તમામ દસ્તાવેજો સાથે રાખવાની જરુરિયાત નહીં, જલદી આવશે ડિજિટલ કાર્ડ

તમામ દસ્તાવેજો સાથે રાખવાની જરુરિયાત નહીં, જલદી આવશે ડિજિટલ કાર્ડ
દૂર થશે આધાર-પાન અને DLની ઝંઝટ

ગ્રાહકોને એકસાથે અનેક કાર્ડ રાખવા નહીં પડે, સાથે જ કાર્ડ્સનો નંબર પણ યાદ રાખવાની મુશ્કેલી નહી પડે.

 • Share this:
  દરેક ભારતીયની જેમ તમારી પાસે પણ આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતના ઘણા કાર્ડ્સ હશે. એક ભારતીય તેની વિવિધ જરૂરિયાતો માટે તેના ખિસ્સામાં લગભગ અડધો ડઝન કાર્ડ લઇને ફરે છે. પરંતુ, ટૂંક સમયમાં આ તમામ માટે ફક્ત એક જ કાર્ડ બનાવવામાં આવશે. તમારે અલગ દસ્તાવેજો રાખવાની જરૂર રહેશે નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ સંકેત આપ્યો છે કે દેશભરમાં એક જ ડિજિટલ કાર્ડ ગોઠવવાની યોજના છે.

  આધાર કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, ગેસ કનેક્શન, રેશનકાર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો ભારતીય નાગરિક પાસે રાખવા જરૂરી છે. એટલું જ નહીં, સરકારી યોજના માટે અલગ કાર્ડ્સ પણ છે. મનરેગા જોબ કાર્ડ, કિસાન ક્રૅડિટ કાર્ડ, બીપીએલ કાર્ડ પણ આમાં રાખવાના છે. આ વગર ઘણા કામ અટકી શકે છે.  સરકારની યોજના આ તમામ કાર્ડ્સને એક કાર્ડથી બદલવાની છે. જો તમે સરળ ભાષામાં સમજો છો, તો એક જ કાર્ડથી તમામ ફાયદા મળે છે. જો કે આ માટે કેટલીક માર્ગદર્શિકા નિર્ધારિત કરવામાં આવશે. જો કે ઓળખ કાર્ડ તરીકે ફક્ત એક કાર્ડ રાખવાની જરૂર રહેશે.

  આ પણ વાંચો: HDFC બૅન્કે લૉન્ચ કર્યુ નવું કાર્ડ, દર વર્ષે મફતમાં મળશે 50 લીટર પેટ્રોલ-ડીઝલ  વિદેશમાં પણ આવી જ વ્યવસ્થા છે. જો કે આ માટે ઇલેક્ટ્રોનિક ડેટાબેસ બનાવવો પડશે. હાલ સરકાર એક પ્રકારનું પ્લાનિંગ કરી રહી છે તે અંગેનો સંકેત મળ્યો છે. ડ્રાઇવિંગ લાઇસન્સ, બૅન્ક ખાતું, આરોગ્ય કાર્ડ અને ઓળખ માટે વિશ્વભરના 60 દેશોમાં ફક્ત એક કાર્ડ કાર્યરત છે.

  આ ઉપરાંત યૂરોપ, ચીન, મલેશિયા, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રીકા, નાઇઝેરિયા, અલ્ઝિરિયા અને કેમરૂન જેવા દેશોએ પણ નેશનલ આઇડી કાર્ડ લૉન્ચ કર્યા છે.

  ગ્રાહકોને એકસાથે અનેક કાર્ડ રાખવા નહીં પડે, સાથે જ કાર્ડ્સનો નંબર પણ યાદ રાખવાની મુશ્કેલી નહી પડે. ડિજિટલ કાર્ડ રાખવાથી પાન અને આધાર લીંક થતાં બે પાન કાર્ડ રાખીને છેતરપિંડી કરનારાઓ પર લગામ લાગશે. ઉપરાંત આધાર સાથે વોટર આઇડીને લિંક કરવાથી ડુપ્લિકેટ મતદારની ઓળખ પણ થશે.
  Published by:News18 Gujarati
  First published:September 27, 2019, 12:50 pm