Home /News /business /Forbes India 'ટાયકૂન્સ ઓફ ટૂમોરો': રણવીર બોલ્યો- હવે ક્વોલિટી કન્ટેઇન્ટ બની રહ્યું છે

Forbes India 'ટાયકૂન્સ ઓફ ટૂમોરો': રણવીર બોલ્યો- હવે ક્વોલિટી કન્ટેઇન્ટ બની રહ્યું છે

ફેસબૂકની સાથે મળીને થઇ રહેલી આ ઇવેન્ટમાં ફેમિલી મેનેજ્ડ બિઝનેસ, ફર્સ્ટ-જનરેશન ઉદ્યમીઓ, એક્ટર્સ, સ્પોર્ટ્સપર્સન શામેલ છે. જેઓ તેમનાં ક્ષેત્રમાં તદ્દન અલગ અને અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યાં છે

ફેસબૂકની સાથે મળીને થઇ રહેલી આ ઇવેન્ટમાં ફેમિલી મેનેજ્ડ બિઝનેસ, ફર્સ્ટ-જનરેશન ઉદ્યમીઓ, એક્ટર્સ, સ્પોર્ટ્સપર્સન શામેલ છે. જેઓ તેમનાં ક્ષેત્રમાં તદ્દન અલગ અને અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યાં છે

  'ફોર્બ્સ ઇન્ડિયા ટાયકૂન્સ ઓફ ટૂમોરો' ઇવેન્ટ મુંબઇમાં યોજાઇ રહી છે. જેમાં દેશનાં દિગ્ગજ ફ્યૂચર આઇકોન હાજર રહેશે. આ કાર્યક્રમમાં દેશનાં શ્રેષ્ઠ યંગસ્ટર્સ ઇનોવેટર્સ અને ઉદ્યમીઓને સન્માનિત કરવામાં આવી રહ્યાં છે. ફોર્બ્સ ઇન્ડિયાનાં આ સન્માન સમારંભમાં અલગ અલગ ક્ષેત્રમાં તેમનાં પ્રદર્શનથી અલગ ઓળખ બનાવવાવાળા અચીવર્સને સન્માનિત કરવામાં આવશે. તમામને 'ફોર્બ્સ ઇન્ડિયા ટાયકૂન્સ ઓફ ટૂમોરો' મેગેઝિનમાં શામેલ કરવામાં આવ્યા છે.

  ફોર્બ્સ ઇન્ડિયા ઇવેન્ટમાં રણવીર બોલ્યો, હવે ક્વોલિટી કંટેન્ટ તૈયાર તયા છે. કારણ કે કોમ્પિટિશન ગ્લોબલ લેવલની છે. આ સાથે જ તેણે કહ્યું કે, '50 પાર કરી ચુકેલા સુપરસ્ટાર્સ આજે પણ એટલે જ કામ કરે છે કારણ કે તેઓ સિન્સિયર છે અને તેમનાં કામને પ્રેમ કરે છે.'

  મંચ પર અલાઉદ્દીન ખિલજીનાં પાત્ર વિશે વાત કરતાં તેણે કહ્યું કે, 'આ પાત્ર મારા કરતાં ઘણુ જ અલગ હતું મારે તે પાત્ર ભજવવા માટે ઘણી મહેનત કરવી પડી. અને દર્દ આપતા અનુભવ માંથી પસાર થવું પડ્યું.'

  ફોર્બ્સ ઇન્ડિયા 'ટાયકૂન્સઓફટૂમોરો' ઇવેન્ટમાં રાનીએ કહ્યું કે, 'ફેન્સનો પ્રેમ આપને વધુ સારુ કામ કરવા પ્રેરિત કરે છે. આ ઉપરાંત તેણે કહ્યું કે, એક એક્ટર માટે નવાં રોલ કરવા ખુબજ જરૂરી છે. જો આપ હમેશા એક જેવા જ રોલ કરતા રહેશો તો દર્શકો તમને જોઇને બોર થઇ જશે. '

  ફેસબૂકની સાથે મળીને થઇ રહેલી આ ઇવેન્ટમાં ફેમિલી મેનેજ્ડ બિઝનેસ, ફર્સ્ટ-જનરેશન ઉદ્યમીઓ, એક્ટર્સ, સ્પોર્ટ્સપર્સન શામેલ છે. જેઓ તેમનાં ક્ષેત્રમાં તદ્દન અલગ અને અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યાં છે.

