Home /News /business /કેન્દ્રીય કર્મચારીઓએ સતર્ક રહેવાની જરૂર, એકસાથે બે પેનલ્ટી થઈ શકે; પેન્શન અને ગ્રેચ્યુઇટી ગુમાવે તેવી શક્યતા
કેન્દ્રીય કર્મચારીઓએ સતર્ક રહેવાની જરૂર, એકસાથે બે પેનલ્ટી થઈ શકે; પેન્શન અને ગ્રેચ્યુઇટી ગુમાવે તેવી શક્યતા
કેન્દ્રીય કર્મચારીઓને એક સાથે બે પેનલ્ટી થઈ શકે
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને એક સાથે બે પેનલ્ટી થઈ શકે છે. અત્યાર સુધી પેનલ્ટી લાદવા અંગે કર્મચારીઓમાં ઘણી મૂંઝવણ હતી. જેથી સરકારે સ્પષ્ટતા કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)એ કર્મચારીઓની નોકરી દરમિયાન સેકન્ડ અને મલ્ટિપલ પેનલ્ટી અંગે સ્પષ્ટતા કરી છે.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓને એક સાથે બે પેનલ્ટી થઈ શકે છે. અત્યાર સુધી પેનલ્ટી લાદવા અંગે કર્મચારીઓમાં ઘણી મૂંઝવણ હતી. જેથી સરકારે સ્પષ્ટતા કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)એ કર્મચારીઓની નોકરી દરમિયાન સેકન્ડ અને મલ્ટિપલ પેનલ્ટી અંગે સ્પષ્ટતા કરી છે.
28 ઓક્ટોબર, 2022ના રોજ ડીઓપીટીના ઓફિસ મેમોરેન્ડમ (Office Memorandum) અનુસાર, અધિકારીઓને સજાના આદેશ (Punishment Order)માં બે પેનલ્ટી એક સાથે લાગશે કે અલગથી તે અંગે સ્પષ્ટપણે જાણ કરવી પડશે.
DoPTએ પેનલ્ટીના નિયમો અંગે સ્પષ્ટતા કરી
ઓફિસના મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું હતું કે, જો સ્પષ્ટ રીતે કંઈ પણ કહેવામાં ન આવે તો બે કે તમામ મલ્ટીપલ પેનલ્ટી એક સાથે ચલાવવી જોઈએ. આદેશ પાછળથી આપવામાં આવ્યા હોય તો પણ તમામ દંડ તાત્કાલિક એક સાથે ચલાવવામાં આવે. જો અગાઉની પેનલ્ટી ચાલતી હોય તો બાકીની સજા પણ લાગુ પાડી શકાય છે. DoPTએ મલ્ટિપલ પેનલ્ટીથી સંબંધિત નિયમો અંગે સ્પષ્ટતા કરી છે. આ નિયમ સાતમા પગાર પંચ હેઠળ પગાર મેળવી રહેલા કર્મચારીઓને લાગુ પડે છે.
સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ગ્રેજ્યૂઇટી અને પેન્શનના નિયમોમાં ફેરફાર કર્યો છે. તમે તમારી નોકરી દરમિયાન કેટલીક ભૂલો કરો તો તમારે તમારું પેન્શન અને ગ્રેચ્યુઇટી ગુમાવવી પડી શકે છે. જો નોકરી દરમિયાન કોઇ કર્મચારી સામે કોઇ ખાતાકીય કે ફોજદારી કાર્યવાહી થઇ હોય તો તેની જાણ સંબંધિત અધિકારીઓને કરવાની રહેશે. રિટાયરમેન્ટ બાદ જો કોઇ કર્મચારીની ફરી નિમણૂંક થઇ જાય તો પણ આ તમામ નિયમો લાગુ પડશે. જો કોઈ કર્મચારીએ નિવૃત્તિ બાદ પેન્શન અને ગ્રેચ્યુઇટીનું પેમેન્ટ લઈ લીધું હોય અને પછી તે દોષી સાબિત થયો હોય તો સરકાર તેની પાસેથી પેન્શન અથવા ગ્રેચ્યુઇટીના સંપૂર્ણ કે આંશિક નાણાં વસૂલ કરી શકે છે.
આ મહિનાની શરૂઆતમાં, DoPTએ સીસીએસ (CCS – Leave Travel Concession) નિયમો 1988 હેઠળ પૂર્વોત્તર ક્ષેત્ર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને આંદામાન અને નિકોબારની મુસાફરી માટે હવાઈ યાત્રાની છૂટને વધારી દીધી હતી. આ લાભ 25 સપ્ટેમ્બર 2024 સુધી વધારવામાં આવ્યો છે. LTCનો લાભ હવે નવા રૂટ માટે પણ મળશે, જેનો ઉપયોગ ચાર વર્ષના બ્લોકમાં ત્રણ વખત હોમ LTCમાં કરી શકાશે. આ ઉત્તર પૂર્વ / અંદમાન નિકોબાર / જમ્મુ-કાશ્મીર / લદ્દાખ પ્રવાસ માટે પણ લાગુ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર