રિલાયન્સ રિટેલમાં 2.04% હિસ્સો ખરીદશે Public Investment Fund, કરશે 9,555 કરોડ રૂપિયાનું રોકાણ

રિલાયન્સ રિટેલમાં 2.04% હિસ્સો ખરીદશે Public Investment Fund, કરશે 9,555 કરોડ રૂપિયાનું રોકાણ
મુકેશ અંબાણી, ચેરમેન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ.

PIF-Reliance Retail Deal: Public Investment Fund રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી કંપની રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં 9,555 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

 • Share this:
  નવી દિલ્હી: સાઉદી અરેબિયાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ PIF (Public Investment Fund) તરફથી રિલાયન્સ રિટેલ (Reliance Retail)માં ભાગીદારી ખરીદવાની જાહેરાત કરવામાં આવી છે. PIF રિલાયન્સ રિટેલમાં 2.04 ટકા ભાગીદારી 9,555 કરોડ રૂપિયામાં ખરીદશે.

  ઉલ્લેખનીય છે કે PIF (Public Investment Fund) સાઉદી અરેબિયાનું સૉવરન વેલ્થ ફંડ છે. આ પહેલા પબ્લિક ઇન્સ્વેસ્ટમેન્ટ ફંડ તરફથી જિયો પ્લેટફૉર્મ્સમાં રોકાણ કરવામાં આવી ચુક્યું છે. જિયો પ્લેટફૉર્મ્સમાં પીઆઈએફ તરફથી 2.32 ટકા ભાગીદારી 11,367 કરોડ રૂપિયાનું રોકાણ કરીને ખરીદવામાં આવી છે.  રિલાયન્સ રિટેલને થોડા જ મહિનામાં વિદેશી રોકાણકારો પાસેથી ફંડ મેળવવામાં મોટી સફળતા મળી છે. દેશની સૌથી મોટી રિટેલ બિઝનેસ કંપનીને થોડા જ અઠવાડિયાની અંદર 47,265 કરોડ રૂપિયાથી વધારેનું ફંડ મળી ચુક્યું છે.

  દેશના સંગઠિત રિટેલ વેપારમાં રિલાયન્સે 2006માં શરૂઆત કરી હતી. સૌથી પહેલા આ કંપનીએ હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ સ્ટોર ખોલ્યા હતા. કંપનીનો આઇડિયા હતો કે તે નજીકના બજારમાંથી ગ્રાહકોને ગ્રોસરી અને શાકભાજી ઉપલબ્ધ કરાવે. 25,000 કરોડ રૂપિયાની શરુઆતમાં કંપની કન્ઝૂમર ડ્યૂરેબલ્સ, ફાર્મસી અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટસ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ કંપનીએ ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને કેશ એન્ડ કેરી બિઝનેસમાં પણ ડગલાં માંડ્યા.

  ઇલેક્ટ્રોનિક રિટેલ ચેનને કંપનીએ 2007માં લૉન્ચ કર્યું હતું. ત્યારબાદ 2008 અને 2011માં રિલાયન્સે ફેશન અને હોલસેલ બિઝનેસમાં રિલાયન્સ ટ્રેન્ડ્સ અને રિલાયન્સ માર્કેટની શરૂઆત કરી. 2011 સુધી રિલાયન્સ રિટેલના સેલ્સથી કમાણી 1 અબજ ડૉલરને પાર પહોંચી ગઈ હતી. રિલાયનસ રિટેલની નજર લાખો ગ્રાહકો અને લઘુ અને નાના ઉદ્યમોને સશક્ત કરવા અને પસંદગીના ભાગીદારોના રૂપમાં વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની સાથે મળી કામ કરતા ભારતીય રિટેલ બજારને ફરીથી સંગઠિત કરવા પર છે.

  ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:November 05, 2020, 16:44 pm

  ટૉપ ન્યૂઝ