'ધ સ્ટેટ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ', PM કરશે ઉદ્ઘાટન, મુકેશ અંબાણી રહેશે હાજર

News18 Gujarati
Updated: January 25, 2018, 8:28 AM IST
'ધ સ્ટેટ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ', PM કરશે ઉદ્ઘાટન, મુકેશ અંબાણી રહેશે હાજર
2700 જેટલી કંપનીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશનથી તેમની નોંધણી કરાવી...

2700 જેટલી કંપનીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશનથી તેમની નોંધણી કરાવી...

  • Share this:
ફીફા U-17ની સફળતા અને બેડમિન્ટન પ્રિમીયર લીગ બાદ આસામ વધુ એક મેજબાની માટે તૈયાર છે આગામી 3 અને 4 ફેબ્રુઆરીના ગોવાહાટીમાં ધ સરૂસજાઈ સ્ટેડિયમ ખાતે 'ધ સ્ટેટ ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ' યોજાવાની છે. જેની તૈયારીઓ હાલ જોર શોરથી ચાલી રહી છે.

એડવાન્ટેજ આસામ એ રાજ્યનું સરકાર દ્વારા લેવાયેલુ અત્યાર સુધીનું સૌથી મોટુ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને સુવિધાત્મક પગલુ છે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના ભુસ્તરના આધારે રોકાણકારોને રોકાણના ફાયદાઓ પ્રકાશીત કરવાનો છે. આ સમિટનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. 2700 જેટલી કંપનીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશનથી તેમની નોંધણી કરાવી છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી. ટાટા સન્સના ફોરમર ચેરમેન રતન ટાટા અને આદિત્ય બિરલા ગ્રુપના ટોચના અધીકારીઓ બે દિવસીય આ કાર્યક્રમને શોભાવવાના છે. આ સાથે જ અબુધાબીનું LULU ગ્રુપ ઈન્ટરનેશનલ પણ આ ગ્લોબલ સમિટનો હિસ્સો બનશે. આ સાથે જ સુભાષ ઘાઈ પણ આસામમાં ફિલ્મ પ્રોજેકેટ્સ અંગે ચર્ચા કરવા માટે આ ઈવેન્ટમાં હાજર રહેવાના છે.

આ ઉપરાંત નિકાસ લક્ષી ઉત્પાદન અને સેવાઓ અંગે પ્રગતિશીલ ઈકોનોમી માટે આ ઈવેન્ટમાં રાજ્ય દ્વારા ઉત્પાદન ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિ અને તકો અંગેની માહિતી આપવામાં આવશે. સમિટની પુરોગામી માહિતી માટે આસામ ગવર્મેન્ટ દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ અલગ જગ્યાઓ પર રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકોને આસામમાં ધંધાકિય સંભવિતતા અને રોકાણની તક અંગે માહિતગાર કરી શકાય.
First published: January 24, 2018
વધુ વાંચો
अगली ख़बर