  ફોર્બ્સ ઇન્ડિયાનાં સેશન 'ચેન્જિંગ કેરેક્ટર ઓફ સ્ટોરી ટેલિંગ'માં ભાગ લેવા આવેલા વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકરે ફિલ્મ ક્રિટીક રાજિવ મસંદ સાથે દિલ ખોલીને વાત કરી. અને તેમણે આજની જનરેશન આજની ફિલ્મો વિશે વાત કરી. તેમણે કહ્યું કે, 'આજકાલ લોકોને એન્ટરટેઇનમેન્ટ માટે સમય કાઢવો પડે છે. નેટફ્લિક્સ જેવા પ્લેટફરો્મ સિનેમા અને ફિલ્મોનું ભવિષ્ય છે. 'સેક્રેડ ગેમ્સ'ને નેટફ્લિક્સ જેવા પ્લેટફર્મને કારણે ભારતમાં ઓળખ મળી'

  તો આ કાર્યક્રમમાં શામેલ થયા ગોઇલા બટર ચિકનનાં સંસ્થાપક સારાંશ ગોઇલા, 'લોગ ક્યા કહેંગે આ વાતથી ઘણાંનાં સપના તુટી જાય છે પણ લોગ ક્યા ખાયેંગે ઘણાનાં સપના બનાવી દે છે' શેફ સારાંશ ગોઇલા કહે છે કે, 'શેફ બનવાની મારી જર્નીમાં સોશિયલ મીડિયાનો મહત્વપૂર્ણ ભાગ રહ્યો. ઇન્સ્ટાગ્રામને કારણે મને મારી ગર્લફ્રેન્ડ મળી અને આ દ્વારા જ મને માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયા સુધી પહોચવા મળ્યું'

  ફોર્બ્સ ઇન્ડિયા 'ટાયકૂન્સ ઓફ ટૂમોરો'માં એક્ટ્રેસ ભૂમિ પેડનેકર, એક્ટર વિકી કૌશલ, યૂપીએલનાં વિક્રમ શ્રોફ, ક્લિયર ટેક્સનાં ફાઉન્ડર અને CEO અર્ચિત ગુપ્તા, ફ્યૂચર કન્ઝ્યૂમરનાં મેનેજિંગ ડિરેક્ટર અશની બયાનીને આઇકોનઓફ એક્સલન્સથી સન્માનિત કરવામાં આવ્યા.  આ ઇવેન્ટમાં ઘણાં રસપ્રદ પેનલ ડિસ્કશન્સ અને ચર્ચાઓ થશે. જે સમકાલિન વિષય પર આધારિત હશે. આ પેનલ ડિસ્કશનનો એક વિષય છે. 'બિલ્ડિંગ ટૂમોરોઝ ઇન્ડિયા'. તેમાં કરણ અદાણી, અશીન બિયાની, ઉપાસના કામિનેની કોનિડેલા, રાજીવ કાર્તિકેયન, રાધા કપૂર ખન્ના, અનંત ગોએનકા શામેલ થયા છે. આ ડિશ્કશનને શિરીન ભાન મોડરેટ કરી રહ્યા છે.  એક અન્ય ડિસ્કશનમાં હિન્દી ફિલ્મ ઇન્ડ્સટ્રીનાં મોસ્ટ પ્રોમિસિંગ સ્ટાર, વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર શામેલ થશે. જે 'ઇન્ડિયન સિનેમા'માં સ્ટોરીટેલિંગનાં કેરેક્ટર્સમાં બદલાવ પર ચર્ચા કરશે.

  ઇવેન્ટમાં ઓલંપિક મેડલિસ્ટ પીવી સિંધૂ, અભિનવ બિન્દ્રા ઉપરાંત બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જી અને રણવીર સિંહ પણ શામેલ થશે.
  Published by:Margi Pandya
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन