Home /News /business /આગામી સપ્તાહમાં બજાર કરી શકે બંધ રેન્જમાંથી બહાર આવવાનો પ્રયાસ, જાણો બજેટ પહેલા કેવા રહેશે હાલ

આગામી સપ્તાહમાં બજાર કરી શકે બંધ રેન્જમાંથી બહાર આવવાનો પ્રયાસ, જાણો બજેટ પહેલા કેવા રહેશે હાલ

આગામી સપ્તાહનું શેરબજાર

વૈશ્વિક સંકેતો પણ આ સમયે ઘણા વોલેટાઈલ જોવા મળી રહ્યા છે. તેમની દિશા પણ સ્પષ્ટ દેખાઈ રહી નથી. એવામાં ગ્લોબલ બજારમાં આવનારો કોઈ મોટો સ્વિંગ ભારતીય બજારો પર અસર દેખાડી શકે છે.

 • moneycontrol
 • Last Updated :
 • New Delhi, India
  નવી દિલ્હીઃ 20 જાન્યુઆરીએ સમાપ્ત થયેલા સપ્તાહમાં બજાર ઉતાર-ચઢાવની સાથે નાના દાયરામાં ફરતું જોવા મળ્યું. આ વચ્ચે ઘણા શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો. જ્યારે કેટલાક શેર્સ આઉટપરફોર્મ કરતા જોવા મળ્યા. 20 જાન્યુઆરીએ સમાપ્ત થયેલા સપ્તાહમાં સેન્સેક્સ 360.59 એટલે કે 0.59 ટકાની તેજીની સાથે 60,621.77ના સ્તર પર બંધ થયો. જ્યારે નિફ્ટી 71.1 એટલે કે 0.39 ટકાની તેજીની સાથે 18027.7ના સ્તર પર બંધ થયો. આ મહિનાની બજારની ચાલ પર નજર કરીએ તો જાન્યુઆરી મહિનામાં હજુ સુધી સેન્સેક્સ 0.36 ટકા અને નિફ્ટી 0.43 ટકા ગબડ્યો છે.

  વૈશ્વિક બજારમાં આવનારો કોઈ મોટો સ્વિંગ ભારતીય બજારો પર કરી શકે છે અસર


  હવે નિફ્ટીની રેન્જ નાની થતી નજર આવી રહી છે. સ્વાસ્તિકા ઈન્વેસ્ટમાર્ટના સંતોષ મીણાનું કહેવું છે કે, યૂનિયન બજેટ પહેલા આગામી સપ્તાહમાં નિફ્ટી આ દાયરાને તોડતો જોવા મળી શકે છે. આગામી સપ્તામાં પ્રજાસત્તાક દિવસને કારણે બજારમાં એક દિવસ ટૂંકો રહેશે. બજાર 26 જાન્યુએ બંધ રહેવાના કારણે, જાન્યુઆરી મહિનામાં F&O એક્સપાયરી બુધવારે થશે. જેનાથી બજારમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. વૈશ્વિક સંકેતો પણ આ સમયે ઘણા વોલેટાઈલ જોવા મળી રહ્યા છે. તેમની દિશા પણ સ્પષ્ટ દેખાઈ રહી નથી. એવામાં ગ્લોબલ બજારમાં આવનારો કોઈ મોટો સ્વિંગ ભારતીય બજારો પર અસર દેખાડી શકે છે.

  આ પણ વાંચોઃ Big News! આ લોકોએ ચૂકવવો પડી શકે વધારે ટેક્સ, સરકાર લઈ શકે આ મહત્વપૂર્ણ નિર્ણય

  સંતોષ મીણાએ આગળ કહ્યું કે, આ મહિનાના અડઘા ભાગમાં FIIએ ઘણી વેચવાલી કરી છે. હવે બજારની દિશા નક્કી કરવામાં સંસ્થાગત રોકાણકારો તરફથી આવનારા રૂપિયા મહત્વનો ભાગ ભજવશે. આ સમયે ત્રીજા ક્વાટરના પરિણામોનો સમય ચાલી રહ્યો છે. એવામાં આગામી સપ્તાહમાં કેટલાક પસંદીદા શેરો અને સેક્ટરોમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ટેકનિકલ દ્રષ્ટિકોણથી જોઈએ તો, નિફ્ટી 17,800-18,250 ના દાયરામાં ફરતો જોવા મળી શકે છે. આ દાયરો નાનો થતો જઈ રહ્યો છે. એવામાં આગામી સપ્તાહમાં બજાર આ દાયરાને તોડવાનો પ્રયાસ કરી શકે છે. ગત વર્ષે પણ બજેટની આસપાસ આપણને કંઈક આવું જ જોવા મળ્યું હતું.

  સંતોષ મીણાની સલાહ છે કે, જો નિફ્ટી 18,250 ના ઉપરની સ્થિતિ તેના 200 DMA ને પાર કરવામાં સફળ થઈ શકે છે, તો તે 18,500-18,650ની તરફ જતો જોવા મળી શકે છે. જ્યારે નીચેની તરફ નિફ્ટી માટે 20 અને 100 ડીએમએ એટલે કે 18040-17940 પર સપોર્ટ જોવા મળી રહ્યો છે. 17,800 પર તેના માટે આગામી મોટો સપોર્ટ છે. જો નિફ્ટી 17,800ની નીચે ગબડે છે, તો પછી આ ઘટાડો 17625-17435 સુધી જઈ શકે છે. બેંક નિફ્ટી પણ 41,725-42,727ની રેન્જમાં ચક્કર લગાવી રહ્યો છે. જો નિફ્ટી 42,725 ની ઉપર જવામાં સફળ થઈ જાય તો પછી આમાં 45,500 અને 44,000નું સ્તર પણ જોવા મળી શકે છે. જ્યારે બીજી તરફ 41,400નું લેવલ પણ તોડી શકે છે અને વધતું જોવા મળી શકે છે.

  આ પણ વાંચોઃ એશિયાના સૌથી અમીર વ્યક્તિ રચશે ઈતિહાશ, એકસાથે 5-5 IPO લાવવાની કરી તૈયારી

  પરિણામોની અસરને કારણે પસંદીદા શેર્સ અને સેક્ટરોમાં જોવા મળશે બદલાવ


  મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિઝના સિદ્ધાર્થ ખેમકાની સલાહ છે કે, 23 જાન્યુથી શરૂ થનારા સપ્તાહમાં બજાર એક દાયરામાં કન્સોલિડેટ થતું જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 2023ના ત્રીજા ક્વાટરમાં પરિણામો આવવા શરૂ થઈ ગયા છે. એવામાં પરિણામોની અસરને કારણે પસંદીદા શેરોમાં આપણને એક્શન જોવા મળી શકે છે. આગામી સપ્તાહમાં મેટલ, આઈટી, કેપિટલ ગુડ્સમાં ફેરફાર આવવાની શક્યતા છે. ICICI bank, Kotak bank અને IDFC First bankના પરિણામો આવવાને કારણે આગામી સપ્તાહમાં બેંકિંગ સેક્ટર પર પણ ફોકસ રહેશે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Budget 2023, Business news, Investment, Stock market

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन