લોકડાઉન વચ્ચે સરકાર હવે ઈનકમ ટેક્સમાં આપી શકે છે મોટી રાહત, મળશે સીધો ફાયદો

News18 Gujarati
Updated: May 6, 2020, 8:01 PM IST
લોકડાઉન વચ્ચે સરકાર હવે ઈનકમ ટેક્સમાં આપી શકે છે મોટી રાહત, મળશે સીધો ફાયદો
કોરોના વાયરસ મહામારીના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકાર TDS ઉપર લગાવનાર વ્યાજ ઉપર રાહત આપવા માટે વિચાર રહી છે.

કોરોના વાયરસ મહામારીના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકાર TDS ઉપર લગાવનાર વ્યાજ ઉપર રાહત આપવા માટે વિચાર રહી છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી (corona pandemic)ના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો ત્રીજો (Lockdown Part 3) તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકાર TDS ઉપર લગાવનાર વ્યાજ ઉપર રાહત આપવા માટે વિચાર રહી છે. મોડો ટીડીએસ જમા કરાવવા ઉપર 18 ટકા વ્યાજ આપવાનો નિયમ છે. જોકે, સરકારે માર્ચના રાહત પેકેજમાં આને અડધો કર્યો છે. આ ઉપરાંત આના ઉપર લાગતી પેનલ્ટીને હટાવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. પરંતુ આને સંપૂર્ણ પણે હટાવવા અંગે સતત માંગ થઈ રહી છે.

હવે શું થશે? સરકારે પહેલા જ ટીડીએસ જમા કરાવવાની છેલ્લી તારીખ વધારીને 30 જૂન કરી દીધી છે. આ સાથે ટીડીએસ ઉપર વ્યાજ દરને 18 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દીધો છે. પરંતુ હવે સરકાર આને સંપૂર્ણ પણે માફ કરવાના પ્રસ્તાવ ઉપર વિચાર કરી રહી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદ : શહેર 7 દિવસ બંધ રહેવાના આદેશની બીજી મિનિટે લોકો કરિયાણું લેવા તૂટી પડ્યાં

કોને મળશે રાહત? ઉલ્લેખનીય છે કે ટીડીએસ ઉપર લાગનારા વ્યાજને હટાવવા માટે વેપારીઓએ સાંસદોને પણ ચિઠ્ઠીટ લખી છે. વેપારીઓની દલીલ છે કે લોકડાઉનના પગલે વેપારીઓના તમામ પેમેન્ટ અટકી ગયા છે. વેપારીઓની દલીલ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટના દફ્તર બંધ હોવાના કારણે ટેક્સ કેલકુલેટ કરવાનું મુશ્કેલ બની જાય છે. ટેક્સને કેલ્ક્યુલેટ કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટ પણ નહી મળતા.

આ પણ વાંચોઃ-પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, પૈસાની ક્યારેય નહીં થાય તકલીફ

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના પગલે દેશમાં 23 માર્ચથી લોકડાઉન શરુ થયું છે. દેશમાં અત્યારે લોકડાઉનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જે આગામી 17 મે સુધી ચાલશે.
First published: May 6, 2020, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading