Home /News /business /

છેલ્લી બાજી પણ જીતી ગયા Rakesh Jhunjhunwala, આ શેરે બે દિવસમાં આપ્યું 45 ટકા રિટર્ન

છેલ્લી બાજી પણ જીતી ગયા Rakesh Jhunjhunwala, આ શેરે બે દિવસમાં આપ્યું 45 ટકા રિટર્ન

બજારના આ બિગબુલે મૃત્યુ પહેલા જે શેર પર છેલ્લો દાવ લગાવ્યો તેમાં બે દિવસમાં 50 ટકાનો ઉછાળો.

Jhunjhunwala last Bet: રાકેશ ઝુનઝુનવાલાએ મૃત્યુ પહેલા છેલ્લે જે શેરમાં દાવ લગાવવાનું નક્કી કર્યું હતું તેમાં દાવ સફળ રહ્યો છે. તેમના અચાનક મૃત્યુ બાદ તેમની ઈન્વેસ્ટમેન્ટ ફર્મ રેર ઇન્વેસ્ટમેન્ટે સિંગર ઇન્ડિયામાં ખરીદી કરી હતી અને આજે તેમનું રોકાણ ગણતરીના દિવસોમાં 50 ટકાથી વધુ રિટર્ન આપી રહ્યું છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ અહેવાલનોનું માનીએ તો લાગે છે કે રાકેશ ઝુનઝુનવાલાને પોતાના જીવનના છેલ્લા દાવમાં પણ સફળતા હાથ લાગી છે. દેશના દિગ્ગજ રોકાણકાર અને બિગ બુલ ઝુનઝુનવાલાની કંપની રેર ઇન્વેસ્ટમેન્ટ (RARE Investment) દ્વારા સિંગર ઇન્ડિયા (Singer India) ના શેરમાં ખરીદી કરવાના સમાચાર આવ્યા બાદ આ શેરમાં દમદાર રેલી જોવા મળી છે. બે દિવસમાં આ શેર પોતાના રોકાણકારોને લગભગ 45 ટકા જેટલું રિટર્ન આપી ચૂક્યો છે.

    Bitcoin છોડો હવે UPI છે નવા યુગમાં કમાણીનું સાધન, આ રીતે રોકાણ કરીને તિજોરી ભરી શકો છો

    18 ટકાથી વધુ ચઢ્યો શેર

    બુધવારે 17 ઓગસ્ટ 2022ના સિંગર ઇન્ડિયાનો શેર બીએસઈ પર લગભગ 18 ટકની તેજી સાથે 81.80 રુપિયા પર ખૂલ્યો હતો. જે બાદ આ લખાય છે ત્યાં સુધીમાં 1.30 વાગ્યા સુધીમાં 82.95નો ઇન્ટ્રાડે હાઈ બનાવ્યો હતો. શેર સવારે 75 રુપિયા પર ખૂલ્યો હતો. જે મંગળવાર 16 ઓગસ્ટના બંધ ભાવ 69.15 રુપિયાથી 6 રુપિયા કરતા વધારે હતો. તેમજ બપોરે દોઢ વાગ્યા આસપાસ સુધીમાં શેર 49.28 ટકા જેટલો ઉછળ્યો હતો અને એક જ દિવસમાં આટલું તગડું રિટર્ન આપ્યું હતું. એક દિવસ પહેલા મંગળવારે શેરમાં 20 ટકાની તેજી સાથે અપર સર્કિટ લાગી હતી.

    Hot Stocks: શોર્ટ ટર્મમાં કમાણી કરવી હોય તો નિષ્ણાતોએ સૂચવેલા આ સ્ટોક્સ પર દાવ રમો

    રેર ઇન્વેસ્ટમેન્ટે ખરીદી ભાગીદારી

    બીએસઈની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી મુજબ રાકેશ ઝુનઝુવાલાની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ રેર ઇન્વેસ્ટમેન્ટે સિંગર ઇન્ડિયામાં ભાગીદારી ખરીદી છે. સંભાવના છે કે આ જ કારણે મંગળવારે આ શેરમાં જોરદાર ખરીદી જોવા મળી રહી હતી. રેર ઇન્વેસ્ટમેન્ટે સિંગર ઈન્ડિયાના 42,50,000 શેર ખરીદ્યા છે. જે કંપનીની કુલ પેડ અપ કેપિટલના 10 ટકાથી વધારે છે. રેર ઇન્વેસ્ટમેન્ટ્સે કંપનીના આ શેર બલ્ક ડીલ દ્વારા ખરીદ્યા હતા.

    નાના રોકાણકાર માટે રાકેશ ઝુનઝુનવાલાના અત્યંત મહત્વના ગુરુમંત્ર, આટલી વાતો ગાંઠે બાંધી લો કયારેય પસ્તાવાનો વારો નહીં આવે

    જાણો કઈ કિંમતે શેર ખરીદ્યા હતા

    બીએસઈની વેબસાઈટ પર ઉપલબ્ધ બલ્ક ડીલ સાથે જોડાયેલી જાણકારી મુજબ રાકેશ ઝુનઝુનવાલાની કંપનીએ 53.50 રુપિયાના દરે સિંગર ઇન્ડિયાના 42.50 લાખ શેર ખરીદ્યા છે. હવે તે રીતે જોવા જઈએ તો ઝુનઝુનવાલાની કંપનીને બુધવારે ઈન્ટ્રાડે હાઈની તુલનાએ અત્યાર સુધીમાં 50 ટકાથી વધુ રિટર્ન મળી ચૂક્યું છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Investment tips, Rakesh jhunjhunwala, Stock market Tips, રાકેશ ઝુનઝુનવાલા, શેરબજાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन