ઓનલાઇન ગેમિંગ પર 28 ટકા જીએસટી લગાવવાની તૈયારીમાં સરકાર
ઓનલાઇન ગેમિંગ પર 28 ટકા જીએસટી લગાવવાની તૈયારીમાં સરકાર
ઓનલાઇન ગેમિંગ પર લાગશે GST
Casino અંગે GOMએ જણાવ્યું છે કે કેસિનોમાંથી ખેલાડી દ્વારા ખરીદેલ ચિપ્સ/સિક્કાની સંપૂર્ણ ફેસ વેલ્યુ પર ટેક્સ લાગશે. આ સાથે જીઓએમએ કેસિનોમાં એન્ટ્રી ફી પર 28 ટકા GST લાદવાની ભલામણ પણ કરી છે.
આ સપ્તાહે યોજાનારી GST કાઉન્સિલ (GST Council)ની બેઠકમાં ઑનલાઇન ગેમિંગ (Gaming), કેસિનો (Casinos) અને હોર્સ રેસિંગ (Horse Racing)ની કુલ આવક પર 28 ટકા GST લાદવાની દરખાસ્ત પર ચર્ચા થવાની શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે, મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમાની અધ્યક્ષતામાં ગઠિત ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ (GoM) દ્વારા સુપરત કરાયેલા રિપોર્ટ પર ચંદીગઢમાં 28-29 જૂને યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે વિચારણા થઈ શકે છે.
GOMએ તેના રિપોર્ટમાં ભલામણ કરી છે કે ઓનલાઈન ગેમિંગના સમગ્ર મૂલ્ય પર ટેક્સ લગાવવો જોઈએ, જેમાં ખેલાડી દ્વારા ગેમમાં ભાગ લેવા માટે ચૂકવવામાં આવતી એન્ટ્રી ફીનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ હોર્સ રેસિંગના કિસ્સામાં GoMએ સૂચન કર્યું છે કે સટ્ટો લગાવવા માટે જમા કરવામાં આવેલી સંપૂર્ણ રકમ પર GST વસૂલવો જોઈએ.
Casino અંગે GOMએ જણાવ્યું છે કે કેસિનોમાંથી ખેલાડી દ્વારા ખરીદેલ ચિપ્સ/સિક્કાની સંપૂર્ણ ફેસ વેલ્યુ પર ટેક્સ લાગશે. આ સાથે જીઓએમએ કેસિનોમાં એન્ટ્રી ફી પર 28 ટકા GST લાદવાની ભલામણ પણ કરી છે.
હાલ ઓનલાઈન ગેમિંગ પર 18 ટકા GST
ગયા વર્ષે મે મહિનામાં સરકારે કેસિનો ઓનલાઈન ગેમિંગ પોર્ટલ અને હોર્સ રેસિંગ પર જીએસટીનું મૂલ્યાંકન કરવા માટે મંત્રીઓની એક સમિતિની રચના કરી હતી. હાલ કેસિનો, હોર્સ રેસિંગ અને ઓનલાઈન ગેમિંગ સર્વિસ પર 18 ટકાના દરે GST લાગે છે.
AMRG એન્ડ એસોસિએટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું કે ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર 28 ટકા ટેક્સ લાદવાથી આ સર્વિસીસને પાન મસાલા, તમાકુ અને દારૂ સાથે સરખાવી દેવામાં આવશે, જેને ખરાબ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર નેટ વેલ્યુ એડિશનને બદલે ગ્રોસ રેવન્યુ પર ટેક્સ લગાવવો એ વૈશ્વિક ટેક્સ વ્યવસ્થાને અનુરૂપ નથી. તેમણે કહ્યું કે આનાથી કેટલાક સમય માટે આવકમાં વધારો થઈ શકે છે, પરંતુ લાંબાગાળે મોટા પાયે કાળું નાણું પેદા થવાની સંભાવના છે, કારણ કે તેનાથી કરચોરી માટે અસંગઠિત ક્ષેત્રને પ્રોત્સાહન મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર