PNB ખોલી રહી છે મહિલાઓ માટે ખાસ ખાતું, મફતમાં મળશે આ 6 સુવિધા

PNB ખોલી રહી છે મહિલાઓ માટે ખાસ ખાતું, મફતમાં મળશે આ 6 સુવિધા
મહિલાઓ PNBના આ વિશેષ ખાતું ગ્રામ્ય વિસ્તારમાં 500 રૂપિયામાં અને શહેરોમાં 2000 રૂપિયાથી ખોલાવી શકે છે, જાણો ખાસ ફાયદા

મહિલાઓ PNBના આ વિશેષ ખાતું ગ્રામ્ય વિસ્તારમાં 500 રૂપિયામાં અને શહેરોમાં 2000 રૂપિયાથી ખોલાવી શકે છે, જાણો ખાસ ફાયદા

  • Share this:
    નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક (Punjab National Bank) દેશની મહિલાઓ માટે સમયાંતરે નવી યોજનાઓ લઈને આવતી રહે છે. PNB આ વખતે ખાસ મહિલાઓ માટે પાવર સેવિંગ્સ એકાઉન્ટ (PNB Power Savings Account)ની સુવિધા લઈને આવી છે. તે મહિલાઓ માટે એક વિશેષ યોજના છે, જેના માધ્યમથી તમે ખાતું ખોલાવીને અનેક ખાસ યોજનાઓનો લાભ લઈ શકે છે. તેમાં તમે સંયુક્ત ખાતું પણ ખોલાવી શકો છો, પરંતુ તેના માટે ખાતામાં પહેલું નામ મહિલાનું હોવું જોઈએ. આવો આપને આ ખાતા વિશે વધુ માહિતી આપીએ...

    PNBએ ટ્વીટ કરીને આપી જાણકારી



    PNBએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ ખાતા વિશે જાણકારી આપી છે. બેન્કે લખ્યું છે કે, પીએનબી પાવર સેવિંગસ મહિલાઓ માટે એક વિશેષ યોજના છે. આ યોજના હેઠળ સંયુક્ત ખાતું પણ ખોલાવી શકાય છે પરંતુ પહેલું નામ મહિલાનું હોવું જોઈએ.

    આ પણ વાંચો, IPL 2020: વિરાટ કોહલીની કેપ્ટન્સી બેંગ્લોરને લઈને ડૂબી! જાણો હારના મોટા કારણ

    કેટલા રૂપિયા સાથે ખોલાવી શકાશે આ ખાતું

    આ ખાતાને તમે ગામ કે શહેર, ગમે ત્યાં ખોલાવી શકો છો. ગામમાં આ ખાતું તમે 500 રૂપિયાથી ખોલાવી શકો છો. આ ઉપરાંત સેમી અર્બન એરિયામાં આ ખાતું તમે 1000 રૂપિયામાં ખોલાવી શકો છો. બીજી તરફ શહેરી વિસ્તારોમાં આ ખાતું 2000 રૂપિયામાં ખોલાવી શકો છો. આ ખાતું ખોલાવવા માટે મહિલા ભારતીય નાગરિક હોવી જરૂરી છે.

    શું છે ખાતાની ખાસિયતો?

    1. આ ખાતામાં તમને વાર્ષિક 50 પાનાની ચેકબુક ફ્રી મળે છે.
    2. આ ઉપરાંત NEFTની સુવિધા પણ ફ્રીમાં મળે છે.
    3. બેન્ક ખાતા પર પ્લેટિનમ ડેબિટ કાર્ડ ફ્રી મળે છે.
    4. ફ્રી SMS અલર્ટની સુવિધા મળે છે.
    5. 5 લાખ રૂપિયા સુધી ફ્રી એક્સીડેન્ટ્લ ડેથ ઇન્સ્યોરન્સ કવર મળે છે.
    6. પ્રતિ દિવસ તમે 50 હજાર રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકો છો.

    આ પણ વાંચો, મોદી સરકારે લીધા 4 મોટા નિર્ણય! સામાન્ય જનતા પર થશે સીધી અસર

    ખાસ મહિલાઓ માટે છે આ ખાતું

    પંજાબ નેશનલ બેન્ક પાવર સેવિંગ્સ એકાઉન્ટ પોતાના ગ્રાહકોને કંઈક ખાસ સુવિધા આપે છે. જે સામાન્ય ગ્રાહકોને ઉપલબ્ધ નથી. પાવર સેવિંગ્સ એકાઉન્ટ કોઈ પણ મહિલા દ્વારા ખોલાવી શકાય છે. જો તે સંયુક્ત રૂપમાં ખોલાવવામાં આવે છે તો તેમાં પહેલું નામ કોઈ મહિલાનું જ હોવું જોઈએ.
    Published by:Mrunal Bhojak
    First published:October 16, 2020, 07:51 am

    ટૉપ ન્યૂઝ