Home /News /business /રેકોર્ડ સ્તરે બંધ થયું બજાર, સેન્સેક્સ 52,150ને પાર, નિફ્ટી પણ વધ્યો, જાણો કયા શેરમાં તેજી અને કયા રહ્યા નરમ

રેકોર્ડ સ્તરે બંધ થયું બજાર, સેન્સેક્સ 52,150ને પાર, નિફ્ટી પણ વધ્યો, જાણો કયા શેરમાં તેજી અને કયા રહ્યા નરમ

મલ્ટીબેગર સ્ટોક (પ્રતીકાત્મક તસવીર)

સોમવારે એક દિવસના કારોબાર બાદ બીએસઈ સેન્સેક્સ 609.83 અંક એટલે કે 1.18 ટકાના વધારા સાથે 52,154.13ના સ્તર પર બંધ રહ્યો હતો.

Stock Market Today: બજેટ હોવાથી બજારમાં તેજીનો દોર ચાલુ છે. આજે સેન્સેક્સ (BSE Sensex) પણ 52,000ની સપાટીને વટાવી ગયો છે અને નિફ્ટી 50 ઈન્ડેક્સ (NSE Nifty) 15,300નો આંક પાર કરી ગયો છે. સોમવારે એક દિવસના કારોબાર બાદ બીએસઈ સેન્સેક્સ 609.83 અંક એટલે કે 1.18 ટકાના વધારા સાથે 52,154.13ના સ્તર પર બંધ રહ્યો હતો. આ સિવાય નિફ્ટી 151.40 પોઇન્ટ એટલે કે 1 ટકાના વધારા સાથે 15,314.70ના સ્તર પર બંધ રહ્યો છે. આજે સેનેક્સ-નિફ્ટી રેકોર્ડ રેકોર્ડ પર પહોંચવામાં સફળ રહ્યા. આ સિવાય નિફ્ટી બેંક પણ 37,400ની સપાટીને પાર કરી ગઈ છે.

આજે સેન્સેક્સ તેજી સાથે 51,907 પર ખુલ્યો અને 52,177.50 પોઇન્ટના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો છે. આજના બિઝનેસમાં બેંક અને નાણાંકીય શેરમાં જોરદાર ખરીદી જોવા મળી છે. આઇટી અને મેટલ શેરોમાં દબાણ રહ્યું છે.

શેર માર્કેટ


ઘટેલા શેરો
બીએસઈના 30 શેરોની વાત કરીએ તો 11 શેર આજે લાલ નિશાન પર બંધ થયા છે. આ સિવાય તમામ શેરોમાં તેજી રહી. આજે ડૉ. રેડ્ડી 1.7 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. જ્યારે, TCS, TechM, HUL, Asianpaints, Titan, HCL Tech, NTPC, Bajaj Auto, Reliance અને પાવર ગ્રીડમાં વેચવાલી જોવા મળી.

આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

આ શેરમાં ખરીદી થઇ
આ ઉપરાંત જ્યારે તેજીવાળા શેરોની વાત કરવામાં આવે તો એક્સિસ બેન્ક 5.8 ટકાના વધારા સાથે ટોચ પર છે. જ્યારે Icici Bank, Bajaj Finance, SBI, IndusInd Bank, HDFC, Bajaj Finsv, HDFC Bank, Kotak Bank, ONGC, Nestle Ind, Bharti Airtel, LT, ITC, Maruti, Sun Pharma અને Infosysના શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

સેકટોરીયલ ઇન્ડેક્સ
સેકટોરીયલ ઇન્ડેક્સની વાત કરીએ તો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, બીએસઈ આઈટી, મેટલ, ટેક અને ઓઇલ એન્ડ ગેસ વેચાયા હતા. તો BSE Auto, કેપિટલ ગુડ્ઝ, બીએસઈ હેલ્થકેર અને PSUએ જોર પકડ્યું.



સ્મોલકેપ-મિડકેપ ઈન્ડેક્સ
>> BSE Smallcap ઈન્ડેક્સ 71.82 અંક વધીને 19693.87ના સ્તરે બંધ રહ્યો છે.
>> BSE Midcap ઈન્ડેક્સ 278.66 અંકના વધારા સાથે 20189.69ના સ્તરે બંધ રહ્યો છે.
>> CNX Midcap ઈન્ડેક્સ 292.90 પોઇન્ટના વધારા સાથે 23207.20 ના સ્તરે બંધ રહ્યો છે.
First published:

Tags: BSE, Nifty50, NSE, Stock market, સેન્સેક્સ