NSEમાં શુક્રવારે કંપનીના એક શેરનો ભાવ 1.46 ટકાની તેજીની સાથે 1,038 રૂપિયા સ્તર પર બંધ થયો હતો. એટલે કે શુક્રવારના હિસાબથી જોઈએ, તો રોકાણકારોને દરેક શેર પર 162 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. ગત 5 વર્ષમાં કંપનીના શેરોમાં 230.63 ટકાની તેજી જોવા મળી છે. જ્યારે ગત 3 વર્ષની વાત કરીએ તો કંપનીએ તેના પોઝિશનલ રોકાણકારોને 227.62 ટકાનું વળતર આપ્યું છે. જાણકારી અનુસાર, શેરબજારમાં કંપનીની 52 સપ્તાહનું ઊંચુ સ્તર 1,191 રૂપિયા છે અને 52 સપ્તાહનું નીચું સ્તર 594.15 રૂપિયા છે.
સપ્ટેમ્બર ક્વાટર સુધી પ્રમોટર્સની પાસે કંપનીની 49.07 ટકા ભાગીદારી હતી. જ્યારે FIIsની 20.11 ટકા, ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ રોકાણકારોની 2.39 ટકા, સરકારની પાસે 0.06 ટકા અને પબ્લિક પાસે 28.36 ટકા ભાગીદારી હતી.ૉ
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર