Home /News /business /સૌથી મોટી ખનીજ ઉત્પાદક કંપની રોકાણકારોમાં વહેંચશે 5,000 કરોડનો નફો, દરેક શેર પર થશે 650%નો ફાયદો
સૌથી મોટી ખનીજ ઉત્પાદક કંપની રોકાણકારોમાં વહેંચશે 5,000 કરોડનો નફો, દરેક શેર પર થશે 650%નો ફાયદો
આ કંપની આપશે 5000 કરોડનું ડિવિડન્ડ
માઈનિંગ કંપની હિન્દુસ્તાન ઝિંકે ગુરુવારે 5,493 કરોડ રૂપિયાના ત્રીજા અંતરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. વેદાન્તા સપોર્ટેડ મેટલ પ્લેયરનો તેના રોકાણકારોને એક ભારે લાભ આપવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે. કંપનીએ નવીનતમ ડિવિડન્ડ માટે પહેલાથી જ રેકોર્ડ ડેટની જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હીઃ માઈનિંગ કંપની હિન્દુસ્તાન ઝિંકે ગુરુવારે 5,493 કરોડ રૂપિયાના ત્રીજા અંતરિમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. વેદાન્તા સપોર્ટેડ મેટલ પ્લેયરનો તેના રોકાણકારોને એક ભારે લાભ આપવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે. કંપનીએ નવીનતમ ડિવિડન્ડ માટે પહેલાથી જ રેકોર્ડ ડેટની જાહેરાત કરી દીધી છે. સાથે જ કંપનીએ 31, ડિસેમ્બર 2022ના સમાપ્ત ક્વાટર માટે નાણાકીય પરિણામની પણ જાહેરાત કરી છે.
કંપનીએ શું કહ્યું?
વિનિયામક ફાઈલિંગ અનુસાર, હિન્દુસ્તાન ઝિંકે કહ્યુ કે, બોર્ડે 13 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરના ત્રીજા અંતરિમ ડિવિડન્ડને મંજૂરી આપી દીધી છે, જે નાણાકીય વર્ષ 2023 માટે 2 રૂપિયા પ્રતિ શેરની ફેસ વેલ્યૂ 650% છે. આ ડિવિડન્ડ કુલ 5,493 કરોડ રૂપિયાનું છે. હિન્દુસ્તાન ઝિંકે ત્રીજા અંતરિમ ડિવિડન્ડ માટે પાત્ર શેરધારકોને નિર્ધારિત કરવા માટે 30 જાન્યુને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.
આ પહેલા ચાલૂ નાણાકીય વર્ષ માટે હિન્દુસ્તાન ઝિંકે તેનું પહેલું અંતરિમ ડિવિડન્ડ 21 રૂપિયા પ્રતિ શેર કુલ મળીને 1,050 ટકા અને 775 ટકાનું બીજુ અંતરિમ ડિવિડન્ડ 15.50 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેરની ચૂકવણી કરી હતી. FY23ના પહેલા છ મહિનામાં કંપનીએ 1,825 ટકાની ચૂકવણી કરી હતી, જે 36.50 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર હતું. FY22માં કંપનીએ તેના શેરઘારકોને 18 રૂપિયા પ્રતિ શેર મૂલ્યના 900 ટકા ડિવિડન્ડની ચૂકવણી કરી હતી.
વેદાન્તાની સહાયક કંપની હિન્દુસ્તાન ઝિંકે ગુરુવારે ડિસેમ્બર ક્વાટર માટે 2,156 કરોડ રૂપિયાનો સમેકિત શુદ્ધ લાભ નોંધાવ્યો હતો, જે એક વર્ષ પહેલાના ગાળામાં રિપોર્ટ કરવામાં આવેલા 2,701 કરોડથી 20 ટકા ઓછો છે. ક્રમ અનુસાર, ટેક્સ પછી PATમાં 19 ટકાનો ધટાડો આવ્યો. સપ્ટેમ્બર ક્વાટરમાં તે 2,680 કરોડ રૂપિયા હતો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર