Home /News /business /આ કંપનીના IPOએ માર્કેટમાં કરી ‘પઠાણ’ જેવી એન્ટ્રી, 1 શેર પર કરાવ્યો આટલો નફો

આ કંપનીના IPOએ માર્કેટમાં કરી ‘પઠાણ’ જેવી એન્ટ્રી, 1 શેર પર કરાવ્યો આટલો નફો

રેડ હેરિંગ પ્રોસપેક્ટસના પ્રમાણે, કંપનીના આઈપીઓનું કદ 1,025 કરોડ રૂપિયાથી ઘટાડીને 865 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યુ છે. હવે આ કંપની ઈક્વિટી શેરોનું ફ્રેશ ઈશ્યૂથી 320 કરોડ રૂપિયા અને પ્રમોટર્સ તેમજ વર્તમાન શેરધારકો દ્વારા શેરોના વેચાણ OFSના માધ્યમથી કરી, 545 કરોડ રૂપિયા એકત્રિક કરવાની યોજના બનાવી રહી છે.

ગ્લોબલ સરફેસ આઈપીઓએ માર્કેટમાં શાનદાર ડેબ્યૂ કર્યુ છે. લિસ્ટિંગ પછી કંપનીના શેરોમાં તેજી જોવા મળી રહી છે. સવારે 10.05 મિનિટ પર બીએસઈમાં ગ્લોબલ સરફેસ લિમિટેડ 165.10 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.

નવી દિલ્હીઃ શેરબજારમાં ગ્લોબલ સરફેસ લિમિટેડના આઈપીઓએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. બીએસઈમાં કંપની 163 પર લિસ્ટ થઈ છે. જે કોઈ રોકાણકારે કંપનીના આઈપીઓને સબસક્રાઈબ કર્યો હશે અને જેમને શેર એલોટ થયા હશે, તે રોકાણકારોને દરેક શેર પર 23 રૂપિયાનો ફાયદો થયો છે. જાણકારી અનુસાર, કંપનીના IPOની પ્રાઈસ બેન્ડ 133 રૂપિયાથી 140 રૂપિયા પ્રતિ શેર હતી.

લિસ્ટિંગ પછી કંપનીના શેરોમાં તેજી


ગ્લોબલ સરફેસ આઈપીઓએ માર્કેટમાં શાનદાર ડેબ્યૂ કર્યુ છે. લિસ્ટિંગ પછી કંપનીના શેરોમાં તેજી જોવા મળી રહી છે. સવારે 10.05 મિનિટ પર બીએસઈમાં ગ્લોબલ સરફેસ લિમિટેડ 165.10 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. એટલે કે, લિસ્ટિંગ પ્રાઈસથી 1.29 ટકા વધારે તેજી જોવા મળી રહી છે. જાણકારી અનુસાર, શેરબજારમાં કંપની ઈન્ટ્રા ડે હાઈ 171.15 રૂપિયા પ્રતિ શેર છે.

આ પણ વાંચોઃ બાયોફ્લોક ટેકનિકના ઉપયોગ સાથે શરુ કરો આ વ્યવસાય, આસાનીથી થશે બમ્પર કમાણી, સરકાર પણ આપે છે સહાય

16.43 ટકાના પ્રીમિયમ પર લિસ્ટ થયેલી આ કંપનીના આઈપીઓને સારો પ્રતિભાવ મળ્યો છે. ઓપનિંગના પહેલા દિવસે જ 0.43 ટકા, બીજા દિવસે 1.10 ટકા અને ત્રીજા દિવસે 12.21 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું છે. એટલે કે કુલ મળીને 14 ગણો ગ્લોબલ સરફેસનો આઈપીઓ સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ RBIનો આદેશ 31 માર્ચ સુધી તમામ બેંક ચાલુ રહેશે, રવિવારે પણ કામ કરશે

IPO વિશે વિગતમાં


1. ગ્લોબલ સરફેસ લિમિટેડ આઈપીઓ ઓપનિંગ ડેટ - 13 માર્ચ
2. ગ્લોબસ સરફેસ આઈપીઓ કલોઝિંગ ડેટ - 15 માર્ચ
3. ગ્લોબલ સરફેસ લિમિટેડ આઈપીઓ શેર એલોટમેન્ટ - 20 માર્ચ
4. ગ્લોબલ સરફેસ લિમિટેડ આઈપીઓ ફેસ વેલ્યૂ - 10 રૂપિયા પ્રતિ શેર
5. લોટ સાઈઝ - 100 શેર



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, IPO News, Stock market