આ સપ્તાહમાં હોળીના કારણે રજાઓ હોવાથી કારોબારી દિવસ ઓછા રહેશે. બોમ્બે સ્ટોર એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે હોળીના અવસરે 7 માર્ચ એટલે કે મંગળવારે રજા જાહેર કરી છે.
નવી દિલ્હીઃ આ સપ્તાહમાં હોળીના કારણે રજાઓ હોવાથી કારોબારી દિવસ ઓછા રહેશે. બોમ્બે સ્ટોર એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જે હોળીના અવસરે 7 માર્ચ એટલે કે મંગળવારે રજા જાહેર કરી છે. જો કે, સ્ટોક બ્રોકર્સના સંગઠન ANMI એ સરકાર, શેરબજાર અને બજાર નિયામક સેબી પાસે હોળીની રજા 7 માર્ચ નહિ પણ 8 માર્ચે આપવા અનુરોધ કર્યો છે.
આ કારણોથી બજારમાં આવી શકે છે ઉતાર-ચઢાવ
CNBC TV18 HINDIના અહેવાલ મુજબ, સ્વસ્તિકા ઈન્વેસ્ટમાર્ટ લિમિટેડમાં સીનિયર ટેક્નિકલ વિશ્લેષક પ્રવેશ ગૌરે કહ્યું કે, મોઘવારી પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકાના કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વની તરફથી વ્યાજ દરોમાં સતત વધારાની આશંકા વચ્ચે ભારતીય શેરબજારોમાં અસ્થિરકા બનેલી રહી શકે છે. FII નાના સ્તર પર શુદ્ધ ખરીદી કરે છે, તેમના પર પણ રોકાણકારોની નજર રહેશે.
આગળ એક્સપર્ટે જણાવ્યું કે, વૈશ્વિક સ્તર પર બેંક ઓફ જાપાન વ્યાજ દરો પર જલ્દી નિર્ણય લેવાની છે. અમેરિકાના વ્યાપક આર્થિક આંકડા 10 માર્ચે જાહેર થવાના છે. જ્યારે જો ડોમેસ્ટિક સ્તર પર જોઈએ, તો ભારતના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા પણ 10 માર્ચે બહાર પડવાના છે.
અહીં રહેશે રોકાણકારોની નજર
જાન્યુઆરી મહિનાના ઔદ્યોગિક પ્રોડક્શનના આંકડા શુક્રવારે બજાર ખુલ્યા પછી જાહેર થશે. ત્યારબાદ બજાર રોકાણકારો અમેરિકી ડોલરના પ્રમાણે રૂપિયો અને ક્રૂડ ઓઈલની કિંમતોની ચાલ પર પણ નજર રાખશે.
રેલિગેયર બ્રોકિંગ લિમિટેડમાં ટેકનિકલ રિસર્ચના ઉપાધ્યક્ષ અજીવ મિશ્રાએ કહ્યું કે, હોળીનો તહેવાર હોવાના કારણે આ સપ્તાહમાં કારોબારી દિવસ ઘટી જશે. તેમનો અંદાજ છે કે, મિશ્ર સંકેતો વચ્ચે વોલેટિલિટી વધુ રહેશે. બજારમાં રોકાણ કરનારા રોકાણકારો ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાની રાહ જોઈ રહ્યા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર