નવી દિલ્હીઃ ઘણીવાર પ્રોપર્ટીની રજિસ્ટ્રી તેમજ અન્ય દસ્તાવેજની કાર્યવાહીમાં રૂપિયા બચાવવા માટે દેવાદાર તેના જીવનસાથીના નામ પર પ્રોપર્ટી રજિસ્ટર કરાવી દે છે. એવામાં એક સવાલ તે થાય છે, કે આ લોન પર હવે ટેક્સ છૂટ મળશે કે નહિ. તેનો જવાબ હા અને ના બંને હોઈ શકે છે અને તે આ વાત પર નિર્ભર કરે છે, કે ઘર સંપૂર્ણ રીતે તેમની પત્નીના નામ પર છે, તે પછી તેઓ પણ ઘરમાં થોડા હિસ્સેદાર છે.
મિંટમાં છાપવામાં આવેલા એક લેખમાં રોકાણ અને ટેક્સ સલાહકાર બલવંત જૈન કહે છે, કે કોઈ વ્યક્તિ કે HUF 2 પ્રકારે હોમ લોન પર ટેક્સમાં રાહત મેળવી શકે છે. પહેલી રાહત આવકવેરાની કલમ 80સી હેઠળ હોમ લોન માટેની લીધેલી મૂળ રકમની ચૂકવણી આવકવેરાની કલમ 80સી હેઠળ પ્રથમ રાહત ઉપલબ્ધ છે. બીજી છૂટ કલમ 24બી હેઠળ તમારા દ્વારા આપવામાં આવેલા વ્યાજ પર મળે છે. આ બંને પ્રકારે ટેક્સ રાહત આપવા માટે તમારે 2 શરતો પૂરી કરવાની હોય છે.
પહેલી શરત તે છે, કે તમે તે ઘર માલિક હોવા જોઈએ. તમે એકલા પણ માલિક હોઈ શકો છો અને કોઈની સાથે પણ. બીજી શરત એ છે કે, તમે લોન એકલા કે કોઈની ભાગીદારીમાં લીધી હોય. આમાં જે પહેલી શરત છે તે અનિવાર્ય છે. તેનો અર્થ છે કે, તમારે ધરના માલિક કે ખરીદદાર હોવું જ પડશે. જો તમે પહેલી શરત પૂરી કરી શકતા નથી અને ઘરની માલિક એકમાત્ર તમારી પત્ની છે, તો તમે લોન પર ટેક્સ છૂટ મેળવી શકતા નથી. ભલે લોનનું વ્યાજ સીધી રીતે તમે જ કેમ ભરી ન રહ્યા હોય.
જો તમે ઘરના સહ-માલિક છો, તો પણ તમને સંપૂર્ણ રીતે છૂટ મળશે નહિ. ધ્યાન રાખવું કે ઘરની ભાગીદારી લોન લેતા સમયે શરૂઆતમાં જ નક્કી થઈ જાય. તમે પ્રમાણમાં ટેક્સ છૂટ પણ લઈ શકો છો. જેટલો હિસ્સો તમારો ઘરમાં છે, તમે તેટલા હિસાબથી છૂટનો દાવો કરી શકો છો. નોંધનીય છે, કે ટેક્સ છૂટ માત્ર ઘર ખરીદવા કે બનાવવા માટે નહિ, પણ તમે ઘરના રિનોર્વેશન માટે પણ લોન લો છો, તો તમને ટેક્સ છૂટ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર