Home /News /business /બુલેટ લેવાનું સપનું છે? તો ફક્ત 3 વર્ષ માટે આટલું કરો, નક્કી જ નવી નક્કોર બુલેટના માલિક હશો

બુલેટ લેવાનું સપનું છે? તો ફક્ત 3 વર્ષ માટે આટલું કરો, નક્કી જ નવી નક્કોર બુલેટના માલિક હશો

SIPની તાકાત: દર મહિને માત્ર રૂ. 3500 ના રોકાણથી ત્રણ વર્ષમાં વસાવી શકશો બુલેટ! જાણો કઈ રીતે

SIP Calculation For Bullet: જો તમે પણ બજારના રિસ્ક રિટર્ન મેટ્રિક્સ સાથે રોકાણનું પ્લાનિંગ કરો છો 3 વર્ષમાં નવી નક્કોર બુલેટના માલિક જરુર બની શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં SIP એક એવું ઓપ્શન છે. રેગ્યુલર રોકણ કરીને લાંબા સમયમાં તગડું ફંડ ભેગું કરી શકે છે.

વધુ જુઓ ...
SIP Calculation: ભારતીય રસ્તાઓ પર સ્ટાઈલ, ટશન અને શાન સાથે ટુ-વ્હીલર ચલાવવાની વાત આવે ત્યારે બુલેટ (Bullet) નો વિચાર મગજમાં સૌથી પહેલો આવે છે. રોયલ એનફિલ્ડ (Royal Enfield)ની બુલેટ છેલ્લા કેટલાક દાયકાઓથી પ્રચલિત છે. દેશમાં બુલેટ (Royal Enfield Bullet 350) રેન્જની એક્સ-શોરૂમ કિંમત 1.50 લાખથી શરૂ થાય છે. જો તમે રોકાણ અને બજારના રિસ્ક-રિટર્ન મેટ્રિક્સ સાથે રોકાણનું આયોજન કરો છો, તો 3 વર્ષમાં તમે સરળતાથી ચમ-ચમાતી બુલેટના માલિક બની જશો. મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા નિયમિત રોકાણ લાંબા ગાળે સારો ફંડ બનાવી શકે છે. SIP માં કમ્પાઉન્ડિંગનો જબરદસ્ત ફાયદો છે. આવી સ્થિતિમાં 2-3 વર્ષનું નાણાકીય લક્ષ્ય હાંસલ કરવા માટે આ એક સારો વિકલ્પ છે.

આ પણ વાંચોઃ ઘર ખરીદવાનું વિચારો છો? આ બાબતોનું ધ્યાન રાખો, રિસેલ કરતી વખતે મળશે બંપર રિટર્ન

SIP: રૂ. 1.5 લાખની Bullet ખરીદવું પણ થશે શક્ય


SIP રિટર્ન વિશે વાત કરીએ તો 3 વર્ષમાં સૌથી વધુ રિટર્ન આપનાર ટોચના 20 ફંડોએ વાર્ષિક 30% કરતા વધુ રિટર્ન આપ્યું છે. જો કે, લાંબા ગાળા માટે સરેરાશ વળતર વાર્ષિક 12% છે. હવે તમે 3 વર્ષનું નાણાકીય લક્ષ્ય નક્કી કર્યું છે. જેમાં 1.5 લાખની કિંમતની બુલેટ ખરીદવાનો ટાર્ગેટ છે. SIP કેલ્ક્યુલેટર (SIP Calculator) મુજબ, જો તમને 12% વાર્ષિક રિટર્ન મળે છે. તમારે 3 વર્ષ માટે દર મહિને 3,500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આમાં તમારું કુલ રોકાણ રૂ. 1.26 લાખ હશે અને અપેક્ષિત વળતર રૂ. 26,277 હશે. આમ કુલ કોર્પસ રૂ. 1,52,277 થશે.

આ પણ વાંચોઃ SBIની સ્કિમ તમને દર મહિને કરાવશે કમાણી, અહિં જાણો સંપૂર્ણ માહિતી

જો આ રિટર્ન વાર્ષિક 30% હોય તો તમારે 3 વર્ષ માટે દર મહિને રૂ. 2500 નું રોકાણ કરવું પડશે. આ સમયગાળામાં તમારું કુલ રોકાણ રૂ. 90 હજારનું હશે અને અપેક્ષિત વળતર રૂ. 56,835 હશે. આ રીતે, કુલ ફંડ 3 વર્ષમાં રૂ. 1,46,835 થઈ શકે છે. યાદ રાખો કે, સામાન્ય રીતે SIP માં લાંબા ગાળાનું રિટર્ન સરેરાશ 12 ટકા હોય છે. બીજી તરફ, મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્નની કોઈ ગેરંટી નથી. બજારની અસ્થિરતા ફંડના પ્રદર્શનને અસર કરી શકે છે.

આ પણ વાંચોઃ માર્કેટની ઉથલપાથલ વચ્ચે આજે SBI-Paytm સહિત આ 5 શેર્સમાં મોકો

ડિસેમ્બરમાં SIP થકી થયું મોટુ રોકાણ


AMFIના ડિસેમ્બરના ડેટા અનુસાર SIPમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત છે. તેના કારણે રોકાણનો આંકડો નવી ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યો હતો. ડિસેમ્બર મહિનામાં રોકાણકારોએ SIPની મદદથી રેકોર્ડ રૂ. 13,573 કરોડનું રોકાણ કર્યું છે. નવેમ્બર મહિનામાં આ આંકડો 13307 કરોડ હતો. મેનેજમેન્ટ હેઠળની કુલ સંપત્તિ રૂ. 40 લાખ કરોડથી ઘટી છે. નવેમ્બરની સરખામણીમાં 50 હજાર કરોડનો ઘટાડો થયો છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)
First published:

Tags: Business news, Royal enfield, SIP investment, Sip mutual fund

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો