Home /News /business /આ IPOએ માર્કેટમાં કરી ધમાકેદાર એન્ટ્રી, પહેલા જ દિવસે રોકાણકારોને 30 ટકા નફો

આ IPOએ માર્કેટમાં કરી ધમાકેદાર એન્ટ્રી, પહેલા જ દિવસે રોકાણકારોને 30 ટકા નફો

IPOએ ભરી મોટી છલાંગ

સાહ પોલીમર્સના શેરે માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ 100 રૂપિયાથી પ્રાઈસ બેન્ડ વાળા આઈપીઓએ રોકાણકારોને લિસ્ટિંગની સાથે જ તગડો નફો કરાવ્યો છે. બીએસઈમાં આજે સવારે સાહ પોલિમર્સના આઈપીઓના શેર 30.77 ટકાના નફા સાથે 85 રૂપિયા પર બીએસઈમાં લિસ્ટ થયા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ સાહ પોલીમર્સના શેરે માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ 100 રૂપિયાથી પ્રાઈસ બેન્ડ વાળા આઈપીઓએ રોકાણકારોને લિસ્ટિંગની સાથે જ તગડો નફો કરાવ્યો છે. બીએસઈમાં આજે સવારે સાહ પોલિમર્સના આઈપીઓના શેર 30.77 ટકાના નફા સાથે 85 રૂપિયા પર બીએસઈમાં લિસ્ટ થયા છે. એટલે કે જે રોકાણકારોને કંપનીના શેર અલોટ થયા હશે, તેઓ લિસ્ટિંગના દિવસે જ 20 રૂપિયા પ્રતિ શેરનો નફો કમાઈ ચૂક્યા છે. જાણકારી અનુસાર, લિસ્ટિંગના થોડા જ સમય પછી કંપનીના શેરોમાં અપર સર્કિટ લાગ્યુ છે.

    અપર સર્કિટ પર શેર


    લિસ્ટિંગ પછી બીએસઈમાં કંપનીના સેર 5 ટકા સુધી વધી ગયા છે. ત્યારપછી સાબ પોલિમર્સના શેરોના ભાવ વધીને 89.25 રૂપિયા થઈ ગયો છે. જાણકારી અનુસાર, કંપનીના આઈપીઓનું પ્રાઈસ બેન્ડ 61થી 65 રૂપિયાનો હતો. ઈશ્યૂ પ્રાઈસની સાથે સાહ પોલીમર્સના શેરના ભાવ 37 ટકા વધી ગયા હતા.

     આ પણ વાંચોઃ આ મ્યુચ્યુઅલ ફંડ તો રુપિયા છાપવાનું કારખાનું, 5 વર્ષમાં 50 લાખની કમાણી!

    IPO સબસ્ક્રિપ્શન વિગત


    એનએસઈ પર ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, આઈપીઓ હેઠળ 56,10,000 શેરની ઓફર પર 9,79,44,810 શેરો માટે બિડ મળી. રિટેલ ઈન્ડિવિજુઅલ્સ રોકાણકારોની કેટેગરીને 39.78 ટકા જ્યારે, બિન-સંસ્થાકીય રોકાણકારોની કેટેગરીમાં 32.69 ટકા બિડ મળી છે. જ્યારે, ક્યૂઆઈબી રોકાણકારોના હિસ્સાને 2.40 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું છે.

    આ પણ વાંચોઃ ગળાની નીચે નહિ ઉતરે આ વાત પણ એક ડોગી 3,000 કરોડનો માલિક! Netflix તો બનાવી રહ્યું છે સીરીઝ

    IPOની વિગત


    સાહ પોલીમર્સનો આઈપીઓ 30 ડિસેમ્બર 2022ના રોજ ખુલ્યો હતો અને 4 જાન્યુ 2023ના રોજ બંધ થયો હતો. કંપનીના શેરનું એલોટમેન્ટ 9 જાન્યુ 2023એ થયું હતું. જાણકારી અનુસાર, કંપનીએ 230 શેરોની લોટ સાઈઝ નક્કી કરી હતી. જેના કારણે, એક રિટેલ રોકાણકારે ઓછામાં ઓછું 14,950 રૂપિયાનું રોકાણ કર્યુ હશે. કારણ કે, એક રોકાણકાર મહત્તમ 13 લોટ પર બિડ લગાવી શકે છે. એટલા માટે રિટેલ રોકાણકારો મહત્તમ 1,94,350 રૂપિયાનું જ રોકાણ કરી શક્યા હશે.


    (Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment, IPO News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन