RBIએ કોમર્શિયલ બેન્કોને કેટલીક શરતો સાથે 50% ડિવિડન્ડ આપવાની મંજૂરી આપી

RBIએ કોમર્શિયલ બેન્કોને કેટલીક શરતો સાથે 50% ડિવિડન્ડ આપવાની મંજૂરી આપી
પ્રતિકાત્મક તસવીર

રિઝર્વ બેંકના સુધારેલા પરિપત્ર મુજબ, કોમર્શિયલ બેન્કો પૂર્વ-કોવિડની તુલનામાં 50 ટકા ડિવિડન્ડ ચૂકવી શકે છે. સહકારી બેંકો પરથી ડિવિડન્ડના તમામ પ્રતિબંધોને દૂર કરી દેવાયા છે.

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank Of India) કોમર્શિયલ બેંકોને (Commercial banks) નાણાકીય વર્ષ 2020-21 માટે કેટલીક શરતો અને લિમિટ સાથે ડિવિડન્ડ (Dividend) ચુકવવાની મંજૂરી આપી છે. RBIએ 22 એપ્રિલે કહ્યું કે, કોમર્શિયલ બેંકો 31 માર્ચ 2021એ સમાપ્ત થતા નાણાંકીય વર્ષ માટે ઇકવીટી શેરો (Equity shares) પર કોરોના પહેલાનું ડિવિડન્ડ ચૂકવે.

રિઝર્વ બેંકના સુધારેલા પરિપત્ર મુજબ, કોમર્શિયલ બેન્કો પૂર્વ-કોવિડની તુલનામાં 50 ટકા ડિવિડન્ડ ચૂકવી શકે છે. સહકારી બેંકો પરથી ડિવિડન્ડના તમામ પ્રતિબંધોને દૂર કરી દેવાયા છે.



નાણાકીય વર્ષ 2020 માટે, આરબીઆઈએ બેંકોને કોવિડ -19ને કારણે વધી રહેલી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને નફાની બહાર ઇક્વિટી શેર પર કોઈ ડિવિડન્ડ ન ચૂકવવા જણાવ્યું હતું. બેંકે તમામ બેન્કોને 2019-20 માટે કોઈપણ પ્રકારના ડિવિડન્ડની જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પણ વાંચોઃ-વલસાડઃ 'મારા ભગવાન જેવા પતિને મારનાર મરવો જ જોઈએ', પતિની હત્યા બાદ બાળકો સાથે પત્નીનું આક્રંદ

આ પણ વાંચોઃ-રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી

સહકારી બેંકોને મંજૂરી મળી
4 મે 2005ના પરિપત્રમાં સમાવિષ્ટ સૂચનોના ફેરફારમાં બેન્કો 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષના નફામાંથી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવી શકે છે. RBIએ કહ્યું કે 31 માર્ચ 2021ના ​​રોજ પૂરા થતાં નિર્દેશો મુજબ સહકારી બેંકો ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવી શકશે.

આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

કોવિડ -19ના કારણે લગાવાયો હતો પ્રતિબંધ
કોવિડ -19ને કારણે બેન્કો માટે મૂડીનું સંરક્ષણ કરવું મહત્વપૂર્ણ છે, જેથી અર્થતંત્રને ટેકો આપવાની તેમની ક્ષમતા જળવાઈ રહે અને નુકસાન શોષાય. કોઈ પણ બેંક 31 માર્ચ 2020ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષથી સંબંધિત નફાના આગળના ઓર્ડર સુધી ડિવિડન્ડ ચૂકવશે નહીં.



રિઝર્વ બેંક દ્વારા બેંકોના 30 સપ્ટેમ્બર, 2020 ના રોજ પૂરા થતાં ક્વાર્ટરના નાણાકીય પરિણામોના આધારે પ્રતિબંધનું ફરીથી મૂલ્યાંકન કરવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:April 23, 2021, 19:55 pm

ટૉપ ન્યૂઝ