Home /News /business /હિન્દુજા બ્રધર્સના ઝઘડાનો આવ્યો અંત, વર્ષોથી ચાલી રહ્યો હતો મિલકતનો વિવાદ

હિન્દુજા બ્રધર્સના ઝઘડાનો આવ્યો અંત, વર્ષોથી ચાલી રહ્યો હતો મિલકતનો વિવાદ

Hinduja Brothers

Hinduja Brothers Feud: હિંદુજા બ્રધર્સે યુરોપના ઘણા દેશોમાં અબજો ડોલરની સંપત્તિ અંગે ચાલી રહેલા મુકદ્દમાને હાલ પૂરતું રોકવાનો નિર્ણય કર્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    નવી દિલ્હી: અબજોપતિ હિન્દુજા બ્રધર્સ વચ્ચેનો ઝઘડો ખતમ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે (The feud between the Hinduja Brothers is over). વાસ્તવમાં, હિન્દુજા બ્રધર્સે મિલકતને લઈને વર્ષોથી ચાલી રહેલા પારિવારિક વિવાદને સમાપ્ત કરીને હાથ મિલાવવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હિન્દુજા બ્રધર્સનો પરિવાર બ્રિટનનો સૌથી ધનિક પરિવાર છે.

    ઘણા દેશોમાં ચાલી રહેલા કેસોને હાલ માટે રોકવાનો નિર્ણય


    હિન્દુજા બ્રધર્સે યુરોપના ઘણા દેશોમાં ચાલી રહેલા કેસોને હાલ માટે રોકવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ મામલાઓને કારણે એક સમયે તમામ ભાઈઓની મહેનતના પડખે ઉભું રહેતું હિન્દુજા ગ્રુપ વિઘટનની આરે આવી ગયું હતું.

    આ પણ વાંચો:  7th Pay Commission: DA પછી ફિટમેન્ટ ફેક્ટર વધારી શકે છે મોદી સરકાર, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો

    મનીકંટ્રોલના જણાવ્યા અનુસાર, આવા જ એક કેસની સુનાવણી દરમિયાન લંડનના એક ન્યાયાધીશે પરિવાર પર ખાસ કરીને હિન્દુજા પરિવારના વાલી 86 વર્ષીય શ્રીચંદ હિંદુજાની સંભાળને લઈને ખૂબ જ કડક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીએ 100 વર્ષથી વધુ જૂના બ્રિટિશ-ભારતીય હિન્દુજા જૂથની માલિકીમાં વિભાજનની શક્યતા ખોલી. 4 ભાઈઓમાં સૌથી મોટા શ્રીચંદ હિન્દુજાને ડિમેન્શિયા છે. ડિમેન્શિયામાં લોકો માનસિક રીતે નબળા પડી જાય છે અને તેમની યાદશક્તિ જતી રહે છે.

    8 વર્ષ પહેલા થયેલા કરારથી વિવાદ શરૂ થયો હતો


    વર્ષ 2014માં 4 ભાઈઓ વચ્ચે સમજૂતી થઈ ત્યારે વિવાદ શરૂ થયો હતો. કરાર મુજબ, હિન્દુજા જૂથમાં, "કંઈ કોઈનું નથી અને બધું દરેકનું છે." અન્ય બે ભાઈઓએ દાવો કર્યો હતો કે આ કરાર હિન્દુજા જૂથના ઉત્તરાધિકાર આયોજનને નિયંત્રિત કરે છે. જો કે, શ્રીચંદના પરિવારે આને પડકાર્યો હતો, અને દાવો કર્યો હતો કે જૂથમાં તેમની કુટુંબની શાખાને બાકાત રાખવામાં આવી રહી છે.

    આ પણ વાંચો:  Electric Car: થોભો...નવી ઇલેક્ટ્રિક કાર ખરીદતા પહેલા આટલી બાબતો ચકાસો, પછી જ આગળ વધો

    હિંદુજા ગ્રુપ કયા વ્યવસાયમાં છે?


    હિન્દુજા જૂથના મુખ્ય વ્યવસાયોમાં અશોક લેલેન્ડ, GOSL કોર્પોરેશન, હિન્દુજા બેંક (સ્વિટ્ઝર્લેન્ડ) અને ઇન્ડસઇન્ડ બેંક વગેરેનો સમાવેશ થાય છે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Business

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन