Home /News /business /આ શેર પર દેશની સૌથી મોટી બેંકનો હાથ, ડબલ કરી દેશે રૂપિયા; બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ
આ શેર પર દેશની સૌથી મોટી બેંકનો હાથ, ડબલ કરી દેશે રૂપિયા; બ્રોકરેજ હાઉસે આપી ખરીદવાની સલાહ
આ શેરમાં કરો રોકાણ
જીસીએલ સિક્યોરિટીઝના રવિ સિંધલે કહ્યુ કે, એસબીઆઈના કંટ્રેલમાં આવ્યા પછી યસ બેંકના ફન્ડામેન્ટલમાં સતત સુધારો આવી રહ્યો છે. તેના ક્યૂ3 બિઝનેસ અપડેટ પણ મજબૂત છે અને તેણે ઓક્ટોબરથી ડિસેમ્બર 2022 ક્વાટર દરમિયાન તેના ઋણ અને અગ્રિમ આંકડામાં સુધારામાં સફળતા હાસિંલ કરી છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના નિયંત્રણ હેઠળ આવી ત્યારથી યસ બેંકનું સંચાલન સારી રીતે ચાલી રહ્યું છે. 14 ડિસેમ્બર 2022ના રોજ NSE પર યસ બેન્કના શેર ₹24.75ની 52-અઠવાડિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. 52-સપ્તાહના ઉચ્ચ સ્તરેથી ઘટીને 16 જાન્યુઆરીએ બપોરે 12:47 વાગ્યા સુધી તે રૂ. 20.25 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ એક મહિનામાં તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 20 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
શેરબજારના નિષ્ણાતોના મતે, સ્ટોક માર્ચ 2023 સુધી આ રેન્જમાં રહી શકે છે, કારણ કે IDFC ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક જેવી મોટી બેંકો માટે 3 વર્ષનો લોક ઈન પીરિયડ પૂર્ણ થઈ રહ્યો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં યસ બેંકના શેરની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે અને લોક-ઈન પીરિયડ પૂરો થયા પછી, આ શેરમાં રોકાણ કરનારી બેંકો માર્ચ 2023માં પ્રોફિટ બુકિંગ વિશે વિચારી શકે છે. નિષ્ણાતોનું માનીએ તો આ પ્રોફિટ બુકિંગ પૂર્ણ રીતે નહીં પરંતુ આંશિક રીતે થઈ શકે છે. વિશેષજ્ઞોએ કહ્યું કે આ સિવાય નાણા મંત્રાલય બેડ લોનનો સામનો કરવા માટે યસ બેંક સહિત ઘણી બેંકોને મદદ કરવા જઈ રહ્યું છે.
સ્ટોક 44 રૂપિયા સુધી જઈ શકે છે
શેરની કિંમતમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી અને ગુરુવારે તે રૂ. 19.65ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. ટૂંકા ગાળામાં આ શેર રૂ.28 સુધી જઈ શકે છે. તેમજ આ શેર મિડ ટર્મથી લોંગ ટર્મમાં રૂ. 36 અને રૂ. 44 સુધી જઈ શકે છે. આ સાથે તેમાં સ્ટોપ લોસ 17 રૂપિયા આપવામાં આવ્યો છે.
શેર કેમ ઘટ્યો
ડિસેમ્બર 2022 માં 52-સપ્તાહની નવી ઊંચાઈએ ચઢ્યા પછી યસ બેન્કના શેર શા માટે ઘટી રહ્યા છે તેના પર જીસીએલ સિક્યોરિટીઝના સીઈઓ, રવિ સિંઘલે જણાવ્યું હતું કે, “યસ બેન્ક 52-સપ્તાહની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી શેર્સ ઘટી રહ્યા છે કારણ કે રિટેલ રોકાણકારોએ શેર્સને હોલ્ડ કરી રાખ્યા છે.
નિષ્ણાતોની ખરીદીની સલાહ
જોકે, GCL સિક્યોરિટીઝના રવિ સિંઘલે જણાવ્યું હતું કે SBI નિયંત્રણમાં આવ્યા બાદ યસ બેન્કના ફંડામેન્ટલ્સમાં સતત સુધારો થઈ રહ્યો છે. તેનો Q3 બિઝનેસ અપડેટ પણ મજબૂત છે અને તે ઓક્ટોબરથી ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળા દરમિયાન તેની લોન અને એડવાન્સીસના આંકડાઓને સુધારવામાં સફળ રહી છે. એમ.કે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસના બિઝનેસ પાર્ટનર સંદીપ પાંડેએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષના લોક-ઇનની મુદત પૂરી થયા પછી યસ બેન્કના શેરમાં થયેલા ઘટાડાને લઈને ગભરાવું જોઈએ નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર