Home /News /business /કાલે 1 એપ્રિલથી જ લાગુ થઇ જશે આવકવેરાના નવા નિયમો, જાણી લો શું થશે ફેરફાર

કાલે 1 એપ્રિલથી જ લાગુ થઇ જશે આવકવેરાના નવા નિયમો, જાણી લો શું થશે ફેરફાર

પ્રતિકાત્મક તસવીર

ચાલુ વર્ષે નાણા મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ વખતે આવકવેરાના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી હતી. આ ફેરફારો આવતીકાલે એટલે કે તારીખ 1 એપ્રિલથી (1st April) લાગુ થઈ જશે.

નવી દિલ્હીઃ આર્થિક દ્રષ્ટિકોણમાં માર્ચ મહિનો (March Month) ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. માર્ચ મહિનાના છેલ્લા દિવસે નાણાકીય વર્ષ પૂર્ણ થઇ જતું હોય છે. ચાલુ વર્ષે નાણા મંત્રી નિર્મલા સીતારામને (Finance Minister Nirmala Sitaram) કેન્દ્રીય બજેટ (budget 2021) વખતે આવકવેરાના નિયમોમાં (Income tax rules) ફેરફારની જાહેરાત કરી હતી. આ ફેરફારો આવતીકાલે એટલે કે તારીખ 1 એપ્રિલથી (1st April) લાગુ થઈ જશે. નાણામંત્રીએ કરેલા ફેરફારમા કેટલા ફેરફાર તો એવા છે કે, જે સીધા સામાન્ય લોકોના જીવન સાથે લાગે વળગે છે. ટેક્સથી લઇ બેંકોના મર્જર સુધીની તમામ બાબતોમાં મોટા પ્રમાણમાં ફેરફાર જોવા મળશે. તો ચાલો આપણે જાણીએ કે, નાણામંત્રી દ્વારા કયા કયા ફેરફાર કરવામાં આવ્યા હતા, જે કાલથી લાગુ થશે.

TDS
કેન્દ્ર સરકાર આવકવેરા રિટર્ન ફાઇલ કરવા પર જોર લગાવી રહી છે. વધુને વધુ લોકો આવક વેરા રિટર્ન ફાઈલ કરે તે માટે કેન્દ્ર સરકારે નવો નિયમ બનાવ્યો છે. તે મુજબ જે લોકો આઇટીઆર ફાઈલ નહીં કરે તેઓને બમણો ટીડીએસ આપવો પડશે. આવકવેરા અધિનિયમમાં સરકારે કલમ 206એબી પણ જોડી દીધી છે. આ કલમ અંતર્ગત આઇટીઆર ફાઈલ ન કરનાર લોકોને 1 એપ્રિલ 2021થી બે ગણો ટીડીએસ આપવો પડશે. આ નિયમ મુજબ 1 જુલાઈ 2021થી પિનલ ટીડીએસ અને ટીસીએલ દર 10થી 20 ટકા રહેશે. જે સામાન્ય રીતે 5થી 10 ટકા હોય છે. આઇટીઆર ફાઇલ ન કરનારાઓ માટે ટીડીએસ અને ટીસીએસનો દર 5 ટકા અથવા નિયત દરમાંથી જે પણ વધારે હશે તેનું બેગણું થઈ જશે.

નવી કર વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ
બજેટ 2020-21માં સરકારે વૈકલ્પિક દર અને સ્લેબ માટે નવી આવક વેરા વ્યવસ્થા શરૂ કરી છે. 1 એપ્રિલથી શરૂ થનારા નવા નાણાકીય વર્ષમાં આ વ્યવસ્થા લાગુ થઈ જશે. નવી ટેક્સ વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની છૂટ અથવા રાહતનો લાભ મળશે નહીં. અલબત્ત, આ વ્યવસ્થા વૈકલ્પિક હોવાથી કરદાતા ઇચ્છે તો જુના ટેક્સ લેબની ગણતરી મુજબ આવક વેરો ભરી શકે છે. જ્યારે નવા પ્રસ્તાવ અંતર્ગત રૂ. 5 લાખ સુધીની આવક ધરાવનાર વ્યક્તિને ટેક્સ ચૂકવવો પડશે નહીં.

