જૂની કારના બદલે નવી કાર ખરીદવા અંગેની આ પોલિસી ઉપર PMO લેશે નિર્ણય

News18 Gujarati
Updated: January 16, 2020, 9:04 PM IST
જૂની કારના બદલે નવી કાર ખરીદવા અંગેની આ પોલિસી ઉપર PMO લેશે નિર્ણય
પ્રતિકાત્મક તસવીર

જૂની ગાડીના બદલે નવી ગાડી ખરીદવા ઉપર છૂટ મળશે. નવી કાર ખરીદવા ઉપર રજિસ્ટ્રેશન ફી આપવી નહીં પડે.

  • Share this:
નવી દિલ્હીઃ લાંબા સમયથી લટકેલી સ્કેપેજ પોલિસી (Scrappage Policy)આવવામાં થોડો સમય લાગી શકે છે. CNBC આવાજને સૂત્રો પાસેથી મળેલી જાણાકારી પ્રમાણે પોલિસીના ડ્રાફ્ટને એકવાર ફરીથી વડાપ્રધાન કાર્યાલયએ (PMO) પરત મંગાવ્યો છે. સ્ક્રેપેજ પોલિસીની ફરીથી ડ્રાફ્ટિંગ થશે. સ્ક્રેપેજ પોલિસી એકવાર ફરીથી PMO પાસે રજૂ થશે. સ્ક્રેપેજ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર છે. PMOની મંજૂરી પછી સ્ક્રેપેજ પલિસી આપવશે.

ઉલ્લેખનીય છે કે, PMO પહેલા પણ પોલિસીના ડ્રાફ્ટને પરત મંગાવી ચૂક્યો છે. બજેટ પહેલા પોલિસી આવવાની સંભાવના ઓછી છે. જૂની ગાડીના બદલે નવી ગાડી ખરીદવા ઉપર છૂટ મળશે. નવી કાર ખરીદવા ઉપર રજિસ્ટ્રેશન ફી આપવી નહીં પડે. રાજ્ય 15 વર્ષ કે તેની ઉપરની જૂની ગાડીઓ ઉપર વધારે રોડ ટેક્સ લગાવી શકશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિથી અલગ જીજાજી સાથે રહેતી હતી પત્ની, આવ્યો કરુણ અંત

આ ડ્રાફ્ટમાં રાજ્યોને નવી અને જૂની ગાડીઓ માટે અલગ અલગ રોડ ટેક્સ લગાવવા માટે કહ્યું છે. સ્ક્રેપ્ડ ગાડીઓ ઉપર રોડ ટેક્સમાં છૂટ આપી શકાશે. 15 વર્ષથી જૂની ગાડીઓ ઉપર 6 મહિનામાં ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે.

આ પણ વાંચોઃ-શાનદાર Oppo F15 લોન્ચ થયો, ખરીદવા ઉપર મળશે રૂ.2000 સુધી કેશબેક

15 વર્ષ જૂની ગાડીઓના રજિસ્ટ્રેશનને રિનુઅલ્સમાં 20 ટકા વધારેની વધારો કર્યો છે. અત્યારે નાની ખાનગી કારના રજિસ્ટ્રેશન રિનુઅલ્સ ઉપર 600 રૂપિયા લાગશે. પરંતુ સ્ક્રેપેજ પોલિસીમાં આ રૂ.15,000 પ્રસ્તાવિત છે. 7.5 ટનથી ઓછી નાની કોમર્શિયલ ગાડીઓના રજિસ્ટ્રેશન રિનુઅલ્સ હજી 1000 રૂપિયા છે. જે રૂ,20,000 પ્રાસ્તાવિક છે. મિડિયમ અને હેવી કોમર્શિયલ ગાડીઓના રિનુઅલ માટે રૂ.1599 આપવા પડશે. જે પ્રસ્તાવમાં રૂ.40,000 છે.આ પણ વાંચોઃ-આ કારણે સોનાના ભાવમાં થયો વધારો, ફટાફટ જાણો નવો ભાવ

પ્રસ્તાવ પ્રમાણે 10 વર્ષ જૂની ગાડીઓ ઉપર રૂ.50,000 સુધી છૂટ મળી શકે છે. જોકે, રોકડ છૂટના પ્રસ્તાવ ઉપર ફેરબદર થઈ શકે છે. 10 વર્ષ જૂની કોમર્સિયલ ગાડીઓ વેચવા ઉપર રૂ.50,000 સુધી છૂટ મળશે. 10 વર્ષ જૂની પેસેન્જર કાર વેચવા ઉપર 20,000 રૂપિયા સુધી છૂટ આપવાનો પ્રસ્તાવ છે.
First published: January 16, 2020
વધુ વાંચો
अगली ख़बर