એકથી વધુ પોલિસીમાં ગૂંચવડા થાય છે? ઈ-ઇન્શ્યોરન્સ એકાઉન્ટનો કરો ઉપયોગ

એકથી વધુ પોલિસીમાં ગૂંચવડા થાય છે? ઈ-ઇન્શ્યોરન્સ એકાઉન્ટનો કરો ઉપયોગ
પ્રતિકાત્મક તસવીર

ઇન્શ્યોરન્સ પોલિસીની સંખ્યા વધુ હોવાથી કયા ડોક્યુમેન્ટ ક્યાં પડ્યા છે, તેની પણ મુશ્કેલી સર્જાય છે

  • Share this:
આધુનિક સમયમાં લોકો વીમા કવચ લેવા તરફ વળ્યા છે. કોઈ એક વ્યક્તિને બેથી વધુ પોલિસી હોય તેવું બને છે. ઘણા તો અઢળક પોલિસી લઈને રાખે છે. આવું જ સુનિતાના કિસ્સામાં બન્યું છે. તેણે છેલ્લા 15 વર્ષમાં 25થી વધુ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ રાખી હતી. તેનું મૂડીરોકાણ તો સોનામાં પણ હતું. આ ઉપરાંત તેણે ઇન્શ્યોરન્સ પ્લાનમાં પણ રોકાણ કરી રાખ્યું હતું. તેની પાસે વાહન અને આરોગ્યની પોલિસી પણ હતી. જેમાં જનરલ ઇન્શ્યોરન્સ પોલિસી તેના પતિના નામે હતી. બાળકોના નામે પણ કેટલીક પોલિસી હતી. ઉપરાંત પોલિસી અલગ અલગ સમયે લીધી હતી.આવી સ્થિતિમાં પોલિસીનું પરફોર્મન્સ શું છે તે શોધવું મુશ્કેલ બન્યું હતું. પોલિસીને હેન્ડલ કરવામાં તકલીફ પડતી હતી.

ઇન્શ્યોરન્સ પોલિસી સંખ્યા વધુ હોવાથી કયા ડોક્યુમેન્ટ ક્યાં પડ્યા છે, તેની પણ મુશ્કેલી સર્જાઈ હતી. ઉપરાંત પોલિસીથી કોઈ લાભ થયા છે કે નહીં, પે આઉટ મળ્યું છે કે નહીં તે જાણવું કપરું હતું. ઘણી વખત એવું પણ બને છે કે પોલિસી માટે અલગ અલગ બેંક એકાઉન્ટની વિગતો આપી હોય. ક્યારેક ઘર બદલ્યા પછી એડ્રેસ અપડેટ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સા પણ ઘણા છે. આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે પોલીસી હોલ્ડરે ઈ-ઇન્શ્યોરન્સ એકાઉન્ટ બનાવવું જોઈએ.શું છે ઈ-ઇન્શ્યોરન્સ એકાઉન્ટ?

ઈ ઇન્શ્યોરન્સ એકાઉન્ટમાં પોલિસી હોલ્ડરની અલગ અલગ લાઇફ ઇન્શ્યોરન્સ અને જનરલ ઇન્શ્યોરન્સ પોલિસીને ઇલેક્ટ્રોનિક પ્રકારે સાચવી રાખે છે. એકંદરે હવે પોલિસીના ફીઝીકલ દસ્તાવેજો રાખવાની જરૂર રહેશે નહીં. વીમા ડીપોઝીટરીમાં પોલિસીનો રેકોર્ડ હોય છે. જેવી રીતે સ્ટોક માર્કેટમાં શેરની ખરીદી બાદ તે ડિપોઝિટરીમાં પડ્યા રહે છે. તેવી જ રીતે ઇન્શ્યોરન્સમાં પણ થાય છે. આ સુવિધાના કારણે વ્યક્તિ પોતાની પોલિસીને એક સ્થળે એકત્રિત કરી શકે છે. જેથી પોલિસીના ડોક્યુમેન્ટ ખોવાઈ જવાની દહેશત રહેતી નથી. આ સુવિધા પોલ્સી હોલ્ડર માટે વિનમૂલ્યે મળે છે.

આ પણ વાંચો - પૈસાની જરૂર છે? સસ્તા દરે લોનના આ ચાર વિકલ્પ પર નજર દોડાવો

આ સેવાના કારણે એડ્રેસ કે બેંક એકાઉન્ટમાં ફેરફારને ઓનલાઈન કરી શકશે. મનીબેક કે પોલિસી પાકે ત્યારે વળતર પણ નોંધાયેલા બેંક એન્કાઉન્ટમાં આપોઆપ ટ્રાન્સફર થઈ જશે. પેમેન્ટ રિમાઇન્ડર, મેચ્યોરિટી એલર્ટની સુવિધા પણ મળશે જેથી પોલીસી હોલ્ડરને વધુ ઝંઝટ રહેશે નહીં.

ડીજી લોકરમાં પણ ઇન્શ્યોરન્સ પોલિસી માટે સુવિધા મળે છે પણ તેના ફાયદા ઈ-ઇન્શ્યોરન્સ જેટલા નથી. ડીજી લોકરમાં પોલિસીના ડોક્યુમેન્ટ માત્ર જોઈ શકાય છે. વ્યવહાર થઈ શકતો નથી. કલેમ, પ્રીમિયમ પેમેન્ટ, નોમિની બદલવા કે એડ્રેસ જેવી ડેમોગ્રાફીક વિગતો ડીજી લોકરમાં નાખી શકાતી નથી.

સુધારાનો અવકાશ રહે છે!

ઈ-ઇન્શ્યોરન્સ એકાઉન્ટના ઘણા ફાયદા છે. પરંતુ કેટલાક સુધારા પણ જરૂરી છે. સૌથી પહેલા કેવાયસીનો પ્રશ્ન છે. જો મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટે કેવાયસી હોય તો પણ રીડિપોઝીટરીમાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. દસ્તાવેજો અપલોડ કરવામાં રોકાણકારોની આંખે અંધારા આવી જાય છે. જેથી લોકો આ સુવિધાથી અળગા રહે છે.

બીજી વાત એ છે કે, હાલમાં પ્રીમિયમ ચુકવણી રોકાણકાર વીમા કંપની વેબસાઇટ પરથી કરી શકે છે. જો કે, દર 5માંથી એક વીમા રીપોઝીટરી CAMSRep દ્વારા પોલિસી ધારકના બેંક એકાઉન્ટમાં સીધે સીધી પેમેન્ટ લિંક આપવા કામ કરે છે. જાગૃતિના અભાવને કારણે ઈ-ઇન્શ્યોરન્સનો ઉપયોગ ખૂબ ઓછો છે.

રેગ્યુલેટર અને વીમા કંપનીઓએ ઈ-ઇન્શ્યોરન્સને પ્રોત્સાહન આપવા પ્રયાસ કરવો જોઈએ. આ સુવિધા પોલિસી ધારકને ફાયદાકારક છે. પોલિસી પ્રિન્ટિંગ અને મેઇલ કરવાના ખર્ચને અટકાવે છે.

દરેક નાણાકીય સેવાઓમાં ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એજન્ટોએ પણ ટેકનોલોજીને અપનાવવાની જરૂર છે. નાણાકીય વર્ષ 2021માં આ બાબતો ઉપર ધ્યાન રાખવામા આવ્યું હતું. વર્ષ 2022 આર્થિક સુવિધા વધુ અનુકૂળ બનાવવાનું રહેશે.
Published by:News18 Gujarati
First published:April 10, 2021, 19:44 pm