આ પણ વાંચોઃ-નોકરના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ ખીલીરૂપ પ્રોફેસર પતિની કરાવી હત્યા, પ્રેમીએ ઉતાર્યો મોતને ઘાટ

આ પણ વાંચોઃ-રાજકોટઃ જેતપુરમાં હોળીના જ દિવસે જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, મોટા ભાઈએ નાનાભાઈની કાતર વડે કરી હત્યા

75 વર્ષથી વધુની વયના વડીલોને રાહત
75 વર્ષથી વધુની વયના વડીલો માટે બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કર રાહતની જાહેરાત કરી હતી.1 એપ્રિલ 2021થી 75 વર્ષથી વધુની ઉંમર ધરાવતા વૃદ્ધોને ટેક્સ ફાઈલ કરવો પડશે નહીં. આ રાહત માત્ર એવા સિનિયર સિટીઝનોને અપાશે જેઓ પેન્શન અથવા તો ફિક્સ ડિપોઝીટ પર મળનારા વ્યાજ ઉપર આશ્રિત છે.

આ પણ વાંચોઃ-હોળીના દિવસે પતિ પત્ની માટે લાવ્યો રૂ.700ની સાડી, નારાજ પત્નીએ કરી લીધી આત્મહત્યા

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમ પામવા યુવક પરિણીતાના પુત્રોની સ્કૂલ વાનનો ડ્રાઈવર બન્યો, ઘરે ચુંબનો કરી દુષ્કર્મ આચર્યું

પીએફ ઉપર ટેક્સનો નિયમ
વર્ષે રૂપિયા અઢી લાખથી વધુની રકમ પીએફ એકાઉન્ટમાં નાખવામાં આવશે તો તેનું વ્યાજ ટેક્સના હદમાં આવી જશે, તે પ્રકારની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ દરમિયાન કરી હતી. જેનો મતલબ થયો કે, એક નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ટ ફંડમાં અઢી લાખ સુધીના રોકાણ ઉપર જ ટેક્સની રાહત મળશે. આ નિયમ માત્ર કર્મચારીઓના યોગદાન પર જ લાગુ રહેશે, કંપનીના યોગદાન પર નહીં લાગુ થાય. અત્યાર સુધી પીએફ પરનું વ્યાજ ટેક્સના દાયરાની બહાર હતું. જેથી અનેક લોકો આવી રીતે ટેક્સ બચાવતા આવ્યા છે. જોકે હવે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે.

ભરેલા ITR ફોર્મ અપાશે
વ્યક્તિગત કરદાતાને અગાઉથી ભરેલા આવકવેરા રિટર્નના ફોર્મ આપવામાં આવશે. કરદાતાની અનુકૂળતા માટે આ સુવિધા અપાશે. અગાઉથી આઇટીઆરમાં પગારની આવક, ટેક્સ અને ટીડીએસ સહિતની વિગતો ભરેલી રહેશે. રિટર્ન ભરવામાં સરળતા રહે તે માટે લિસ્ટેડ સિક્યુરિટીનું કેપિટલ ગેઈન, ડિવિડન્ડ આવક, બેંક અને પોસ્ટના વ્યાજની ડિટેલ પણ પહેલેથી ભરેલી રાખવી પડશે.
" isDesktop="true" id="1084639" >LTC કેશ વાઉચર હેઠળ બીલ જમા કરવા પડશે
એલટીસી કેસ વાઉચર સ્કીમ અંતર્ગત કર રાહતો મેળવવા માટે છેલ્લી તારીખ 31 માર્ચ 2021 છે. કરદાતાએ લાભ લેવા માટે આગામી 31 માર્ચ સુધીમાં જરૂરી બીલ જમા કરી દેવા પડશે. બિલમાં જીએસટીની રકમ અને વેન્ડરનો જીએસટી નંબર હોવો પણ જરૂરી છે. એલટીસી કેશ વાઉચર સ્કીમ અંતર્ગત લાભ લેવા માટે કર્મચારીએ એલટીએ ભાડાની ત્રણ ગણી રકમ 12 ટકા અને તેનાથી વધુ જીએસટી ધરાવતી સેવાઓ તથા સામાનમાં ખર્ચ કરવી પડશે.
First published:

Tags: Budget 2021, Business, આયકર વિભાગ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन