નવી દિલ્હીઃ IDFC Mutual Fundનું નામ બદલાવા જઈ રહ્યું છે. સોમવાર એટલે કે, 13 માર્ચ 2023થી આઈડીએફસી મ્યુચ્યુઅલ ફંડનું નામ બદલાઈને બંધન મ્યુચ્યુઅલ ફંડ થઈ જશે. આ ફેરફારમાં માત્ર IDFCની જગ્યાએ બંધન થઈ જશે. જ્યારે, આ યોજનામાં લોગો અને વેબસાઈટ પણ બદલાઈ જશે. ફંડ હાઉસનું કહેવું છે કે, રોકાણકારોએ તેનાથી પરેશાન થવાની જરૂર નથી. તેમના રોકાણ પર કોઈ અસર પડશે નહિ.
કેમ બદલાઈ રહ્યું છે નામ
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, જાણકારી અનુસાર, સેબી દ્વારા ડિસેમ્બર 2022માં બંધન બેંક સાથે સંકળાયેલ કન્સોર્ટિયમ દ્વારા મ્યુચ્યુઅલ ફંડના પ્રસ્તાવિત અધિગ્રહણને મંજૂરી આપવામાં આવી હતી.
આ પહેલા 2022માં બંધન ફાઈનાન્શિયલ હોલ્ડિંગ્સ જીઆઈસીના એક કન્સોર્ટિયમ અને ક્રિસકેપિટલે આઈડીએફસી એએમસી અને આઈડીએફસી એએમસી ટ્ર્સ્ટી ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. 4,500 કરોડ રૂપિયામાં આ ડીલ કરવામાં આવી હતી. દેશમાં મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં IDFC 9માં નંબર પર છે.
બંધન ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સે IDFC એસેટ મેનેજમેન્ટ કંપની અને IDFC ટ્રસ્ટી કંપનીનું અધિગ્રહણ કર્યું છે. તેના માટે બંધન ફાઈનાન્શિયલે IDFC લિમિટેડની સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જાણકારી અનુસાર, આ કન્સોર્શિયમમાં બંધન ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સ ઉપરાંત સિંગાપુરની જીઆઈસી અને ભારતીય પીઈ ફર્મ ક્રિસકેપિટલ સામેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર