મોદી સરકારના કડક પગલાં બાદ ચીનની સેન્ટ્રલ બેંકે HDFCમાં પોતાનો હિસ્સો વેચ્યો!

પ્રતિકાત્મક તસવીર

એપ્રિલમાં પીપલ્સ બેંક ઑફ ચાઇનાએ એચડીએફસીમાં 1.01 ટકા ભાગીદારી 3,300 કરોડ રૂપિયાના રોકાણ સાથે ખરીદી હતી.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus) અને લૉકડાઉન (Lockdown) વચ્ચે ચીનની સેન્ટ્રલ બેંક પીપલ્સ બેંક ઑફ ચાઇના (The People’s Bank of China)એ HDFCમાં હિસ્સો ખરીદ્યાના સમાચાર આવતા ખળભળાટ મચી ગયો હતો. એ સમયે સરકારે એફડીઆઈના નિર્ણય પણ કડક કરી દીધા હતા. આ કડક નિયમોને કારણે ચીનની સેન્ટ્રલ બેંકે ભારતની સૌથી મોટી ખાનગી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFCમાં પોતાનો હિસ્સો ઘટાડી દીધો છે. એપ્રિલમાં પીપલ્સ બેંક ઑફ ચાઇનાએ એચડીએફસીમાં 1.01 ટકા ભાગીદારી 3,300 કરોડ રૂપિયાના રોકાણ સાથે ખરીદી હતી.

  ચીનની સેન્ટ્રલ બેંકે HDFCમાં કેટલો હિસ્સો વેચ્યો?

  ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે એચડીએફસી તરફથી સ્ટૉક માર્કટ એક્ચેન્જોને આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ચીનની સેન્ટ્રલ બેંકે પોતાની ભાગીદારી વેચી છે. એક્સચેન્જને જાણકારી આપવામાં આવી છે કે જૂનના અંતમાં ચીનની સેન્ટ્રલ બેંકે એક ટકા ભાગીદારી ઓછી કરી દીધી છે. PBOC તરફથી ઓપન માર્કેટમાં શેર વેચી દેવામાં આવ્યા છે. હિન્દુ બિઝનેસ લાઇન વર્તમાનપત્રએ માર્કેટના સૂત્રોના હવાલેથી થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે એચડીએફસીના શેરના ભાવમાં આવેલો ઘટાડો આ જ કારણે આવ્યો હતો. નોંધનીય છે કે એચડીએફસીનો શેર રેકોર્ડ સ્તરથી 40 ટકા ઘટીને અપ્રિલમાં નીચલા સ્તર પર આવી ગયો હતો. જોકે, હવે થોડી રિકવરી જોવામાં આવી રહી છે.

  આ પણ વાંચો : Maruti પછી હવે Renaultનો મોટો સેલ, કારની ખરીદી પર 70 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ 

  નિષ્ણાતોનું કહેવું છે કે પીપલ્સ બેંક ઑફ ચાઇનાએ ભારતના ગુસ્સાનો શિકાર બનવાથી બચવા માટે પોતાનો હિસ્સો એક ટકાથી ઓછો કરવાનો નિર્ણય લીધો છે.

  ભલે પીપલ્સ બેંક ઑફ ચાઇના તરફથી એચડીએફસીમાં કરવામાં આવેલું રોકાણ વધારે ન હતું, પરંતુ બજારમાં એ વાતને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે આખરે ચીનની કંપનીઓ કેવી રીતે કોરોનાને કારણે બજારમાં આવેલા ઘટાડાનો લાભ ઉઠાવી રહી છે. આ જ કારણે ભારતીય કંપનીઓમાં બળજરીથી અધિગ્રહણના ખતરાનો અંદાજ લગાવીને ભારત સરકારે વિદેશી રોકાણ અંગેને નિયમો કડક કરી દીધા છે.

  આ પણ વાંચો : સુરતથી અમદાવાદ આવતા મુસાફરોના કોરોના ટેસ્ટ થશે, પોઝિટિવ આવશે તો પરત મોકલાશે

  નીચે વીડિયોમાં જુઓ : રાજકોટમાં ભારે વરસાદથી ખેતરો ધોવાયા

  જો સરળ શબ્દોમાં કહેવામાં આવે તો કોરોના વાયરસને કારણે અનેક મોટી મોટી કંપનીઓની માર્કેટ વેલ્યૂ ઓછી થઈ ગઈ છે. એવામાં તેમનું અધિગ્રહણ એટલે કે ઓપન માર્કેટમાંથી શેર ખરીદીને મેનેજમેન્ટ કંટ્રોલ મેળવી શકાય છે. આ માટે જ સરકારે નિયમો પણ કડક કરી દીધા છે. હાલ લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશનનો એચડીએફસીમાં સૌથી વધારે 5.39 ટકા હિસ્સો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: