દિલ્હી: દરેક વ્યક્તિ પોતાની કાર (Car) હોય તેવું સપનું જીવનમાં જુએ છે અને તેને સાકાર કરવા માટે પૈસા પણ ભેગા કરે છે, તો કેટલાક લોકો બેંકમાંથી લોન (Bank Loan) લઇને પણ પોતાની સપનાની ગાડી ખરીદે છે. જો કે, પૈસા ભેગા કરવાની સ્થિતિમાં આ સ્વપ્ન પૂર્ણ થવામાં લાંબો સમય લાગી શકે છે. જ્યારે બેંકમાંથી લોન લેવાથી આ સ્વપ્ન ટૂંકા જ સમયમાં પૂર્ણ થઈ શકે છે. તમે આઠ વર્ષના સમયગાળા માટે સાત ટકાના દરે બેંકમાંથી લોન પણ મેળવી શકો છો. જો કે કાર લોનનો વ્યાજ દર કેટલો હશે તે તમારા ક્રેડિટ સ્કોર, ઉંમર, વ્યવસાય વગેરે પર નિર્ભર કરશે. બેંકમાંથી તમે કારની ઓન રોડ કિંમતના 90-100 ટકા મેળવી શકો છો. આ રહી તે બેંકોની લીસ્ટ જ્યાં તમને 8 ટકાથી ઓછી કિંમતે કાર લોન (Cheapest Car Loan) મળી શકે છે.
સૌથી સસ્તા દરે કાર લોન આપે છે આ બેંકો
બેંક ઓફ બરોડા - બેંક ઓફ બરોડા નવી કાર માટે ઓછામાં ઓછા 7 ટકાના દરે લોન મેળવી શકે છે. લોન માટે 1500 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા - દેશની સૌથી મોટી બેંક એસબીઆઈમાં ઓછામાં ઓછા 7.30 ટકાના દરે કાર લોન લઈ શકાય છે. અહીં લોનની રકમના 0.25 ટકા પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવા પડે છે, જે ઓછામાં ઓછા એક હજાર રૂપિયા અને વધુમાં વધુ 5 હજાર રૂપિયા હોઈ શકે છે.
કેનરા બેંક - તમે કેનેરા બેંક પાસેથી 7.30 ટકાના દરે કાર લોન લઈ શકો છો. તેના પર લોનની રકમના 0.25 ટકા રકમ પ્રોસેસિંગ ફી તરીકે ચૂકવવાની રહેશે, જેમાં લઘુત્તમ મર્યાદા 1,000 રૂપિયા અને મહત્તમ મર્યાદા 5,000 રૂપિયા હશે.