Home /News /business /આ કંપનીના IPOએ માર્કેટમાં કરી ધમાકેદાર એન્ટ્રી, લિસ્ટિંગ પર જ રોકાણકારોના ખિસ્સા ભરી દીધા

આ કંપનીના IPOએ માર્કેટમાં કરી ધમાકેદાર એન્ટ્રી, લિસ્ટિંગ પર જ રોકાણકારોના ખિસ્સા ભરી દીધા

કંપની આ રીતે કરશે ફંડનો ઉપયોગ- આઇપીઓ દ્વારા મળનારી રકમમાંથી 500 કરોડ રૂપિયાનો ઉપયોગ સોલ્વેન્સી લેવલ્સને સપોર્ટ કરવા માટે પોતાના કેપિટલ બેઝને વધારવા માટે કરવામાં આવશે. કંપનીને 15 માર્ચે ઓબ્ઝર્વેશન લેટર મળ્યો છે, આઇપીઓ લાવ્યા પહેલાં કોઇ પણ કંપની માટે ઓબ્ઝર્વેશન લેટર મેળવવો ખૂબ જરૂરી છે.

શેરબજારમાં આજે Macfos Ltdએ શાનદાર એન્ટ્રી કરી છે. કંપનીના આઈપીઓને સબસ્ક્રાઈબ કરનારા રોકાણકારોને લિસ્ટિંગની સાથે જ 80.39 ટકાનો જોરદાર ફાયદો થયો છે.

નવી દિલ્હીઃ શેરબજારમાં આજે Macfos Ltdએ શાનદાર એન્ટ્રી કરી છે. કંપનીના આઈપીઓને સબસ્ક્રાઈબ કરનારા રોકાણકારોને લિસ્ટિંગની સાથે જ 80.39 ટકાનો જોરદાર ફાયદો થયો છે. બીએસઈમાં આ એસએમઈ કંપની 184 રૂપિયા પર લિસ્ટ થઈ છે. જાણકારી અનુસાર, કંપનીના આઈપીઓનું પ્રાઈસ બેન્ડ 96થી 102 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યું હતું.

પ્રી લિસ્ટિંગ પણ ધમાકેદાર


શાનદાર લિસ્ટિંગ પછી કંપનીના શેર પ્રોફિટ બુકિંગનો ભોગ બન્યા હતા. ત્યારબાદ કંપનીના શેરોમાં 5 ટકાનું લોઅર સર્કિટ લાગ્યુ. તેના પહેલા પ્રી લિસ્ટિંગના સમયે કંપની ધમાકેદાર પ્રદર્શન કરી રહી હતી. બીએસઈમાં સવારે 9.30 વાગ્યે કંપનીના શેર 90 ટકાની તેજીની સાથે 193.80 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ દર મહિને મળશે ખાતામાં આવી જશે પૂરા 5.6 લાખ રૂપિયા, બસ આ યોજનામાં કરવાનું છે રોકાણ

કંપનીના IPOની વિગત


Macfos Ltd આઈપીઓ ઓપનિંગ ડેટ - 17 ફેબ્રુઆરી 2023
Macfos Ltd IPO ક્લોઝિંગ ડેટ - 21 ફેબ્રુઆરી 2023
Macfos Ltd IPO લિસ્ટિંગ ડેટ - બુધવાર 1 માર્ચ 2023
Macfos Ltd IPO ફેસ વેલ્યૂ - 10 રૂપિયા પ્રતિ શેર
Macfos Ltd IPO લોટ સાઈઝ - 1200 શેર
Macfos Ltd IPO સાઈઝ - 23.74 કરોડ રૂપિયા
Macfos Ltd IPO લિસ્ટિંગ - બીએસઈ એસએમઈ
Macfos Ltd IPO માર્કેટ કેપ - 90.12 કરોડ રૂપિયા

આ પણ વાંચોઃ Adani Groupની તમામ કંપનીઓના શેર પર આવ્યા મોટા સમાચાર

શું કરે છે કંપની?


Macfos Ltd મહારાષ્ટ્રના પુણેમાં સ્થિત છે. કંપની રોબોટિક પાર્ટ્સ, મોબાઈલ એપ્લિકેશન, ઈ-બાઈક પાર્ટ્સ, ટ્રીડી પ્રિન્ટર, વગેરે જેવા સામાનો વેચે છે. કંપનીના ગ્રાહકોમાં વિપ્રો, ટાટા પાવર, ઓએનજીસી, જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
First published:

Tags: Business news, IPO News, Stock market