માતા-પિતાઓ માટે ખુશખબર! પુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ

News18 Gujarati
Updated: July 5, 2020, 5:45 PM IST
માતા-પિતાઓ માટે ખુશખબર! પુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ
પ્રતિકાત્મક તસવીર

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને માતા-પિતા પોતાની પુત્રીના ઉચ્ચ શિક્ષણ અને લગ્નના ખર્ચાને સરળતાથી પૂરી કરી શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના (Coronavirus Pandemic) પગલે સરકારે બાળકીઓના ઉજવળ ભવિષ્ય માટે સુકન્યા સમુદ્રિ ખાતું (Sukanya Samriddhi Account) ખોલનારાને મોટી રાહત આપી છે. સરકારે સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલવા માટે પાત્રતાના નિયમોમાં કેટલીક છૂટની જાહેરાત કરી છે.

પોસ્ટ ઓફિસ (Post Office)ના નવા દિશાનિર્દેશો પ્રમાણે સુકન્યા સમૃદ્ધિ ખાતું 31 જુલાઈ 2020 અથવા તેનાથી પહેલા પુત્રીઓના નામથી ખોલાવી શકાય છે. તેમની ઉંમર 25 માર્ચ, 2020થી 30 જૂન 2020 સુધી લોકડાઉનના સમય દરમિયાન 10 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ છૂટથી આ બેટીઓના માતા-પિતાઓને મદદ મળશે. લોકડાઉનના કારણે સુકન્યા સમૃદ્ધિ ખાતા નહીં ખોલી શકશે. અથવા સુકન્યા સમૃદ્ધિ ખાતામાં માત્ર જન્મની તારીખથી 10 વર્ષ સુધી ખોલી શકાશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને માતા-પિતા પોતાની પુત્રીના ઉચ્ચ શિક્ષણ અને લગ્નના ખર્ચાને સરળતાથી પૂરી કરી શકે છે. આ યોજનામાં પુત્રી 21 વર્ષ પૂરા થયા ઉપર રિટર્ન મેળવી શકશે. યોજનાના નિયમો અનુસાર પેરેન્ટ્સ અને પુત્રીની ઓછી ઉંમરથી જ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી દે છે. તેઓ 15 વર્ષ સુધી યોજનામાં રોકાણ કરી શકે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદ સિવિલને મારી જરૂર છે' : કોરોના વોરિયર્સની હૂંકાર, સિવિલના 56 વર્ષીય હેડ નર્સે કોરોનાને આપી મ્હાત

વ્યાજ દર
સુકન્યા સમૃદ્ધ યોજનામાં આ સમયે 7.6 ટકા દરથી વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં ખાતું ખોલાવતા સમયે જે વ્યાજદર રહે છે. એ વ્યાજદર આખા રોકાણકાળ સમય દરમિયાન મળે છે. સરકારે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ સહિત બધા સ્મોલ સેવિંગ સ્કીમમાં (Small Saving Schemes) કરવામાં આવેલા રોકાણ ઉપર જુલાઈ સપ્ટેમ્બર ત્રિમાસીક માટે મળનારા વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહીં (Interest Rates Unchanged) કર્યો.આ પણ વાંચોઃ-આવા ઠગથી સાવધાન! અમદાવાદમાં ઘરની બાજુમાં ATM લગાવવાની લાલચ યુવકને રૂ.3.59 લાખમાં પડી

એક વર્ષમાં કેટલું કરી શકો છો રોકાણ
જો તમે સુકન્યા સમૃદ્ધ એકાઉન્ટમાં એક નાણાકિય વર્ષ દરમિયાન વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. જ્યારે નાણાંકિય વર્ષમાં ન્યૂનતમ જમા રાશી 250 રૂપિયા છે. આનો મતલબ સાફ છે કે તમે એક વર્ષમાં દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. એકાઉન્ટને ચાલું રાખવા માટે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ રમક ખાતાધારકના ખાતામાં રિટર્ન કરવામાં આવશે. સુકન્યા સમૃદ્ધ એકાઉન્ટમાં 15 વર્ષ સુધી રૂપિયા જમા કરાવી શકાય છે.

આ પણ વાંચોઃ-સુરતઃ આડા સંબંધ અંગે ઝઘડો થયા બાદ પત્નીએ છાતી ઉપર બેસીને કરી પતિની હત્યા, આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ

ઈનકમ ટેક્સમાં રાહત
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને ઈનકમ ટેક્સમાં છૂટનો દાવો પણ કરી શકાય છે. આ યોજનામાં વાર્ષીક 1.5 લાખ સુધીનું રોકાણ ઇન્કમ ટેક્સની છૂટના યોગ્ય હોય છે. આ પ્રકારે પેરેન્ટ્સ ઈનકમ ટેક્સ અધિનિયમની ધારા 80C અંતર્ગત આ યોજનામાં રોકાણ ઉપર ઈનકમ ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકે છે. ખાસ વાત એ છે કે આ યોજનામાં વ્યાજની આવક અને મેચ્યોરિટી રાશિ પણ ટેક્સ ફ્રી હોય છે.

આ પણ વાંચોઃ-PM મોદીએ લોન્ચ કરી આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ, રૂ. 20 લાખ સુધીનું મળશે ઈનામ

એકાઉન્ટ સંચાલનનો નિયમ બદલ્યો
નવા નિયમ અંતર્ગત 18 વર્ષની ઉંમર થયા બાદ બાળકી પોતે જ એકાઉન્ટનું સંચાલન કરી શકે છે. આ પહેલા આ ઉંમર 10 વર્ષની હતી. જ્યારે બાળકી 18 વર્ષની થઈ જાય ત્યારે અભિભાવકને બાળકી સંબંધિત દસ્તાવેજ પોસ્ટ ઓફિસમાં જમા કરાવાના રહેશે.

બે બાળકીઓના એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી પડશે આ ડોક્યુમેન્ટ્સ
હવે બેથી વધારે બાળકીઓનું સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલવા માટે વધારાના દસ્તાવેજો જમા કરાવવાની જરૂર પડશે. આ નિયમો પ્રમાણે બેથી વધારે બાળકીના ખાતા ખોલાવવા માટે બર્થ સર્ટિફિકેટની સાથે સાથે એક એફિડેવિટ આપવું જરૂરી રહેશે. આનાથી ગાર્જિયનને બાળકીના માત્ર મેડિકલ સર્ટિફિકેટ આપવું જરૂરી છે.
First published: July 5, 2020, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading