નજીવા ઘટાડા સાથે બજાર થયું બંધ, સેન્સેક્સ 50 પોઇન્ટ તૂટ્યો, તો નિફ્ટી 15300 નજીક બંધ રહ્યો

નજીવા ઘટાડા સાથે બજાર થયું બંધ, સેન્સેક્સ 50 પોઇન્ટ તૂટ્યો, તો નિફ્ટી 15300 નજીક બંધ રહ્યો
પ્રતિકાત્મક તસવીર

સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં પણ મિશ્ર કારોબાર રહ્યો છે. બીએસઈ ઑટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, FMCG, IT અને ટેક સેકટરો વેચવાલી રહી.

 • Share this:
  Stock Market Today: સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે બજાર ઊંચાઈ સાથે ખુલ્યું હતું, પરંતુ બીએસઈ સેન્સેક્સ (BSE Sensex)એ દિવસે નફાના બુકિંગને કારણે 49.96 પોઇન્ટ તૂટ્યો. સેન્સેક્સ 52,104.17ના સ્તરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 1.25 અંકના સાધારણ ઘટાડા સાથે 15,313.45ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી બેંક 208 અંક ઘટીને 37,098ના સ્તર પર બંધ રહ્યો છે.

  સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં પણ મિશ્ર કારોબાર રહ્યો છે. બીએસઈ ઑટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, FMCG, IT અને ટેક સેકટરો વેચવાલી રહી. આ સિવાય કેપિટલ ગુડ્ઝ, હેલ્થકેર, મેટલ, ઓઇલ અને ગેસ, પીએસયુ સેક્ટર ગ્રીન માર્કમાં બંધ થયા છે.  તેજીવાળા 14 શેર
  સેન્સેક્સના ભારે શેરોમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો. 30માંથી 16 શેરો લાલ નિશાનમાં બંધ થયા છે. આ સિવાય 14 શેર્સમાં ખરીદી કરવામાં આવી હતી. આજે પાવરગ્રીડ 6 ટકાના વધારા સાથે બંધ રહ્યો છે. બીજી તરફ, ONGC, NTPC, Kotak Bank, Reliance, Maruti, LT, TechM, HDFC Bank, Sun Pharma, Baja Auto, Bharti Airtel અને IndusInd Bank તેજી સાથે બંધ થયા છે.

  આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

  આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પાંચ કૂવા સાઈકલ ખરીદવા જતા પહેલા સાવધાન, કસરત કરવાની સાઈકલ વેપારીને રૂ.3.50 લાખમાં પડી

  આ પણ વાંચોઃ-મારી પત્ની.... હવે સહન નથી થતું છે' FB પર પોસ્ટ મૂકી, સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરી ચૂકેલા એક્ટર સંદીપ નાહેરની આત્મહત્યા

  ઘટાડાવાળા શેર
  આજે 16 શેર્સમાં વેચવાલી છે. એક્સિસ બેંકમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય ICICI Bank, Infosys, SBI, TCS, Asian paints, HDFC, ITC બધા લાલ નિશાનમાં બંધ થયા છે.  BSE Smallcap-Midcap ઈન્ડેક્સ
  સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સ સારી રીતે વધી રહ્યા છે. ત્રણેય સૂચકાંકો વધારા સાથે બંધ થયા છે. બીએસઈનો સ્મોલલકેપ ઈન્ડેક્સ 84.80 અંકના વધારા સાથે 19778.67ના સ્તરે બંધ રહ્યો છે. આ સિવાય મિડકેપ ઈન્ડેક્સ 38.38 અંકના વધારા સાથે 20228.07 પર બંધ રહ્યો હતો. જ્યારે સીએએક્સ મિડકેપ ઇન્ડેક્સ 102.80 પોઇન્ટના વધારા સાથે 23316.50 ના સ્તરે બંધ રહ્યો હતો.
  Published by:ankit patel
  First published:February 16, 2021, 17:49 pm

  ટૉપ ન્યૂઝ