેલેન્સ શીટ છે. સરકાર આ બેન્કને ડૂબવાથી બચાવવા માંગે છે. યશ બેન્કનું કેપિટલ બેસ વધારવા માટે 2 અરબ ડોલર ચૂકવવા પડશે. બેન્કે આ માટે પોતાનું રિઝોલ્યૂશન પ્લાન સ્થાનિક લેન્ડર્સ SBI, HDFC, એક્સિસ બેન્ક અને LICને પણ સોંપ્યું હતું. પરંતુ તેના પ્લાન ઉપર લેન્ડર્સમાં સહમતી ન બની. ઓગસ્ટ 2018માં બેન્કના શેરની કિંમત 400 રૂપિયા હતી. જેની કિંમત ઘટીને અત્યારે 37 રૂપિયાની આસપાસ થઈ ગઈ છે. બેન્કનું માર્કેટ કેપ 8888.40 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચોઃ-દહેજમાં બે કરોડ રૂપિયા ન મળતા પતિએ બનાવ્યો પત્નીનો ન્હાતો Video અને પછી..

    હવે શું કરેશે RBI?
    તમામ પ્રતિબંધો વચ્ચે હવે આરબીઆઈ યશ બેન્કના બહીખાતો એસેટ ક્વોલિટીનું મુલ્યાંકનકરશે અને ત્યારબાદ નક્કી કરશે કે આગળ શું કરી શકાય છે. આશા છે કે 30 દિવસની અંદર આ નક્કી કરવામાં આવશે કે દેશની ચોથી મોટી ખાનગી બેન્કનું મર્જર થશે કે ટેકઓવર

    આ પણ વાંચોઃ-પત્નીએ પતિ અને તેની પ્રેમિકાને રૂમમાં બંધ કર્યા, પછી એવું કર્યું કે પતિએ છત ઉપર છલાંગ લગાવી

    ક્યારે બની હતી યશ બેન્ક?
    યશ બેન્ક વધારે જૂની નથી. વર્ષ 2004માં રાણા કપૂરે પોતાના સંબંધી અશોક કપૂરની સાથે મળીને બેન્કની શરુઆત કરી હતી. 26/11માં મુંબઈ હુમલામાં અશોક કપૂરનું મોત થયું હતું. ત્યારબાદ અશોક કપની પત્ની મધુ કપૂર અને રાણા કપૂર વચ્ચે બેન્કના માલિકી હક માટે લડાઈ શરૂ થઈ હતી. મધુ પોતાની પુત્રીને બોર્ડમાં જગ્યા આપવા માંગતી હતી. આમ સ્થાપનાના આશરે ચાર વર્ષ બાદ પરિવારના કંકાસના કારણે આજે બન્કની આ સ્થિતિ આવી છે.
    First published: