Home /News /business /કોરોના વાયરસે PM નરેન્દ્ર મોદીનું કર્યું પૂરું આ સપનું, ત્રણ મહિનામાં જ કરી જોરદાર કમાલ

કોરોના વાયરસે PM નરેન્દ્ર મોદીનું કર્યું પૂરું આ સપનું, ત્રણ મહિનામાં જ કરી જોરદાર કમાલ

ફાઈલ તસવીર

કેન્દ્ર સરકારે નવેમ્બર 2016માં અચાનક નોટબંધ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, ભ્રષ્ટ્રાચાર ઉપર રોક લાગશે. સાથે સાથે ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન મળશે. કરન્સી નોટની ઉપલબ્ધતા વધવાની સાથે સાથે મોદી સરકારનું સપનું પણ અધુરું રહી ગયું.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 4 વર્ષ પહેલા જ્યારે નોટબંધી (Demonetization) કરી હતી. ત્યારે આ અંગેના ફાયદા ગણાવતા કહ્યું હતું કે, આનાથી ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે. થોડા સમય માટે આવું થયું પરંતુ જ્યારે નવી કરન્સી નોટ (Currency Notes) પર્યાપ્ત માત્રામાં આવવા લાગી ત્યારે લોકોએ ફરીથી રાશન અની જરૂરી ચીજ વસ્તુઓ સહિત જરૂરી કામો માટે રોકડનો (Cash Transactions) ઉપયોગ કરવા લાગ્યા હતા. પરંતુ સરકારને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની આશા પ્રમાણે સફળતા ન મળી. ત્યારબાદ માર્ચ 2020માં દેશમાં દસ્તક આપનાર કોરોના વાયરસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સપનું પુરું કરી દીધું હતું. કોવિડ-19 મહામારીથી (covid-19 pandemic) બચવા માટે લોકોએ રોકડ વ્યવહાર કરવાના બદલે ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરવાનું વધારે પસંદ કર્યું છે.

કોવિડ-19થી બચવા માટે કેશ ટ્રાન્જેક્શનમાં આવ્યો ઘટાડો
જૂન 2020 દરમિયાન દેશમાં ડિજિટલ પેમેન્ટના આંકડાઓ સર્વોચ્ચ સ્તર ઉપર પહોંચી ચૂક્યા છે. જે મહામારી દરમિયાન કરન્સી નોટોનો ઉપોયગ કરનાર લોકોના ડરને દર્શાવે છે. આ પહેલા એપ્રિલ 2020માં કારોબારી ગતિવિધિ ઠપ પડવાના કારણે બેન્કોથી ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર તેજીથી ઘટ્યું હતું. ત્યારબાદ લોકડાઉનમાં ઢીલ અને બજારો ખુલવાની સાથે આમા ફરીથી તેજી આવી છે. ગેટ સિંપલ ટે્નોલોજીજ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ નિત્યાનંદ શર્માએ જણાવ્યું કે, આ સમમયે એવા લોકો પણ ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છે જેમણે પહેલા રાશન સુદ્ધા પણ ઓનલાઈન ખરીદતા ન હતા.

જે ચાર વર્ષમાં ન થઈ શક્યું એ ત્રણ મહિનામાં જ થયું
શર્માએ જણાવ્યું કે હવે લોકો મહિનામાં ઓછામાં ઓછા બે વખત રાશનનો સામાન મંગાવી રહ્યા છે અને ડિજિટલ પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે ગત આશરે ચાર વર્ષમાં નથી થયું તે છેલ્લા ત્રણ મહિનાની અંદર થયું છે. વડાપ્રધાન નરેન્દ્રમ મોદીની સરકારે નોટબંધ બાદ કેશના બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કર્યું હતું.

અત્યારે દેશમાં દર 4માંથી 3 ઉપભોક્તા કેશમાં વ્યવહાર કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે નવેમ્બર 2016માં અચાનક નોટબંધ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, ભ્રષ્ટ્રાચાર ઉપર રોક લાગશે. સાથે સાથે ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન મળશે. કરન્સી નોટની ઉપલબ્ધતા વધવાની સાથે સાથે મોદી સરકારનું સપનું પણ અધુરું રહી ગયું. પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં આમાં તેજી આવી છે.

આ પણ વાંચોઃ-વિચિત્ર ઘટના! નવજાતનો મૃતદેહ સમજીને થઈ રહ્યું હતું પોસ્ટમોર્ટમ, નીકળી પ્લાસ્ટિકની ઢીંગલી

આ પણ વાંચોઃ-સાવધાન! ફેફસાંને જ નહીં પરંતુ કિડની, લીવર, હાર્ટ સહિત શરીરના આટલા બધા અંગો ઉપર હુમલો કરે છે કોરોના

આ પણ વાંચોઃ-જોવા મળશે અદભૂત નજારો! 14 જુલાઈથી 20 દિવસો સુધી ભારતના આકશમાં દેખાશે અનોખો ધૂમકેતૂ

દરરોજ ઉપયોગી વસ્તુઓ માટે લોકો કરી રહ્યા છે ડિજિટલ પેમેન્ટ
કોરોના સંકટ દરમિયાન લોકો શાકભાજી, ફળ, દૂધ અને બીજી અન્ય દરરોજની જરૂરી વસ્તુઓ માટે ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. રોકડ લેવડ દેવડથી કોવિડ-19નું જોખમ જોતા લોકો ડિજિટલ પેમેન્ટ તરફ વળ્યા છે. જેનાથી ડિજિટલ પેમેન્ટ પહેલાની તુલના કરતા બે ગણું થઈ ગયું છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ છેલ્લા વર્ષે કહ્યું હતું કે 20121 સુધી ડિજિટલ પેમેન્ટને જીડીપીના 15 ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સરકારે દરરોડ 1 અરબ ડિજિટલ ટ્રાન્જેક્શનનું લક્ષ્ય રાખ્યું છે.

78% લોકો આગામી 6 મહિનામાં કરશે ડિજિટલ પેમેન્ટ
કેપજેમિની રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે 11 દેશોમાં કરેલા તાજેતરના સર્વે પ્રમાણે ભારતમાં કોરોના વાયરસના કારણે ડિજિટલ પેમેન્ટમાં જબદસ્ત વધારો આવ્યો છે. આશા છે કે આમાં 78 ટકા લોકો આગામી 6 મહિના સુધી આ મોડથી પેમેન્ટ કરશે.
First published:

Tags: Currency notes, Demonetization